________________
સાતસો મહાનીતિ
તે મારા હિતને માટે જ હોય એમ વિચારી મનમાં દ્રઢ શ્રદ્ધા રાખું.
એક શિષ્યનું દૃષ્ટાંત – ગુરુ આજ્ઞામાં પ્રશ્ન નહીં. ગુરુએ શિષ્યની પાસે હરડેનું ફળ - મંગાવ્યું. શિષ્ય તે લઈ આવ્યો અને ગુરુ આગળ ઘર્યું. ત્યારે ગુરુએ કહ્યું કે તને વિચાર ન આવ્યો કે આ તો સચિત્ત ફળ છે માટે લેવાય નહીં. જવાબમાં શિષ્ય કહ્યું કે આપે જે આજ્ઞા કરી તેમાં મારે વિચાર કરવાનું હોય નહીં. ‘ગુરુણામ્ આજ્ઞા અવિચારણીયા” મારું તો આપની આજ્ઞા ઊઠાવવામાં જ કલ્યાણ છે એમ માનું છું. પ૯૬. દેહઘાત કરું નહીં.
“આપઘાતી મહાપાપી” આપઘાત કરનાર મહાપાપી ગણાય છે. માટે ગમે તેવા દુ:ખના પ્રસંગ આવે તો પણ મરવાના ભાવ કરું નહીં. એકવાર જીવ જો આપઘાત કરે તો તેને જન્માન્તરમાં અનેકવાર આપઘાત કરવાનો અવસર આવે છે માટે દેહઘાત કરું નહીં.
ભાવસાર જેઠાલાલ વસોવાળાના પ્રસંગમાંથી :
શ્રી જેઠાલાલ ભાવસારનું દ્રષ્ટાંત - “અમીન છોટાભાઈ ચતુરભાઈના બંગલે કૃપાળુશ્રીના સમાગમમાં હું ગયેલો હતો. તે વખતે મેં પ્રશ્ન કર્યો હતો કે આ જીવ કર્મ સહિત હોવાથી તેનો અધ્યાસ દેહ જેવો થઈ ગયો છે. તેને કર્મથી જુદો કરવાનો રસ્તો પુરુષાર્થથી થઈ શકે છે, પણ આ દેહને એકદમ ઝટકેથી પાડી નાખીએ તો જલ્દીથી તેનો પાર આવે કે નહીં?
- પૂજ્યશ્રી આ દેહને એકદમ પાડવાથી આત્માની ઘાત થાય છે. મતલબ કે મનુષ્યભવે કરીને અનંતાકર્મો ક્ષય થાય. સમજીને કરવાને બદલે એકદમ કંટાળીને દેહ પાડી નાખવાનો નથી. તેમ થાય તો જીવ મહાનચ ગતિને પાત્ર થાય. મનુષ્યભવ તો બહુ જ પુણ્યનો થોક ભેગો થવાથી પ્રાપ્ત થાય છે. માટે કર્મની નિર્જરા ધીમેધીમે દેહને દમવાથી અને ઇંદ્રિયોને નિયમમાં લાવવાથી થાય છે''; તે કર્તવ્ય છે. ૫૯૭. વ્યાયામાદિ સેવીશ.
કસરત કરવાથી કે શરીરના હલનચલન આદિથી પાચનશક્તિ સતેજ રહે છે. તેથી શરીરના અવયવો સ્વસ્થ રહે અને શરીરમાં સ્ફર્તિ બની રહે છે; જે આત્મકલ્યાણ કરવામાં પુરુષાર્થીને સહાયરૂપ છે. માટે વ્યાયામાદિ દ્વારા આવશ્યક શ્રમ શરીરને આપવા યોગ્ય છે.
‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - શ્રાવકે અંગકસરત અવશ્ય કરવી. કસરતના અનેક પ્રકાર છે. તે બરાબર સમજીને પોતાના શરીરને માફક આવે તેવી કસરત કરવી. કસરત કરવાથી શરીર હલકું થાય છે, દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, જઠરાગ્નિ વૃદ્ધિ પામે છે જેથી ખોરાક પચે છે. વૃદ્ધાવસ્થા મોડી આવે છે, શરીરનું ભારેપણું દૂર થાય છે. માટે વ્યાયામાદિ સેવવા યોગ્ય છે. (પૃ.૬૩) પ૯૮. પોષઘાદિક વ્રત એવું છું.
મહિનામાં બે આઠમ, બે ચૌદશ આદિ દિવસોમાં ઘરની સર્વ પ્રકારની ઉપાધિનો ત્યાગ કરી એકાંત સ્થાનમાં રહી ભક્તિ, સ્વાધ્યાય, નિત્યક્રમમાં દિવસ રાત શ્રાવક ગાળે છે તેને પૌષઘવ્રત કહેવામાં આવે છે. તે દિવસે મુનિ જેવી ચર્યા સેવે છે. ભવિષ્યમાં મુનિ થવાના અભ્યાસરૂપ એ ક્રિયા છે.
સહજસુખ સાઘન'માંથી :- (૨) પ્રોષથોપવાસ - એક માસમાં બે આઠમ અને બે ચૌદશ
૪૫૦