________________
સાતસો માનીતિ
જિર્ણોદ્ધારમાં બોલેલ દ્રવ્ય ન અપાતાં થયેલી દુર્દશા
ઋષભદત્ત શ્રેષ્ઠીનું દૃષ્ટાંત – મહાપુર નગરમાં ઋષભદત્ત નામે પરમ આર્હત્ શ્રેષ્ઠી રહેતો હતો. એક વખતે પર્વ દિવસે તે ચૈત્યમાં ગયો. ત્યાં શ્રાવકો જીર્ણ ચૈત્યના ઉદ્ધાર માટે એક ટીપ કરતા હતા. તેમાં ઋષભદત્ત પાસે દ્રવ્ય નહીં હોવાથી ઉધારે આપવાનું કહી કાંઈક દ્રવ્ય નોંધાવ્યું. પછી અનેક કામની વ્યગ્રતાને લીધે તત્કાળ તે આપી શકાયું નહીં. અન્યદા દૈવયોગે તેના ઘરમાં ચોરની ઘાડ પડી. તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું. તેમાં શેઠે ભય બતાવવા શસ્ત્ર હાથમાં લીધું એટલે ચોરોના શસ્ત્રઘાતથી હણાઈને તે મૃત્યુ પામ્યો અને તે જ નગરમાં રહેનારા કોઈ નિર્દય, દરિદ્રી અને કૃષ્ણ એવા મહિષવાહકને ઘેર પાડો થયો. તે વ્યક્તિ નિરંતર પ્રત્યેક ઘેર તે પાડા પાસે જળ વિગેરેનો ભાર વહન કરાવવા લાગ્યો. તે નગરની બાંધણી ઊંચા ટેકરા ઉપર હોવાથી તે પાડાને અહોરાત્ર જળાદિ ભાર લઈને ઊંચે ચડવું પડતું હતું તેથી, નિરંતર ક્ષુધાતુર રહેવાથી અને તે સાથે ચાબુક વિગેરેના પ્રહારથી તે મહાવ્યથા પામતો હતો. એક વખતે કોઈ નવું ચૈત્ય બંધાતું હતું. તેના ક્લિાને માટે તે જળ વર્ઝન કરવા ગયો. ત્યાં ચૈત્યપુજા વિગેરે જોઈ તેને જાતિસ્મરણજ્ઞાન થયું, તેથી તે હૃદયથી ચૈત્યભક્તિ કરવા લાગ્યો. પછી જ્ઞાનીના વચનથી તેને પોતાના પિતાનો જીવ જાણી તેના પૂર્વભવના પુત્ર દ્રવ્ય આપીને તેને છોડાવ્યો અને પૂર્વભવે દેવું રહેલ દેવદ્રવ્ય હજારગણું આપીને તેને ઋણ વગરનો કર્યો. પાડો અનશન કરી સ્વર્ગે ગયો. એ પ્રમાણે દેવદ્રવ્ય આપવામાં વિલંબ કરવા વિષે તૃષ્ટાંત જાણવું.
દેવદ્રવ્ય વિનાશ પામતું જોઈ જે કોઈ તેની રક્ષા ન કરે તેને પણ દોષ લાગે છે. કહ્યું છે કે ‘શ્રાવક જો દેવદ્રવ્ય ખાય અથવા તે ખવાઈ જતાં તેની ઉપેક્ષા કરે તો તે બુદ્ધિહીન થાય અને પાપકર્મવર્ડ લેપાય.’’ (પૃ.૧૫૪)
“દેવદ્રવ્યનું ભક્ષણ કરવામાં અહો ! કેટલો દોષ ! તે ઉપર મહાત્મા સાગર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત દેવદ્રવ્યના રક્ષકોએ ઘારી રાખવા યોગ્ય છે,
સાગરશ્રેષ્ઠીનું દૃષ્ટાંત – દેવદ્રવ્યના ભક્ષણથી હજારો ભવનું ભયંકર દુઃખ. સાકેતનગરમાં સાગર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને સુધર્મા (સારી નિષ્ઠાવાળો) જાણી, બીજા શ્રાવકોએ ચૈત્યદ્રવ્ય સોંપીને કહ્યું – “આ દ્રવ્યમાંથી ચૈત્યનું કામ કરનારા સુતાર વિગેરે માણસોને તમારે પગાર ચૂક્વવો.'' લોભથી પરાભવ પામેલો તે શેઠ સુતાર વિગેરે મજૂરોને રોકડું દ્રવ્ય ન આપતાં આટો, ગોળ વિગેરે ચીજો દેવદ્રવ્યથી સંગ્રહ કરીને આપવા લાગ્યો અને તેનો જે લાભ આવે તે પોતે રાખવા લાગ્યો; એવી રીતે કરતાં એક રૂપિયાનો એંશીમો ભાગ કાંકણી કહેવાય છે તેવી એક હજાર કાંકણી (સાડાબાર રૂપિયા) એકઠી કરી, પરંતુ એવી રીતના દ્રવ્યસંચયથી તેણે ઘોર દુષ્કર્મ બાંધ્યું, અંતકાળે આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે સમુદ્રમાં જળમનુષ્યપણું પામ્યો.
સમુદ્રમાં રહેલા જળચર જંતુઓના ઉપદ્રવ ટાળવા માટે જાતિવંત રત્નના ઇચ્છુકોએ તેને માંસાદિકથી લોભાવી વજ્રની ઘંટીમાં નાખીને પીલી નાખ્યો અને તેના અંગમાંથી નીકળેલ અંડગોળી ગ્રહણ કરી. જળમનુષ્ય મૃત્યુ પામીને ત્રીજી નરકે ગયો. ત્યાંથી નીકળી પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો મહામત્સ્ય થયો. ત્યાં માછીએ કરેલી કદર્થના વડે મૃત્યુ પામ્યો. મરીને ચોથી નરકે ગયો. એવી રીતે એક બે વિગેરે ભવને અંતરે સાતે નરકમાં બે બે વાર ઉત્પન્ન થયો.
દેવદ્રવ્યની એક હજાર કાંકણી દ્રવ્ય ખાઘેલ હોવાથી તે આંતરે આંતરે અથવા આંતરા વિના
૨૯૮