________________
સાતસો મહાનીતિ
ઉપદેશ આપે છે. કુગુરુઓ એકબીજાને મળવા દેતા નથી; એકબીજાને મળવા દે તો તો કષાય ઓછા થાય, નિંદા ઘટે. (પૃ.૭૩૦)
સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાત્વી છે. જે દિવસ જ્ઞાનીપુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે. જ્ઞાની પુરુષ આઠમ ના પાળવાની આજ્ઞા કરે અને બન્નેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ઘારી છઠ કહે અથવા તેમાં પણ પાંચમનો ભંગ કરશે એમ ઘારી બીજી તિથિ કહે તો તે આજ્ઞા પાળવા માટે કહે. બાકી તિથિબિથિનો ભેદ મૂકી દેવો. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. જો ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત, તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં. આત્માર્થે તિથિની મર્યાદાનો લાભ લેવો.” (વ.પૃ.૭૦૩) ૬૪૮. તારા ઘર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં.
તારા ઘર્મ સંબંઘી કોઈ વિક્ષેપનું કારણ ઊભું થાય તો પણ રાજકારે કેસ મૂકું નહીં. પણ પરસ્પર સમાધાન કરવાનો પ્રયાસ કરું. ૬૪૯. બને ત્યાં સુધી રાજદ્વારે ચટું નહીં.
બને ત્યાં સુધી કોઈપણ કાર્ય નિમિત્તે રાજદ્વારે ચઢું નહીં. ૬૫૦. શ્રીમંતાવસ્થાએ વિ. શાળાથી કરું.
શ્રીમંત અવસ્થામાં વિનય, વિવેક પ્રગટે એવી ઘાર્મિક વિદ્યાશાળાઓ સ્થાપી લોકોનું હિત કરું. પૈસાનો સદુઉપયોગ કરું. “સા વિદ્યા યા વિમુવત’ સાચી વિદ્યા તે જ કે જેથી મુક્તિ પ્રાપ્ત થાય. એ વિષે પરમકૃપાળુદેવ જણાવે છે –
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી.” (વ.પૃ.૩૯૦)
“સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલા મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ઘર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ઘીમંત બન્નેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું.” (વ.પૃ.૧૨૭) ૬૫૧. નિર્ધનાવસ્થાનો શોક કરું નહીં.
પૂર્વકર્મના ઉદયે ઘન વગેરે જતું રહ્યું હોય તો પણ ખેદ કરું નહીં. કારણ લક્ષ્મી વગેરે બધું નાશવંત છે. રાજા હોય તે રંક થઈ જાય અને રંક હોય તે રાજા થાય એવું સંસારનું સ્વરૂપ છે. માટે તેમાં શું શોક કે હર્ષ કરવો. જે થાય તે સમભાવે ભોગવું, જેથી નવા કર્મ બંઘાય નહીં અને જૂના છૂટી જાય.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ઘારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બન્ને સરખું
૪૭૨