________________
સાતસો મહાનીતિ
ઉપરના પહેલા દેવલોક સૌથર્મકલ્પ સુઘી અને નીચેની પહેલી નરક સુઘીનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તથા તીછલોકમાં લવણ સમુદ્રના ક્ષેત્ર સુથી જોઈ શક્યા.
જ્યારે ઊંઘ ઊડી જાય ત્યારે સારી વિચારણા આવી શકે, કારણ બઘા સૂતા ' હોય તેમજ આપણું મગજ પણ બીજા વિકલ્પોથી શાંત થયેલું હોય તેથી ઉત્તમ વિચારોમાં મનને પરોવવું પણ ભોગોમાં મનને જવા દેવું નહીં. ૩૮૩. ઊંઘમાંથી ઊઠી જમવું નહીં.
- ઊંઘમાંથી ઊઠી રાત્રે ભોજન કરવું નહીં. કોઈને એવી ટેવ હોય કે અર્ધી રાત્રે પણ ઊઠીને ખાય. તેથી રાત્રિભોજનના ઘણા દોષ લાગે. માટે તેમ કરવું નહીં.
“યોગશાસ્ત્ર'માંથી - “જે ભોજનમાં અનેક જીવો એકઠા મળ્યા છે તેવા રાત્રિભોજનને ખાનારા મૂઢ જીવોને રાક્ષસોથી જુદા કેમ પાડી શકાય? અર્થાત્ રાક્ષસોથી તેમાં વિશેષતા કાંઈ નથી.
દિવસે અને રાત્રે જે માણસ ખાતો જ રહે છે તે શિંગડા અને પૂંછડા વિનાનો પ્રગટ રીતે પશુ જ છે.
જે રાત્રિભોજનના દોષનો જાણ માણસ દિવસની શરૂઆતની અને દિવસના અંતની બે ઘડી મૂકીને ભોજન કરે છે તે પુણ્યનું ભાજન થાય છે.
દિવસે ભોજન કરે છે, પણ રાત્રિભોજન ત્યાગનો નિયમ ન કરેલો હોવાથી (પચ્ચખાણના) કારણ સિવાય ફળ મળતું નથી. લોકમાં પણ એ ન્યાય છે કે વ્યાજની બોલી કર્યા સિવાય મૂકેલી થાપણનું વ્યાજ મળતું નથી.
જે મનુષ્યો દિવસને મૂકીને રાત્રિમાંજ ભોજન કરે છે તે જડ મનુષ્યો માણેકનો ત્યાગ કરી કાચ ગ્રહણ કરે છે. દિવસ વિદ્યમાન છે, છતાં જે કલ્યાણની ઇચ્છાએ રાત્રે ભોજન કરે છે, તે મીઠા પાણીના ક્યારા ભરેલા છે છતાં પણ ખારી જમીનવાળા ક્ષેત્રમાં ડાંગર વાવે છે તેના જેવું કરે છે.
રાત્રિભોજન કરવાથી મનુષ્યો ઘુવડ, કાગડા, બિલાડી, ગીઘ, સાબર, ભૂંડ, સર્પ, અને વીંછી પ્રમુખપણે ઉત્પન્ન થાય છે.
જે માણસ નિરંતર રાત્રિભોજનથી વિરતિ કરે છે તેને ઘન્ય છે. માણસનું અર્થે આયુષ્ય અવશ્ય ઉપવાસમાં વ્યતીત થાય છે. કેમકે આઠ પ્રહરના અહોરાત્રમાં ચાર પ્રહરનો તેને ઉપવાસ થયો, તેથી જ્યારથી રાત્રિભોજનનો ત્યાગ કર્યો ત્યારથી અર્થે આયુષ્ય ઉપવાસમાં વ્યતીત થયું એમ કહી શકાય. રાત્રિ ભોજન ત્યાગ કરવામાં જે ગુણો રહેલા છે તે સર્વ કહેવાને સર્વજ્ઞ સિવાય બીજો કોઈ સમર્થ નથી.” (પૃ.૧૫૪) ૩૮૪. શૌચક્રિયા પહેલાં કોઈ ક્રિયા કરવી નહીં.
સવારમાં ઊઠીને પહેલા મળમૂત્રનો ત્યાગ કરવાથી ચિત્તની સ્થિરતા સારી રહી શકે. ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણમાં પણ ઉલ્લાસ અને એકાગ્રતા આવી શકે. નહીં તો વચમાંથી ઊઠવું પડે. માટે સર્વ પ્રથમ શૌચક્રિયા કરી લેવી.
“પુષ્પમાળા વિવેચન'માંથી - શૌચક્રિયા – આ દેહની આવશ્યક ક્રિયા છે તેથી એ પતાવી દીથી તો એના સંબંધી વિચાર ન આવે. શરીરનું કામ પરવારી પછી -
ભગવદ્ ભક્તિમાં લીન થઈ ક્ષમા યાચ - રાત્રિ સંબંધી જે કંઈ દોષો થયા હોય તેનો વિચાર કરી,
૨૭૭