________________
સાતસો મહાનીતિ
આવ્યા અને સેવકો દ્વારા નગરમાં ઘોષણા કરાવી કે- “થાવાકુમાર દીક્ષા લેવા માટે તૈયાર થયા છે. માટે નગરજનો માંહેના કોઈને પણ પોતાના આત્મોદ્ધાર માટે દીક્ષા લેવી હોય તે તૈયાર થાય અને તેમના કુટુંબના ભરણપોષણની સર્વ વ્યવસ્થા મહારાજા શ્રીકૃષ્ણ કરશે.
આ ઘોષણા સાંભળીને થાવસ્ત્રાપુત્ર સાથે દીક્ષા લેવા માટે એક હજાર પુરુષો તૈયાર થયા. શ્રીકૃષ્ણ મહારાજાએ તે સર્વની દીક્ષાનો મહોત્સવ ખૂબ ઘામધૂમપૂર્વક કર્યો અને ઉત્સાહપૂર્વક તે સર્વને ભગવાન નેમિનાથ પાસે લાવ્યા. ભગવાનની સેવામાં હાજર થઈને સર્વે દીક્ષાભિલાષીઓ સાથે થાવગ્યાકુમારે પોતાના બહુમૂલ્ય વસ્ત્રાલંકારો ઉતાર્યા અને સાધુનો પુનિત વેશ ધારણ કરીને દીક્ષા આપવાની પ્રભુને વિનંતી કરી. ભગવાને નિર્ઝન્થ દીક્ષાથી દીક્ષિત કર્યા અને સંયમના નિયમો સમજાવી તેનું સુંદર રીતિએ અને દઢતાપૂર્વક પાલન કરવાનું થાવસ્યાકુમારને ભગવાને ઉદ્ઘોઘન કર્યું. (પૃ.૬૭)
એમ થાવસ્યાકુમારની જેમ તુચ્છ સંભોગનો ત્યાગ કરી આત્માનું કલ્યાણ કરું. ૩૭૮. ખેદમાં ભોગ ભોગવવો નહીં.
ખેદમાં સ્મરણ, ભક્તિ અથવા વાંચન વિચાર કરું, તેથી મન શાંત થાય અને ભોગો પ્રત્યે વૈરાગ્ય આવે. આવા ભોગો તો અનંતકાળથી જીવ ભોગવતો આવ્યો છે, છતાં તૃપ્તિ થઈ નહીં, એમ વિચારીને ભોગો પ્રત્યે રહેલી આસક્તિનો ત્યાગ કરે; પણ તેને એવું નહીં. ૩૭૯. સાયંકાળે ભોગ ભોગવવો નહીં.
સાયંકાળ એ દેવવંદન, પ્રતિક્રમણ, ભક્તિ કરવાનો સમય છે. આખા દિવસમાં મેં શું શું પાપ કર્યા તેની તે વખતે સ્મૃતિ કરી પશ્ચાત્તાપ કરું કે આવા પાપોના કામો મેં ન કર્યા હોત તો કેવું સારું ! એમ વિચારી પાપથી પાછા હટવાનો તે સમય છે. ૩૮૦. સાયંકાળે જમવું નહીં.
સાયંકાળે એટલે સંધ્યા સમયે સૂર્યાસ્ત થઈ ગયા પછી પણ અજવાળા જેવું લાગે પણ રાત્રિની શરૂઆત થઈ ગઈ હોવાથી તે સમયે જમવા બેસે તો રાત્રિભોજનનો દોષ લાગે. માટે સાયંકાળે જમવું નહીં.
હંસ અને કેશવનું દૃષ્ટાંત – એ બે ભાઈઓ હતા. તેઓને એક મુનિ મળ્યા. તેમની પાસે બન્ને ભાઈઓએ રાત્રિભોજન ત્યાગવ્રત લીધું. પણ તેઓને ઘેર રોજ બઘા રાત્રે જ જમે. તેથી વહેલું ખાવા બનાવે નહીં. એમ બે દિવસ ખાધા વગર નીકળ્યા પછી બન્ને ભાઈઓએ કહ્યું કે આજે હેલું ખાવા કરજો. પરંતુ ઘરવાળાઓએ રોજ કરતાં વધારે મોડું ખાવા કર્યું. એથી બન્ને ભાઈઓને ખાવા ન મળ્યું. એમ કરતાં કરતાં પાંચ ઉપવાસ થઈ ગયા. તેમાંથી એક ભાઈ થાકી ગયો. અને માતાપિતાના આગ્રહથી રાત્રે ખાધું. ત્યારે ઘરના માણસો કહેવા લાગ્યા કે આ છોકરો સમજણો છે અને બીજો નથી છોડતો તેથી હઠીલો છે. છતાં તેણે વ્રત ભાંગ્યું નહીં. તેથી રોજ કામ કરાવવા બહાર મોકલે અને સાંજે ઘેર આવે ત્યારે રાત પડી જાય. એમ કરતાં કરતાં દસ ઉપવાસ થયા. તો પણ વ્રત ન ભાંગ્યું. તેથી ઘરવાળાઓએ કહ્યું કે જા અમારા ઘરમાંથી જતો રહે. તે છોકરો ઘરથી રવાના થયો. રસ્તામાં એક યક્ષ તેની પરીક્ષા લેવા આવ્યો. રાત્રિનો સમય હતો. યક્ષે દેવમાયાથી નાના પ્રકારના ભોજનો બનાવ્યાં. પછી તે છોકરાને કહ્યું કે આ કેવાં સરસ ભોજન પડ્યાં છે. આ બધા તમારે માટે બનાવ્યા છે. માટે ખાઈ લ્યો. ભૂખ્યા શા માટે રહો છો? પણ તે
૨૭૫