________________
સાતસો મહાનીતિ
નિયાણું કરવાની ના કહી છે. માટે હું નિયાણું કરું નહીં. તેમ કોઈએ પણ તપને વેચી
નિયાણું કરવું નહીં. = ૪૧૫. બે વખતથી વધારે જમું નહીં. (ગૃ૦મુ બ્રોઉ૦).
દિવસ અને રાત ખાયા કરે તો પ્રમાદ થાય, વૃત્તિ સ્થિર રહે નહીં. તેથી સ્વાધ્યાય ભક્તિ વગેરે પણ થાય નહીં. માટે બે વખતથી વઘારે વાર જમું નહીં એવો અભ્યાસ કરું. મુનિને એક જ વખત આહાર લેવાની ભગવાનની આજ્ઞા છે. પણ મુનિ બાળક હોય, શાસ્ત્રાભ્યાસ કરતા હોય, બીમાર હોય તો બે વખત આહાર લેવાની છૂટ આપેલ છે. ૪૧૬. સ્ત્રી ભેળો જમું નહીં. (ગૃ૦ઉ૦)
તે મોહ વઘવાનું નિમિત્ત છે માટે એકલો જમું; પણ સ્ત્રી ભેળો જમું નહીં. ૪૧૭. કોઈ સાથે જમું નહીં. (૪૦)
(૧) એકલો જમું તેથી પ્રમાણસર ભોજન કરી શકાય. (૨) કોઈના ભેગા જમવાથી વધારે ખવાઈ જવાય તો પ્રમાદ થાય. (૩) એક બીજાનું એઠું પણ ખવાય. (૪) થાળી ઘોઈને પીવાય નહીં. તેથી એંઠવાડામાં જીવોની ઉત્પત્તિ થાય. થાળી ઘોઈને પીવાથી તે ઉત્પત્તિ મટે, (૫) મોહ વધવાના કારણો છે માટે મહાપુરુષોએ તેનો નિષેઘ કરેલ છે. ૪૧૮. પરસ્પર કવળ આપું નહીં, લઉં નહીં. (૪૦).
એકબીજા પ્રત્યેનો કૃત્રિમ પ્રેમ દર્શાવવા પરસ્પર કવળ આપે છે જાણે કે તમારા પ્રત્યે મને વધારે પ્રેમ છે, એવો દેખાવ કરે છે. આત્માર્થીએ તેમ કરવા યોગ્ય નથી. અંતમાં પરસ્પર કવળ આપવાથી આહારની માત્રા વધી જાય તો પ્રમાદ થાય. માટે પરસ્પર કવળ આપું નહીં તેમજ લઉં નહીં. ૪૧૯. વઘારે ઓછું પથ્ય સાઘન કરું નહીં. (સ.)
વૈદ્ય જે પથ્ય એટલે ચરી પાળવા કહ્યું હોય તે પ્રમાણે કરે, સ્વચ્છેદે વઘારે પથ્ય પાળવા જાય તો પણ શરીરને નુકશાન થાય અને ઓછું પાળે તો દવાઈ લાગુ ન પડે. જેમ કે વૈદ્ય મીઠું ઓછું કરવા કહ્યું હોય ત્યારે સમૂળગુ જ બંધ કરી દે તો નુકશાન થાય અથવા ભોજનમાં મીઠું થોડું વધારવા કહ્યું હોય અને ખૂબ વઘારી દે તોય નુકશાન થાય.
તેમ આત્માર્થીને સાત વ્યસન વગેરે પથ્યપાલન કરવા શ્રી ગુરુએ જેમ જણાવ્યું હોય તેમ જ કરે, પણ તેમાં કંઈ આઘું પાછું કરે નહીં. ૪૨૦. નીરાગીનાં વચનોને પૂજ્યભાવે માન આપું.
કેમકે “અહો શ્રી સત્પરુષ કે વચનામૃતમ્ જગહિતકર”
વીતરાગ પુરુષોના વચનામૃત મોહનિદ્રામાં સૂતેલી અનાદિની આત્મચેતનાને જાગૃત કરવા સમર્થ છે અને અંતે આપણને પણ નીરાગી બનાવનાર છે. માટે પૂજ્યભાવે તે વચનોને માન આપું.
એક ભરવાડનું દ્રષ્ટાંત – એક ભરવાડ હતો. તે જંગલમાં ગાયો ચરાવા ગયો. ત્યાં ઝાડની બખોલમાં પુસ્તક જોયું તે લઈને ઘેર ગયો. આ કોઈ મહાન ગ્રંથ છે એમ મનમાં જાણીને તે પુસ્તકને ઊંચે આસને મૂકી રોજ પૂજા કરે, ફુલ ચઢાવે તથા નમસ્કાર કરે. એમ કરતાં એક દિવસ ત્યાં મુનિ મહાત્મા
૩૧૨