________________
સાતસો મહાનીતિ
તૈસા ને તૈસાને મળ્યા તાઈ, ત્રણે મળીને તતૂડી બજાઈ” એવું કરવા જોગ નથી. વિવેક એ ઘર્મનો પાયો છે તે ભૂલવા જેવું નથી.” (બો.૩ પૃ.૩૩૧)
પ્રશ્ન – પૈસા વાપરવા ભાવના હોય તો કેવાં શુભ કાર્યમાં વાપરવા? તેના ઉત્તરમાં જણાવવાનું કે જે વડે ઘર્મપ્રાપ્તિ તથા ઘર્મ-આરાધનામાં પોતાને અને પરને મદદ મળે તેવાં કામમાં વાપરવાં ઘટે. વપરાયા પહેલા તે સંબંધી વિચાર કરતાં પણ ઘર્મધ્યાન થાય છેજી.
જગતના જીવો પોતાની સ્વચ્છેદ પ્રવૃત્તિમાં પડ્યા છે, તે કેવી રીતે જ્ઞાનીના માર્ગને પામે, જ્ઞાનીની આજ્ઞાને પામે? તે વિચારતાં પ્રથમ કાર્ય એક સત્સંગ સમજાય છેજી. જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન તે જ ઘર્મ છે. તેની પ્રાપ્તિ ઘણા જીવોને કેમ થાય? તેનો વિચાર કરી, જેને જેને ઘન આદિની ખામીને લઈને સત્સંગ આદિ સાઘનમાં વિઘ્ન નડતાં હોય તેને તેવી અનુકૂળતા કરી આપવામાં ઘન વપરાય તે સારા માર્ગે વપરાયું ગણાય.
દ્રષ્ટાંત તરીકે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના હસ્તક સાઘકસમાધિ ખાતાની લગભગ એક લાખ રૂપિયાની રકમ હતી તેનું ટ્રસ્ટ કરી તેનો સદુપયોગ કરવા સૂચના કરી છે. તેમાં એક વિભાગ તો બ્રહ્મચારી ભાઈબહેનો જે આશ્રમમાં જીવન પર્યત રહેનાર છે અને જ્ઞાનીની આજ્ઞામાં જીવન ગાળનાર છે, તેમના ખોરાક, કપડાં, દવા વગેરે તેમજ તેમને સ્વાધ્યાય માટે ગ્રંથ વગેરે તથા ભણવા-ભણાવવામાં ખર્ચ કરવો પડે તે અર્થે વાપરવાનું નક્કી કર્યું છે.
બીજા વિભાગમાં જ્ઞાન ખાતે ખર્ચ કરવાની સૂચના કરી છે કે કોઈ સલ્લાસ્ત્ર લખાવવાં હોય, છપાવવાં હોય, મુમુક્ષજીવોને વહેંચવાં હોય, કે નવાં ખરીદીને પુસ્તક ભંડાર કરવો હોય તે ખાતે વાપરવા. કોઈને સારો અભ્યાસ કરાવવા બહારગામ મોકલવા પડે, તથા શિક્ષકો વગેરે રાખવા પડે કે પાઠશાળા
સ્થાપી પરમકૃપાળુદેવે ઉપદેશેલા સિદ્ધાંતો બાળકો કે જનસમાજમાં પ્રચાર પામે તેવાં કામમાં વાપરવા વગેરે અનેક કાર્યોની સૂચના ટ્રસ્ટડીડમાં કરી છે. તે તમે અહીં આવો ત્યારે ઓફિસમાંથી વાંચવા મળી શકશે. એટલે પ.ઉ.પૂ.પ્રભુશ્રીજીએ જે જે સન્માર્ગ બતાવેલા છે તેમાં આપણા પૈસા વપરાય તો તે તેમના અભિપ્રાયપણે તેમની આજ્ઞાએ જ વાપર્યા ગણાય.
માત્ર દિશા જણાવવા પૂરતો આ પત્ર લખ્યો છે એટલે કોઈ કામમાં ઉતાવળ કર્યા વિના, વિચાર કરીને વખત આવ્યે સત્કાર્ય કરવાની ભાવના હાલ રાખી સુરતમાં તો આર્તધ્યાનમાં કાળ ન જાય તેમ વર્તવું ઘટે.
જે માર્ગે પૈસા વાપરવાથી મતાગ્રહ દ્રઢ થવામાં મદદ મળે, લોકોને ભવિષ્યમાં દુઃખનું, સંસારપરિભ્રમણનું પરિણામ આવે તેવાં કામ લોકો સારાં માનતા હોય તો પણ અશુભ છેજી.
કંઈ વાપરવું હોય તો તે લોભ છોડવા વાપરવું છે એ લક્ષે વાપરવું. પુણ્ય બંધાશે એવી ભાવના રાખવા યોગ્ય નથી. લોભ એ પરિભ્રમણનું કારણ છે. તે ટાળવા અને બીજા જીવોને પણ સમજણ, જ્ઞાનીનો બોઘ પ્રાપ્ત થાય તો તે લોભ તજી પરિભ્રમણ ટાળે એ ભાવનાથી જે ઉપાધિ છે તે ઓછી કરવી છે. પુણ્યરૂપ ઉપાધિ પણ આખરે છોડ્યા વિના છૂટકો નથી. એક આત્માર્થે જ હવે તો જે કરવું છે તે કરવા યોગ્ય છે. એ લક્ષ ચુકવા યોગ્ય નથી. મોકલેલાં શાસ્ત્રોમાં વિશેષ ચિત્ત રહે તેમ કરવા ભલામણ છેજી. બીજું બધું આગળ ઉપર થઈ રહેશેજી.” (બો.૩ પૃ.૩૪૯)
પૂર્વકર્મના આધારે સામગ્રી સર્વને મળી છે તેનો સદુઉપયોગ કર્તવ્ય છેજી. તમે દાનભાવના
૩૦૨