________________
સાતસો મહાનીતિ
કેમકે દાનઘર્મ વડે જીવ હલકો થાય છે. નહિં તો સુભૂમ ચક્રવર્તીની જેમ પરિગ્રહના ભારથી જીવ નરકે જઈ પડે છે. માટે યથાશક્તિ દાન કર્યું. તેના વિષે જણાવે છે –
ઉપદેશામૃત'માંથી :ભાવનગરના રાજાનું દ્રષ્ટાંત – “મુનિ મોહનલાલજી – ભાવનગરનો એક રાજા બહુ જ દાન દેતો. તેની સયાજીવિજયમાં ટીકા થઈ કે આટલું બધું રાજાએ ખર્ચ ન કરવું જોઈએ. પણ તે ગણકાર્યું નહીં. થોડા દહાડા પછી તે રાજા મરણ પામ્યો. જે તેણે દાન કર્યું તે તેની સાથે ગયું ને? પાછળ પડી રહ્યું તેમાંથી તેના ખપનું કંઈ છે? દાન પુણ્યમાંય બે ભેદ છે. એકથી તો પુણ્યનો જોગ હોય ત્યારે પુણ્ય બંઘાય; અને એક પુણ્ય ખપી જાય અને પાપ બંઘાય. જેના જોગે નવું પુણ્ય બંધાય તે જ પુણ્યાનુબંધી પુણ્ય અને તે ખપનું છે.
પ્રભુશ્રી -તે ગાદી ઉપર બીજો રાજા આવ્યો. તે શિકારી અને પાપી હતો. તે ઊંઘમાં પણ હરણિયાં ભાળ અને ભય, ભય, અને ભય દેખે. તેણે સભામાં ડાહ્યા માણસો આગળ તે વાત જણાવી અને ચર્ચા થયે તેને ખાતરી થઈ કે પાપ કર્યા છે તે બઘા તેને ઘેરી લે છે.” (ઉ.પૃ.૩૦૯).
“અનંતકાળથી આ જીવને રખડાવનાર પાંચ ઇન્દ્રિયના વિષય અને ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાય છે. તેના જેવા બીજા કોઈ વેરી નથી. તેમાં ક્રોઘ વડે પ્રીતિનો નાશ થાય છે, માને વિનયનો નાશ થાય છે, માયાથી મૈત્રીનો નાશ થાય છે; પણ લોભથી તો સર્વ વિનાશ પામે છે એવું સૂત્રમાં કહ્યું છે. તેથી, અનાદિકાળનો લોભ છૂટતો નથી તે ઓછો કરવાને અર્થે હે ભગવાન! જે આ સો સવાસો રૂપિયા મારા ગણતો હતો તેને હું તજુ , તે લોભપ્રકૃતિ છોડવાને અર્થે દાન કરું છું. પુણ્ય મળે કે સ્વર્ગનાં સુખ પરભવમાં પ્રાપ્ત થાય એ માટે હવે હું દાન નહીં કરું. કોઈ કૂતરાને બચકું રોટલો નાખું કે ભિખારીને મૂઠી દાળિયા આપું તે પણ હે ભગવાન! એટલો લોભ છોડવાને આપું. લોભ છૂટે તો જ અપાય છે. પણ જો ભિખારીને આપીને મનમાં પરભવમાં પામવાની ઇચ્છા રાખે તો તે દાન આપનાર પણ ભિખારી જ છે. કોઈ કરણી વાંઝ નથી હોતી, કરણીનું ફળ તો મળે છે. પણ જે લૌકિકભાવથી આજ સુધી દાન કર્યા તેનું ફળ પામી દેવલોકની રિદ્ધિસિદ્ધિ ભોગવી પણ તે પુણ્ય ક્ષય થતાં પૃથ્વી, પાણી, વનસ્પતિ, પશુપંખી, નોળ-કોળ, કૂતરાબિલાડાનાં ભવ ઘરી પરિભ્રમણ કરવું પડે છે. માટે કોઈ સંતના યોગે, હે ભગવાન! હવે જે દાનપુણ્ય કરું તે અલૌકિક દ્રષ્ટિથી કરું, જન્મમરણથી છૂટવા કરું-એવી ભાવના કર્તવ્ય છે.” (ઉ.પૃ.૩૩૨)
બોઘામૃત ભાગ-૧'માંથી – “દાન છે તે વાવવા જેવું છે. એક દાણો વાવે તો હજાર દાણા થાય.
મુનિને દાન કરે–શાસ્ત્રનું દાન, ઔષઘદાન, અભયદાન, આહારદાન એ બઘાં પુણ્યનાં કારણ છે. જેમાં પાપ થાય તેવું દાન દેવા યોગ્ય નથી. કરુણાદાનમાં દયાભાવ હોય છે અને પાત્રદાનમાં પૂજ્યભાવ હોય છે. કૂવાનું પાણી વપરાતું સારું રહે, તેમ દાનમાં પૈસા વપરાય તો સારું રહે. જેણે આપ્યું ન હોય તેના ઘરમાં પછી આપવાનુંય ન રહે.
ભોજરાજાનું દ્રષ્ટાંત – ભોજરાજા બહુ ઉદાર હતો અને ગમે તેને મોટી મોટી રકમો ઉદારતાથી દાનમાં આપતો. તેથી મંત્રીએ રાજાને સમજાવવો એમ વિચારી સિંહાસન પર “આપત્તિનો વિચાર કરી દાન કરવું જોઈએ એમ લખાવ્યું. રાજા સમજી ગયો કે દાન દેવાનો નિષેઘ કરે છે, તેથી ઉત્તરમાં રાજાએ વાક્ય લખાવ્યું કે “ભાગ્યશાળીઓની પાસે આપત્તિ ક્યાંથી આવે?” તેના ઉત્તરમાં ફરી મંત્રીએ લખાવ્યું કે કદાચ દૈવ એવું હોય કે આપત્તિ આવી પણ જાય.” રાજાએ તેનો ઉત્તર લખાવ્યો કે, “દુર્ભાગ્યનો ઉદય થશે
૩૦૦