________________
સાતસો મહાનીતિ
રહેતી હતી. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું. તેને થાવસ્યાકુમાર નામનો એક પુત્ર હતો. તે ઘણો બુદ્ધિશાળી હતો. તેણે બાલ્યકાળમાં અનેક વિદ્યાકળાઓ સંપાદન કરી હતી.
યુવાવસ્થા થતાં માતાએ તેનું બત્રીસ કન્યાઓ સાથે પાણીગ્રહણ કરાવ્યું હતું. થાવસ્યાકુમાર આ ૩૨ સૌંદર્યવતી સ્ત્રીઓ સાથે સંસારના અનેક પ્રકારનાં સુખો ભોગવતો સુખપૂર્વક રહેતો હતો.
તે સમયે રરમાં તીર્થંકર નેમિનાથ ભગવાન દ્વારિકા નગરીમાં પધાર્યા. ત્યાં થાવચ્ચકુમાર દેશના સાંભળવા ગયા. થાવસ્યાકુમાર પર ભગવાનની દેશનાની જાદુઈ અસર થઈ. તેનું મન સંસારથી ઉદ્વેગ પામ્યું. ભોગાદિ વિષયો તેને વિષ સમાન લાગ્યા. સાંસારિક સુખો તેને એકાંત દુઃખદાતા માલમ પડ્યા. પરિષદની સાથે સાથે થાવગ્ગાપુત્ર પણ પોતાને ઘેર આવ્યા અને માતાને નીચે પ્રમાણે કહેવા લાગ્યા : માતાજી! આજે ભગવાન નેમિનાથના ઉપદેશે મારા હૃદયમાં ખૂબ અસર કરી છે. મારું મન સંસારથી ઉદ્વેગ પામ્યું છે એટલે હું આ સંસારરૂપ સમુદ્રમાં સ્નાન કરી ભવભ્રમણરૂપ દુઃખ વિસ્તારવા ઇચ્છતો નથી, સંસારના ક્લેશોમાં હવે વધુ વખત રહેવા માગતો નથી. માટે કૃપા કરી મને સંસારરૂપ સમુદ્રને તારનારી એવી ભગવતી દીક્ષા લેવાની અનુમતિ આપો.
આ સાંભળી માતાનું હૃદય એકાએક ભેદાયું. પોતાના એકના એક પુત્રને સંસારના સુખો ભોગવવા માટે તેણે વારંવાર આમંત્રણ કર્યું અને દીક્ષિતાવસ્થાના પરિષહોનું આર્દ્ર હૃદયે વર્ણન કર્યું. પરંતુ જેને સંસાર પ્રત્યે તિરસ્કાર ઊપજ્યો છે, જેનું હૃદય વૈરાગ્યરસથી ભરપૂર બન્યું છે એવા થાવચ્ચપુત્રના મનનો સંકલ્પ ફેરવવા માટે માતાના શબ્દો સમર્થ બની શક્યા નહીં. પરસ્પરની દલીલોમાં થાવસ્યાકુમારનો વિજય થયો, તેથી માતાએ આખરે સંમતિ આપી.
થાવગ્યાકુમારને મળવા મહારાજા શ્રીકૃષ્ણ પધાર્યા. મહારાજાએ એક સુંદર બેઠક પર સ્થાન લીધા પછી, થાવસ્યાકુમાર પ્રત્યે કહ્યું – હે ભદ્ર! મેં આપની માતા દ્વારા જાણ્યું છે, કે આપ પવિત્ર એવી દીક્ષાને પંથે સંચરી રહ્યા છો. ખરેખર! દીક્ષા એક ઉત્કૃષ્ટ આત્મોદ્ધારનો માર્ગ છે, પરંતુ તમારી ઉંમર આજે દીક્ષાને યોગ્ય નથી. માટે હમણાં તો તમે વિષયજન્ય સુખો ભોગવો અને આપની માતાને સંતોષ આપો. વળી તમને તે દરમ્યાન કોઈપણ જાતનું કષ્ટ પડે તો મને કહેજો એટલે હું તમને હંમેશને માટે સુખી બનાવવાનો પ્રયત્ન કરીશ.
મહારાજા શ્રીકૃષ્ણનું નિવદેન સાંભળી થાવસ્ત્રાપુત્રે કહ્યું : સ્વામિન્! આપે મારા પ્રત્યે જે લાગણી દર્શાવી તે માટે હું આપનો અત્યંત આભારી છું. ખરેખર, હું આજે ખૂબ દુઃખ અનુભવી રહ્યો છું અને તેથી જ હું સંયમના માર્ગે વળવા ઉઘુક્ત બન્યો છું. મહારાજા! મને આજે મુખ્ય બે પ્રકારનાં દુઃખો સંતપ્ત કરી રહ્યાં છે. એક તો એ કે, મને ભય છે કે થોડાક વખત બાદ વૃદ્ધાવસ્થારૂપ દુઃખ મારા ઉપર તૂટી પડશે અને મારી આ યુવાવસ્થાને છીનવી લેશે અને બીજું મૃત્યુરૂપી દુઃખ તો મને ક્ષણે ક્ષણે સંતાપી રહ્યું છે, તે ક્યારે અહીં આવી પહોંચશે અને મારા સઘળાં સુખોને છિન્ન ભિન્ન કરી દેશે તેની મને ખબર નથી. કૃપાળુ દેવ! આપ એ બન્ને કષ્ટથી ઉગારવા સમર્થ હો તો ખુશીથી હું આપની આજ્ઞા શિરોમાન્ય કરવા તૈયાર છું.
કુમારનું આ કથન સાંભળી મહારાજા કૃષ્ણ વિચારમગ્ન બની ગયા. તેઓ બોલ્યાઃ દેવાનુપ્રિયે! તમે જે શત્રુઓની વાત કરી તેનાથી તમને ઉગારવા માટે ખરેખર હું શક્તિમાન નથી. આ પ્રકારના બે કષ્ટો, જે તમે વર્ણવ્યાં છે તે તો કર્મસમૂહનો નાશ કરવાથી જ દૂર થઈ શકે છે. એમ કહી શ્રીકૃષ્ણ થાવસ્યાકુમારને ભાગ્યશાળી માની તેની પ્રશંસા કરી. ત્યારબાદ ત્યાંથી રજા લઈને શ્રીકૃષ્ણ પોતાના મહેલે
૨૭૪