________________
સાતસો મહાનીતિ
હજાર- વાર શ્વાન થયો. તેમજ એક હજાર ભવ ડુક્કરના, એક હજાર ભવ બકરાના, એક હજાર ભવ ગાડરના, એક હજાર ભવ મૃગલાના, એક હજાર ભાવ સસલાના, એક હજાર ભવ સાબરના અને એક હજાર ભવ શૃંગાલના કર્યા. તેવી જ રીતે હજાર હજાર વખત માર્નાર, ઉંદર, ગરોળી, ઘો અને સર્પ થયો. પાંચ થાવર તથા વિકલેંદ્રિયમાં હજારો ભવ કરી એકંદર લાખો ભવ સંસારમાં ભમ્યો. તેમાં પણ પ્રાયે કરીને બઘા ભવમાં શસ્ત્રઘાત વગેરેની પીડા સહન કરીને જ મૃત્યુ પામ્યો.
એવી રીતે ઘણા દુષ્કર્મો ક્ષીણ થવાથી વસંતપુરમાં કોટિધ્વજ એવા વસ્તુદત્ત શેઠને ઘેર પુત્ર થયો. તે ગર્ભમાં આવતાં જ તેના પિતાનું સર્વ દ્રવ્ય નષ્ટ પામી ગયું. જન્મને દિવસે પિતા મૃત્યુ પામ્યા અને પાંચ વર્ષનો થયો એટલે માતા મૃત્યુ પામી. આથી લોકોએ તેનું નિપૂણ્ય એવું નામ પાડ્યું. અનુક્રમે ભિખારી ને રાંકની જેમ તે મોટો થયો. એકદા તેના મામા તેને દયાથી પોતાને ઘેર લઈ ગયા. ત્યાં રાત્રે ચોરોએ તેનું ઘર લૂંટી લીધું. પછી તે અભાગિયો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અગ્નિ વિગેરે ઉપદ્રવ થવા લાગ્યા. એટલે લોકો તે આવે એટલે મહાઉત્પાત આવ્યો એમ કહેવા લાગ્યા. એવી અસહ્ય નિંદાથી ઉદ્વેગ પામીને તે દેશાંતર ગયો. અનુક્રમે તામ્રલિપ્તિ નગરીએ પહોંચી વિનયંધર નામના કોઈ ઘનાઢ્ય શેઠને ઘેર તે સેવક થઈને રહ્યો. તે જ દિવસે તેના ઘરમાં આગ લાગી, એટલે તેણે તેને ઘરબહાર કાઢી મૂક્યો. તેથી કંટાળીને તે પોતાના પૂર્વકર્મને નિંદવા લાગ્યો. કહ્યું છે કે “પ્રાણી કર્મ સ્વવશપણે કરે છે, પણ તેના ઉદયને વખતે તે પરવશ થાય છે.” જેમ ઝાડ ઉપર માણસ સ્વેચ્છાએ ચડે છે, પણ પડે છે ત્યારે પરવશ થઈને પડે છે.”
આ પ્રમાણે ખિન્ન થયો તો તે આમતેમ ભમવા લાગ્યો. તેવામાં કોઈ એક જ્ઞાની મુનિ તેના જોવામાં આવ્યા. તેને જોતાં જ વંદન કરીને તેણે પોતાના પૂર્વભવનું સ્વરૂપ પૂછ્યું. મુનિએ તેના પૂર્વભવનું સ્વરૂપ યથાર્થ કહી આપ્યું. તે સાંભળી દેવદ્રવ્યના ઉપભોગનું પ્રાયશ્ચિત્ત માંગ્યું. મુનિએ કહ્યું – “પ્રથમ ઉપભોગમાં લીધેલા દેવદ્રવ્યથી અથિક દ્રવ્ય પાછું આપવું અને દેવદ્રવ્યની રક્ષા કરવી; તેથી દુષ્કર્મનો નાશ થશે.' પછી તેણે લીધેલા દેવદ્રવ્યથી હજારગણું દ્રવ્ય દેવભક્તિમાં આપવું અને તે પુરુ થતાં સુધી વસ્ત્ર, આહાર વિગેરે નિર્વાહ ઉપરાંત કાંઈ પણ દ્રવ્ય એકઠું કરવું નહીં.” એવો મુનિ પાસે નિયમ લીધો. ત્યારપછી તે જે વ્યાપાર કરે તેમાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યો અને તે દેવદ્રવ્યમાં વાપરવા લાગ્યો. એવી રીતે થોડા દિવસમાં તેણે પૂર્વે વાપરેલી હજાર કાંકણીને સ્થાને દશ લાખ કાંકણી દેવદ્રવ્યમાં આપી અને દેવનો અનૃણી થયો. પછી અનુક્રમે ઘણું દ્રવ્ય મેળવી પોતાના નગરમાં આવ્યો. ત્યાં તે મુખ્ય શેઠીઓ કહેવાયો. પછી નવાં ચૈત્ય કરાવવાં, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, યોગ્ય યુક્તિથી તે વધારવું ઇત્યાદિ વડે અભુત પુણ્ય ઉપાર્જન કરી તેણે તીર્થંકરનામકર્મ બાંધ્યું. અવસરે દીક્ષા લઈ પહેલું અરિહંત સ્થાનક તપ વડે આરાઘી, અર્ધન્નામકર્મ નિકાચિત કર્યું. ત્યાંથી કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થઈ ત્યાંથી ચ્યવી મહાવિદેહે ક્ષેત્રમાં અર્વતની સમૃદ્ધિ ભોગવી સિદ્ધિપદને પ્રાપ્ત થયો.
દેવદ્રવ્ય ગ્રહણ કરવાથી અત્યંત દોષ લાગે છે, એમ પૂર્વ સૂરિઓએ કહેલું છે તેને જાણીને શ્રાવક દેવદ્રવ્યની કિંચિત પણ સ્પૃહા કરતા નથી.” (પૃ.૧૫૭ ૪૦૯. દશાંશ કે - ઘર્મમાં કાઢું. (ગૃ૦).
જે પોતાની કમાણી હોય તેમાંથી દશમો ભાગ અથવા તેથી વિશેષ ઘર્મકાર્યના ઉપયોગમાં વાપરું.
૨૯૯