________________
સાતસો મનનીતિ
તો તે વખતે લક્ષ્મી પણ રહેશે નહીં. માટે વહેતી ગંગામાં હાથ ઘોઈ લેવા.’
પૂર્વપુણ્યને લઈને પ્રાપ્ત થયું છે, તેનો સદુપયોગ કરે તો સાથે જાય. જેને જરૂર હોય તેને વિવેકપૂર્વક દાન આપવાનું છે. તો દાન દેનારા સુખી થાય અને લેનારા પણ સુખી થાય. પૈસા એકઠા કર્યા હોય અને દાન ન કરે તો નીચ કહેવાય. દરિદ્રતાની પ્રાપ્તિ દાન ન કરવાથી થાય છે. તેથી પાપ સૂઝે અને પાપનું ફળ દુઃખ આવે.’’ (બો.૧ પૃ.૨૯૪)
‘‘પ્રશ્ન – ગુપ્તદાન એટલે શું?
પૂજ્યશ્રી – કોઈ જાણે નહીં એવી રીતે દાન દેવું કે જેથી પોતાનો લોભ છૂટે અને અભિમાન ન થાય. દાન લેનારને પણ પરાધીનતા, દીનતા ન થાય એ ગુપ્તદાન છે. લોભ છોડવા માટે દાન કરવાનું છે. દેવલોકની ઇચ્છા વગર દાન કરવું.'' (બી.૧ પૃ.૧૪૨)
પૂર્વે કંઈ દાનપુણ્ય કર્યું તેથી મનુષ્યભવ પામ્યો છે. હવે કરશે તો ફરી મનુષ્યભવ પામશે. જે અત્યારે કરતો નથી તેને ભવિષ્યમાં મળવાનું નથી. કરશે તો પામશે.’' (બો.૧ પૃ.૨૪૨)
‘બોધામૃત ભાગ-૩’માંથી – લોભ છોડવા માટે દાન કરવું છે. લોભ એ પાપનો બાપ છે. લોભથી જન્મમરણ કરવા પડે છે. માટે અન્ય કોઈના હિતનો વિચાર કરતાં પોતાની લોભ પ્રકૃતિ મંદ કેમ પડે તેનો વિશેષ વિચાર કરી યથાશક્તિ દાન કરવાનું ભગવાને કહ્યું છે, સંતોષ જેવું સુખ કોઈ ક્રિયાથી પ્રાપ્ત થતું નથી.'' (બો.૩ પૃ.૬૩૦)
“આપે મોક્લેલ રકમ પૂ.પ્રભુશ્રીજીનો બોઘ છપાવવો શરૂ થયો છે તે ખાતે લીઘી છે. આપણા આત્માના ઉદ્ઘારનો ખરેખરો અવસર આવ્યો છે તે ચૂકવા યોગ્ય નથીજી. દાન છે તે લોભ ઓછો કરવા, તે સન્માર્ગ પ્રત્યેનો પ્રેમ વધારવા અને આત્માની દયા ખાવા અર્થે કરવાનું છે. એટલે અનંતકાળથી જીવ લોભને લઈને ભવોભવ આથડે છે, આ મનુષ્યભવમાં પણ દેશપરદેશ લોભનો માર્યો આથડે છે, કર્મ બાંધ્યા કરે છે; તે લોભમાંથી એક કાંકરી પણ ખરે તો પણ આત્મા હલકો થાય, પવિત્ર થાય.'' (બી. ૩ પૃ. ૭૯૬) “પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા હતા કે આ જીવને રખડાવનાર એક લોભ છે. તેને હણવા અર્થે દાન, ત્યાગ, વૈરાગ્ય કર્તવ્ય છેજી. મૂઠી દાળિયા કોઈ ભિખારીને આપતાં પણ ‘પુણ્ય તો બંઘાશે' એવો ભાવ છોડી, મારો એટલો લોભ છૂટ્યો એવી ભાવના કર્તવ્ય છે. મળેલું બધુંય હું ભોગવું એવી સંજ્ઞારૂપ અનાદિની ટેવ ટાળવા અર્થે દાન આદિ શુભ પ્રવૃત્તિ કરું છું. પરંતુ તેના ફળની ઇચ્છા મારે રાખવી નથી. આત્માર્થે હવે સર્વ પ્રવૃત્તિ કરવી છે એવો લક્ષ મુમુક્ષુજીવને સહેજે હોય.'' (મો.૭ રૃ.૪૩)
“પૈસામાં જ ચિત્ત બાંધી રાખવાથી જેમ ધર્મ પ્રગટતો નથી તેમ પૈસા વગર વિચાર્યે વેરવાથી પણ ધર્મ પ્રગટે તેમ નથી. પણ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતાં ધર્મ પ્રગટે છે એવો તે વાક્યનો પરમાર્થ વારંવાર વિચારી, જ્ઞાનીની આજ્ઞાની મુખ્યતા હૃદયમાં વસે તેમ વર્તવા આખી જીંદગી સુધી સંભારી રાખવા જેવી શિખામણ આ પ્રસંગ ઉપરથી શીખી લેવી ઘટે છેજી.
યથાશક્તિ દાન અને તપ કરે તેથી લાભ થાય છે, પણ શક્તિ વિચાર્યા વિના આંખો મીંચીને દીર્ઘ જાય તો તે લાંબો વખત બની શકે નહીં; તેમજ પોતાને આર્ત્તધ્યાનનું કારણ ન થાય અને દાન લેનારને અતિ પ્રમાદ આદિ દોષનું કારણ ન થાય તે સાત્ત્વિક દાન ગણાય છે. એવા ઘણા ભેદો સમજવાની જરૂર છે. માહિતી ન હોય તો ઉતાવળા ન થવું, કોઈ જાણકારને પૂછવું; પણ ઐસાને મળ્યા
૩૦૧