________________
સાતસો માનીતિ
છોકરાએ કહ્યું મારે રાત્રે ખાવું નથી. એમ કહી તે સૂઈ ગયો. થોડીવારે યક્ષે માયાથી સૂર્યોદય કર્યો અને છોકરાને જગાડ્યો અને કહ્યું કે દિવસ ઊગી ગયો છે. પરંતુ છોકરાએ જાણ્યું કે આટલો વહેલો સૂરજ ઊગે નહીં. હજી મારી આંખોમાં ઉંઘ છે. આ તો કોઈ દેવ માયા જણાય છે એમ યક્ષે ત્રણ વખત દેખાડ્યું પણ તે ચળ્યો નહીં. પછી સવાર થતાં યક્ષે પારણું કરાવ્યું. અને બાજુના શહે૨નું તેને રાજ્ય અપાવ્યું. ઘરે રહેલા નાનાભાઈને સાયંકાળે એટલે સૂર્યાસ્ત પછી ભોજન ક૨ેલ છતાં ભોજનમાં કંઈ ખાવામાં આવ્યું કે તેથી તેનું શરીર ચારણી જેવું થઈ ગયું. બેભાન જેવો તે પડી રહે છે. માબાપ દુઃખી થઈ ગયા. પૈસો પણ દવામાં પૂરો થયો. એનો પિતા ફરતો ફરતો તે જ શહેરમાં આવ્યો જ્યાં પોતાનો પુત્ર રાજા થયેલ છે. તેણે પિતાની આવી હાલત જોઈ પોતાની પાસે બોલાવ્યા. અને બધી હકીકત જાણી. પછી યક્ષની સહાયથી પોતાના ભાઈ પાસે જઈ પાણી છાંટતા તે ઊંઘમાંથી ઊઠતો હોય તેમ બેઠો થયો. પછી ઘરના બધાને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ અને રાત્રિભોજનનો ત્યાગ કર્યો. ૩૮૧, અરુણોદયે ભોગ ભોગવવો નહીં.
સવારમાં ઊઠીને પ્રભુનું સ્મરણ કરવું, ભક્તિ કરવી તથા સ્વાધ્યાય કરવો. તેમજ ચિત્ત શાંત થઈ ગયેલું હોવાથી ઉત્તમ વિચારો કરી જીવનને ઘડવું. પણ ભોગ ભોગવવો નહીં.
=
‘ધર્મામૃત'માંથી “જેમ પ્રભાતે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને આજે શું કરવા યોગ્ય છે? ઇત્યાદિ વિચારણારૂપ સમાધિને કરે છે, કારણ કે સારી નિદ્રાથી પ્રસન્ન થયેલ ચિત્તમાં યથાર્થ સદ્વિચારો પ્રતિબિંબિત થાય છે. (પૃ.૧૦૬)
*મોક્ષમાળા વિવેચન'માંથી :– “સામાન્ય એટલે બધાને કરવા યોગ્ય. પ્રભાત પહેલાં એટલે અજવાળું થાય તે પહેલાં બ્રાહ્મ મુહુર્તમાં – લગભગ પાંચ વાગે ઊઠીને મંત્રસ્મરણ કરે, તેથી સ્વપ્ન વગેરેથી વિક્ષેપ થયો હોય તે મટી જાય. પાપવ્યાપાર-જેથી પાપ થાય એવી પ્રવૃત્તિ ચૂલો સળગાવવો વગેરે કરવાની ઉતાવળ ન કરતાં પ્રથમ રાત્રિસંબંધી પ્રતિક્રમણ કરવું. પાપ થાય એવાં કામ કરવાના ભાવ દૂર કરવા અને થયેલા દોષોનું પ્રતિક્રમણ કરવું.'' (પૃ.૧૩૪)
૩૮૨. ઊંઘમાંથી ઊઠી ભોગ ભોગવવો નહીં.
રાત્રે ઊંઘ ઊડી ગઈ હોય તે વખતે ભોગ સંભારવો નહીં, પણ આપણી જિંદગીનો વિચાર કરવો કે આટલી ઉંમર થઈ છતાં ભોગની ઇચ્છા કેમ નિવૃત્ત થતી નથી. શું કરું તો એ નિવૃત્ત થાય? આખી જિંદગી સુધી ભોગ વિલાસમાં જ પડ્યો રહીશ તો છેવટે દુર્ગતિમાં જવું પડશે.
આનંદ શ્રાવકનું દૃષ્ટાંત અડધી રાત્રે આનંદ શ્રાવકને આવેલો ઉત્તમ વિચાર આનંદ શ્રાવકને ભગવાન મહાવીર મળ્યા પછી વીસ વર્ષે અર્ધી રાત્રે એકવાર ઊંઘ ઊડી ગઈ, ત્યારે વિચાર કરવા લાગ્યા કે ભગવાન મળ્યાને વીસ વર્ષ થઈ ગયા છતાં મેં કંઈ કર્યું નહીં. હવે તો આત્મતિમાં જ તત્પર થવું. રોજની તો આરાધના કરતા જ હતા પણ હવે વિશેષ આરાધના કરવાની ઇચ્છા જાગવાથી વિચાર કર્યો કે સવારના ઊઠીને સમાજને બોલાવી કહેવું કે હું હવે સર્વ પ્રકારના વ્યવહારનો ત્યાગ કરી મારા આત્મતિમાં પ્રવર્તવાની ઇચ્છા રાખું છું; તેથી હવે કંઈપણ કામ હોય તો તમારે મારા પુત્રને પૂછવું. સવારમાં સમાજને ભેગો કરી આ પ્રમાણે વાત સમજાવી બધાને જમાડીને મોકલ્યા. પછી આનંદ શ્રાવક ઘરથી નિવૃત્ત થઈ ઉપાશ્રયમાં જઈને બેઠા. ત્યાં એવી ઉત્કૃષ્ટ આરાધના કરી કે જેથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે વડે
-
૨૭૬