________________
સાતસો માનીતિ
સર્વે જીવો કર્મને આધીન છે. ત્યાં પારકી પંચાતમાં પડી પોતાનું મરણ બગાડવા યોગ્ય નથી. આત્માનું સમાધિમરણ થયું તો આખું જીવન સફળ છે. અનેક મહાપુરુષોને ઉપસર્ગ આવી પડ્યા. તે વખતે ઉપસર્ગ આપનાર પ્રત્યે દૃષ્ટિ કરી નથી, પણ સર્વ જીવને ખમાવી નિષ્કપાયી બની, બને તેટલો સમભાવ ધારણ કરી પોતાના આત્માની દયા ખાધી છે. માટે બધું ભુલીને આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ છ પદની શ્રદ્ઘા સાથે લઈ જવા જેવી છે. આમ જણાવી ઘર્મમાં દૃઢતા કરાવીને પતિનું મરણ સુધાર્યું હતું.
*સ્ત્રીનીતિ બોધક'માંથી :
“હળી મળી પિયુ સાથે પુત્રી, તું વર્તજે, વખત નકામો જાવા નહીં તું દઈશ જો; આળસ ને અજ્ઞાની જનને છાંડજે, ઘર તણી વાત ન કોને તું તો કહીશ જો. સાંભળ શાણી પુત્રી શીખ આ માહરી.” ૪ ‘ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :~ પતિ ઉપર હુકમ ચલાવવો યોગ્ય નથી શ્વેતાંગુલિ પુરુષનું દૃષ્ટાંત - (૧) એક પુરુષ પોતાની સ્ત્રીને વશ હતો અને તેના હુક્મ પ્રમાણે કરનારો હતો. તેણે સુધા લાગવાથી તેની સ્ત્રી પાસે ખાવાનું માંગ્યું; ત્યારે શય્યામાં સુતેલી તેની સ્ત્રી બોલી ક –‘જો તમારે વહેલું ખાવું હોય તો ચૂલામાંથી રાખ કાઢીને બાળવા માટે લાકડાં વિગેરે લાવી આપો, તો હું ઉતાવળી રાંધીને તમને જમાડું.' તે સાંભળીને તેણે હમેશાં તેમ કરવા માંડ્યું. દરરોજ ચૂલામાંથી રાખ કાઢવાથી તેની આંગળીઓ ઘોળી થઈ ગઈ. તેથી લોકમાં તેને સૌ શ્વેતાંગુલિ કહેવા લાગ્યા.
બગલા ઉડાવનાર પુરુષનું દૃષ્ટાંત – (૨) કોઈ સ્ત્રીને આધીન થયેલા પુરુષને તેની સ્ત્રીએ કહ્યું કે – “હમેશાં તમારે તળાવમાંથી પાણી ભરી લાવવું.’’ એટલે તે પુરુષ દિવસે પાણી લેવા જતાં લા તે આવવાથી રાત્રે તળાવ ઉપર પાણી ભરવા જતો. તેથી તળાવમાં રહેલા બગલાં ઊડી જતાં, માટે તે લોકોમાં બગલા ઉડાવનારના નામથી પ્રસિદ્ધ થયો. (પૃ.૧૪૪)
આમ પતિ ઉપર દાબ રાખું નહીં. પણ તેને પરમેશ્વર તુલ્ય માનું.
૩૭૭. તુચ્છ સંભોગ ભોગવવો નહીં. (ગૃ૦૩૦)
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – – “જ્ઞાનીઓ ઘણા ડાહ્યા હતા, વિષયસુખ ભોગવી જાણતા હતા, (પાંચે ઇંદ્રિયો પૂર્ણ હતી; પાંચે ઇન્દ્રિયો પૂર્ણ હોય તે જ આચાર્યપદવીને યોગ્ય થાય) છતાં આ સંસાર (ઇંદ્રિયસુખ) નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિષે શ્રેયપણું લાગવાથી તેઓ વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે.'' (પૃ.૭૬૬)
“જો ભવવાસ વિષે સુખ હોતો, તીર્થંકર કર કર્યું ત્યાગે; કાઠે કો શિવસાધન કરતે, સંયમ સો અનુરાગે,'
'બોધામૃત ભાગન'માંથી – “પ્રશ્ન – પાંચ ઇન્દ્રિયો શી રીતે વશ થાય?
પૂજ્યશ્રી – પાંચ ઇન્દ્રિયોના વિષયો જડ છે. પરવસ્તુના સંયોગથી ઉત્પન્ન થયેલા છે. ૫૨વસ્તુમાં આત્માનું હિત નથી. જે વસ્તુ જાણે નહીં, તેની કિંમત શી? જે વસ્તુ આપણી સાથે રહેવાની નથી, તેમાં આસક્તિ શી કરવી? એ આસક્તિથી જન્મમરણ થશે. એવો વિચાર આવે તો પાંચ ઇન્દ્રિયોના વિષયો તુચ્છ લાગે. બધાનો ખરો વિચાર એક સત્સંગે થાય છે. મોતને લઈને જગતની વસ્તુઓમાં માહાત્મ્ય છે.
૨૭૨