SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ અવિવેકને લઈને પરવસ્તુનું માહાભ્ય છે. સત્સંગે વિચાર જાગે. વિચારથી વિવેક આવે તો પરવસ્તુનું માહાસ્ય ઘટે. પંચેન્દ્રિયોના વિષયો તે પાંચ સાપ છે. ઉપર ઉપરથી સારા લાગે પણ એની સાથે રમે તો મરણ પામે. એક એક ઇન્દ્રિયવિષયને લીધે જીવો મરી જાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પાંચ ઇન્દ્રિયોના વિષયો દુઃખકારી છે, તેનો વિચાર કરે તો પછી એમાં વિશ્વાસ ન આવે. પાંચે ઇન્દ્રિયોમાં એક જિલ્લા ઇન્દ્રિય વશ થાય તો બીજી બધી ઇન્દ્રિયો વશ થાય. સવિચાર બઘાનો આધાર છે. જિલ્લા ઇન્દ્રિયમાં આસક્ત થાય તો પછી એને જીભ ન મળે. એકેન્દ્રિય થાય. આગળ પાછળનો વિચાર કરે તો આસક્તિ ન થાય.” (પૃ.૨૭૪) “બોઘામૃત ભાગ-૩'માંથી :- “ઇંદ્રિયોની તૃષ્ણા, બળતરાથી જીવ ગભરાઈ જાય છે; જ્ઞાની પુરુષોનાં વચનો વિષયોનું વિરેચન કરાવનાર હોય છે. તૃષ્ણારૂપ બળતરા મટાડવાની ખરી ઔષધી એ જ છે પણ તે સમજીને અંતરમાં ઉતારે ત્યારે શાંતિ થાય; પણ તે સમજવામાં વાર લાગે, વિચાર પહોંચે નહીં, સત્સંગ હોય નહીં ત્યારે જીવ ગભરાઈ જાય છે અને સાચો ઉપાય કરવાનો પડી મૂકી, પાણી પીને પેટ ભરી ભૂખની રુચિ બગાડી દેવા સમાન ઇંદ્રિયોને પોષવાની સામગ્રીના વિચારોમાં, તેવી વાતો કરનારની વાતો સાંભળવામાં અને વિકાર પોષવામાં કાળ ગાળી સત્સંગની રુચિને મંદ કરી દે છે અને વિષયસામગ્રી જ સુખ આપશે એવી ભાવના સેવ્યા કરે છે, તે પાણી વલોવવાથી માખણની આશા રાખ્યા સમાન નિરર્થક અને માત્ર શ્રમ આપનાર જ છે. માટે ખારા ઝેર જેવા સંસારમાં ક્યાંય, કોઈ ભવમાં સુખ નથી એવો દ્રઢ નિશ્ચય કરી, તે સંસારનાં મૂળ ઉખેડી નાખે તેવા સત્સંગમાં જ ચિત્ત વારંવાર આણવાની જરૂર છેજ.” (બો.૩ પૃ.૨૧૬) “ઇન્દ્રિય વિષયોની વાસનાએ આ જીવનું જેટલું ભૂંડું કર્યું છે તેટલું કોઈએ કર્યું નથી. અનંતકાળ તેથી રઝળવું પડ્યું અને પોતે પોતાનો વેરી થયો, તે વિચારી હવે તે શત્રુ તરફની ગમે તેવી લલચાવતી ભેટો પણ ઝેર જાણી તે તરફ વૃત્તિ કરવા યોગ્ય નથીજી.” (બો. ૩ પૃ.૨૮૮) પ્રશ્ન- આ જીવની વિષયવાસનાની હાનિ ક્યારે થશે? ઉત્તર – લોખંડ વાંકુ વળી ગયું હોય પણ તપાવીને ઘણ મારે તો સીધું થઈ જાય. તેમ જ આપણા વિષયાસક્ત જીવને ઇંદ્રિયદમનરૂપી તપમાં તપાવીને ઉપર સપુરુષના બોઘરૂપી ઘણના પ્રહારની જરૂર છે. પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિજીની ૧૦૩મી ગાથામાં જણાવ્યું છે કે “હણે બોઘ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” તથા પ.ઉ. પ્રભુશ્રીજીએ વિષયથી છૂટવા તપશ્ચર્યાદિ પાંચ વર્ષ સુધી ઉપાયો કર્યા, પણ છેવટે પરમકૃપાળુદેવે રસ જીતવો, રસાદિની લોલુપતા મટાડવાના ઉપાયોરૂપી બોધ કર્યો, તે પ્રકારે તેઓશ્રીજીએ એકનિષ્ઠાએ આજ્ઞા ઉપાસી વિષયથી વિજય મેળવ્યો; તેવી જ રીતે આપણ વિષયાસક્ત જીવોને જીલ્લાઇંદ્રિયની લાલસા છોડાવવા મહાપુરુષો ફરમાવે છે કે જે વસ્તુ ઉપર આપણને વધારે રુચિ હોય તે વસ્તુ આપણા ભાણામાં આવી ગઈ હોય તો બીજાને આપી દેવી અથવા સ્વાદરહિત કરી વાપરવી. સાંભળવા કે વાંચવા માત્રથી નહીં, પણ જ્યારે આ પ્રમાણે બોથ ગ્રહણ કરી રસેંદ્રિયના સ્વાદ છોડવાનું વર્તનમાં મુકાશે ત્યારે જ વિષયવાસનાની હાનિ થશે.” (બો.૩ પૃ.૩૪૦) “શ્રી જ્ઞાતાસૂત્રની કથાઓ'માંથી - ભગવાનના ઉપદેશથી ભોગો પ્રત્યે વિરક્તિ થાવસ્યા પુત્રનું દ્રષ્ટાંત - દ્વારિકા નગરીમાં થાવસ્યા નામની એક ગાથાપતિની (ગૃહસ્થ સ્ત્રી) ૨૭૩
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy