________________
સાતસો મહાનીતિ
ચિંતવીને તે રથકાર પાંચે અંગે ભૂમિનો સ્પર્શ કરી (પંચાગ પ્રણામ કરી) તેમને ભાતપાણી આપવા લાગ્યો.
તે વખતે બળરામમુનિએ વિચાર્યું કે ‘આ શુદ્ધ બુદ્ધિવાળો શ્રાવક છે તે જે કાર્ય વડે સ્વર્ગનું ફળ ઉપાર્જન થઈ શકે એવી આ ભિક્ષા મને આપવાને ઉદ્યુક્ત થયો છે તે જો હું નહીં લઉં તો એની સદ્ગતિમાં મેં અંતરાય કરેલો ગણાશે, માટે હું આ ભિક્ષા ગ્રહણ કરું.' આ પ્રમાણે વિચારી કરુણાના ક્ષીરસાગર એવા તે મુનિ જે પોતાના શરીરમાં પણ નિરપેક્ષ હતા, એક મહિનાના ઉપવાસ થયેલા હતા એવા તેમણે તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરી. પેલો મૃગ મુનિને અને વનને છેદનારા ૨થકારને જોઈ મુખ ઊંચુ કરી નેત્રમાં અશ્રુ લાવી ચિંતવવા લાગ્યો કે ‘અહો! તપના આશ્રયભૂત અને શ૨ી૨ને વિષે પણ નિઃસ્પૃહ એવા આ મહામુનિ ખરેખરા કૃપાનિધિ છે કે જેમણે આ ૨થકા૨ની ઉપર અનુગ્રહ કર્યો, અને અહો ! આ વનને છેદનાર રથકારને પણ ધન્ય છે કે જેણે આ ભગવંત મહામુનિને અન્નપાનથી પ્રતિલાભિત કરીને પોતાના મનુષ્યજન્મનું મહાફળ પ્રાપ્ત કર્યું. માત્ર હું જ એક મંદભાગી છું કે જે એવું મહાતપ કરવાને કે આવા મુનિને પ્રતિલાભિત કરવાને સમર્થ નથી, તેથી તિર્યંચપણાથી દૂષિત એવા મને ધિક્કાર છે.’ આવી રીતે તે ત્રણ જણ જેવા ધર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યા હતા, તેવામાં તેઓ જે વૃક્ષ નીચે ઊભા હતા તે વૃક્ષનો અર્થ ભાગ છેઠેલો હોવાથી મોટા પવનથી બાકીનો ભાગ ભાંગી જઈ તે વૃક્ષ તેમના ઉપર પડ્યું. તે પડવાથી તે ત્રણે તત્કાળ મૃત્યુ પામ્યા અને પાંચમા બ્રહ્મ દેવલોકને વિષે પદ્મોતર નામના વિમાનમાં ત્રણે દેવતા થયા. (પૃ.૩૬૦)
માટે સ્વપરને હિતકારક એવી ભિક્ષાચરી યાચના મુનિઓ સેવે છે.
૫૯૪. ચતુર્માસે પ્રવાસ કરું નહીં.
મુનિ ભગવંતો ચાતુર્માસમાં પ્રવાસ કરે નહીં. તેમ ચોમાસાના ચાર મહિનામાં શ્રાવક છું તો પણ પ્રવાસ એટલે બહાર ફરવા જઉં નહીં તેવો વિચાર રાખું. કારણ ભૂમિ જીવાકુળ હોવાથી આપણા નિમિત્તે જીવોનો ઘાત થાય. કોઈ અનિવાર્ય સંજોગે જવું પડે તો મનમાં ખેદ રાખું કે મારે ચોમાસામાં બહાર જવું પડે છે. પણ તે યોગ્ય નથી.
‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ ૮'માંથી :
શ્રી કૃષ્ણનું દૃષ્ટાંત – “અન્યદા વર્ષાઋતુના મેઘની જેમ જગતને તૃપ્ત કરનારા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારકા સમીપે આવીને સમવસર્યા. શ્રી કૃષ્ણ ભગવંત પાસે આવી સેવા કરતા સતા પ્રભુને પૂછ્યું, ‘હે નાથ! તમે અને બીજા સાધુઓ વર્ષાઋતુમાં કેમ વિહાર કરતા નથી?’ પ્રભુ બોલ્યા : ‘વર્ષાઋતુમાં બધી પૃથ્વી વિવિધ જંતુઓથી વ્યાપ્ત થાય છે, તેથી જીવોને અભય આપનારા સાધુઓ તે સમયમાં વિહાર કરતા નથી.’ કૃષ્ણે કહ્યું કે, ‘ત્યારે હું પણ પરિવાર સહિત વારંવાર ગમનાગમન કરીશ તો તેથી ઘણા જીવોનો ક્ષય થશે, માટે હું પણ વર્ષાકાળમાં રાજમંદિરની બહાર નીકળીશ નહીં.' આવો અભિગ્રહ લઈને કૃષ્ણે ત્યાંથી જઈ પોતાના રાજમંદિરમાં પ્રવેશ કર્યો, અને દ્વારપાળોને આજ્ઞા કરી કે, વર્ષાઋતુના ચાર માસ પર્યંત કોઈને પણ રાજમહેલમાં પ્રવેશ કરવા દેવો નહીં. (પૃ.૩૪૬)
૫૫. જેની તેં ના કહી તે માટે શોધું કે કારણ માગું નહીં.
સત્પુરુષે જેની ના કહી હોય તેના વિષે કારણ શોધું નહીં કે તેનું કારણ માગું નહીં. સત્પુરુષે જે કહ્યું
૪૪૯