________________
સાતસો મહાનીતિ
“ગાળીને પાણી પીવું” એમાં આજ્ઞા થઈ. માટે કાચું પાણી ગાળીને પણ વાપરવામાં જે હિંસા થાય તેના ભાગીદાર આજ્ઞા આપનાર પણ ગણાય; જ્યારે અણગળ પાણી પીવું
નહીં, એટલે ગાળ્યા વગર પાણી પીતો હતો તેને ત્યાંથી પાપ કરતાં રોક્યો, પણ તે પાણી ગાળીને પણ પીવું એવી કોઈ પ્રકારે એમાં આજ્ઞા આપી નથી, પણ સામાન્ય ઉપદેશ માત્ર તેમાં કર્યો છે. માટે અણગળ પાણી પીઉં નહીં અર્થાતુ ગાળ્યા વગર પાણી પીઉં નહીં, એવી પોતે પ્રતિજ્ઞા કરે છે.
“પાણી બેવડું ગળણું કરી કાળજીથી ગાળવું. ગળણું બીજા વાસણમાં તારવી લેવું અને સંખાળો જીવ ન મરે ત્યાં નાખવો.” મોક્ષમાળા વિવેચન
“સંવત્સરેન યત્પાઉં વૈવર્તી હિ નાતે |
ओकाहेन तदाप्नोति अपूतजल संग्रही ॥" ભાવાર્થ– આખું વર્ષ માછલાં માર માર કરનાર માછીને જે પાપ થાય છે, તે જ પાપ એક દિવસ અણગળ પાણી વાપર્યાથી જીવને થાય છે. પ્રવેશિકા (પૃ.૧૨૪)
"अगंमि उदगबिंदुभि, जे जीवा जिणवरेहिं पन्नत्ता ।
ते खत्ता सरिसवमित्ता, जंबुद्दीवे न मायंति ।" અર્થ – “ એક જળના બિંદુમાં શ્રી જિનેંદ્રોએ જેટલા જીવો કહેલા છે તેનું દરેકનું શરીર જો સરસવ જેવડું કરીએ તો તે આ જંબુદ્વીપમાં સમાય નહીં.”
કુમારપાળરાજાનું દ્રષ્ટાંત – “શ્રી હેમચંદ્રાચાર્યનો ઉપદેશ સાંભળી કુમારપાળ રાજાએ પ્રાણાતિપાત વિરમણ વ્રત લઈ પોતાના અઢાર દેશોમાં અમારી પળાવી અને બીજા દેશોમાં પણ મૈત્રી વડે તેમજ બળ વડે અમારી પળાવી. વળી પોતાના અઢાર લાખ ઘોડા, અઢાર સો હાથી, એંસી હજાર ગાયો અને પચાસ હજાર ઊંટોને પાણી ગાળીને જળપાન કરાવવાની ગોઠવણ કરી.” -ઉ.પ્રા.ભાગ-રના આઘારે (પૃ.૧૩) ૧૨૨. પાપી જળે નાહું નહીં.
જે પાણીમાં નાહવાથી જીવાણી આદિ જીવોનો ઘાત થાય એવા પાપી જળે નાહું નહીં. જેમકે તળાવમાં, નદીમાં કે દરિયામાં નાહું નહીં. ખાબોચિયામાં કીડા પડ્યા હોય તેમાં પણ અજ્ઞાની જીવો નાહી લે છે. તેમાંનું પાણી પણ પી લે છે. પણ જેને હિંસાનો વિચાર છે તે તીર્થોમાં જાય અને નદીનું પાણી વાપરવું પડે તો પણ કિનારે બેસી કોઈ વાસણ કે તપેલીમાં તે પાણી ગાળીને પછી નાહાય. એમ કરવાથી જેટલું પાણી તે વાપરે તેટલા સાથે જ એને સંબંધ હોય. જો નદી આદિમાં નાહવા જાય, અંદર પડે તો ઘણાં જીવોની હિંસા થાય છે.
પ્રાતઃકાળની આલોચનામાં જણાવ્યું છે કે- “નદીયનિ બિચ ચીર ઘેવાયે, કોસનકે જીવ મરાય.” નદીમાં જઈ નાહવાથી એક કોસ સુથીના જીવોની ઘાત થાય છે. જ્યાં સુધી તેના શરીરને સ્પર્શેલું મેલું પાણી જાય ત્યાં સુધી પાણીના જીવો મરી જાય છે. માટે અણગળ એવા પાપી જળે નાઠું નહીં.
એક બાઈનું દૃષ્ટાંત - નદીએ નાહવાનું ફળ. એક બાઈ દરરોજ સવારમાં વહેલી ઊઠી નદીએ નાહવા જતી, ત્યારે રસ્તામાં ભજન બોલતી બોલતી જતી. પછી સવારે નાહીને આવી માથું ઓળવા બેઠી, ઓળતાં ઓળતાં વાળમાંથી નાના માછલાં નીકળ્યાં, તે જોઈ તેને થયું કે આજે તો બહુ પાપ થયું, માટે લાવ કોઈ જ્ઞાની ગુરુ પાસે જઈ એનું પ્રાયશ્ચિત્ત લઉં. તેથી એક જ્ઞાની મુનિ પાસે જઈ તેણે તે
૫૮