________________
સાતસો મહાનીતિ
ભગવાન પાસે ક્ષમા યાચ. કોઈ પ્રત્યે પોતે દોષો કર્યા હોય કે કોઈએ પોતાના પ્રતિ દોષ કર્યા હોય કે મન દુભાવ્યું હોય તેની મૈત્રીભાવ થવા માટે ક્ષમા યાચવી અને ક્ષમા
આપવી. કારણ કે પોતાના શુદ્ધ ભાવથી જ છૂટવાનું છે. ક્ષમાપના એ ચારિત્રનો અંશ છે. અર્થાત્ રાગદ્વેષ ઘટાડવાનો ઉપાય છે. (પુષ્પમાળા વાક્ય ૪૭) ૩૮૫. ક્રિયાની કોઈ જરૂર નથી. (પરમહંસ).
પરમહંસ એટલે સદા પોતાના સ્વરૂપમાં જ રમણતા કરે છે એવા મહાત્માઓને કોઈ બાહ્યક્રિયા કરવાની જરૂર નથી. પ્રતિક્રમણની ક્રિયા છે તે પાપથી પાછા હઠવા માટે છે. સામાયિક કરે છે તે સમભાવ લાવવા માટે છે. તપ છે તે ઇચ્છાને રોકવા માટે કરવામાં આવે છે. એવી ક્રિયાઓ કરીને જે મહાત્માઓએ સહજ સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું છે. તેને કોઈ બાહ્યક્રિયા કરવાની જરૂર નથી. ઉદયાથીન વર્તન છે એવા મહાત્મા પુરુષો બાહ્ય ક્રિયામાં લક્ષ આપે તો ઊલટા પોતાના સ્વરૂપથી બહાર આવવાનું થાય; તે ઉપરથી નીચે આવવા જેવું છે કારણ કે ક્રિયામાં વિકલ્પ છે અને આત્મસ્વરૂપમાં વિકલ્પ નથી. એવા મહાત્માઓને લોકો ઓળખી શકતા નથી.
શ્રી યશોવિજયજીનું દ્રષ્ટાંત – જેમ શ્રી યશોવિજયજી મહારાજ ડભોઈ ગામમાં હતા ત્યારે સ્વરૂપ તન્મયતાના કારણે બાહ્ય ક્રિયા કરતા નહીં, તે જોઈ લોકો એમ સમજવા લાગ્યા કે આ તો ગાંડા થઈ ગયા છે. એમ માનીને ઓરડામાં પૂરી દીધા. ત્યાં અંદર જ તેમનો સમાધિપૂર્વક દેહત્યાગ થયો.
પ.પૂ.પ્રભુશ્રીજીનું દ્રષ્ટાંત – ૫.પૂ.પ્રભુશ્રીજીએ સભામાં એકવાર કહ્યું કે – જ્ઞાની ભક્તિ કરે? પછી પોતે જ ઉત્તર આપ્યો કે અશુભથી બચવા જ્ઞાની પણ ભક્તિ કરે, સ્વાધ્યાય કરે કે ઉપદેશ આપે અથવા શાસ્ત્રોની રચના વગેરે પણ કરે. એ બઘા શુભભાવ છે તે એક રૂપિયાના દંડ સમાન છે. પણ પોતાના સ્વરૂપમાં રમણતા કરવી તે અપરાઘ નથી, તેથી ત્યાં કોઈ જાતનો દંડ ભરવો પડતો નથી; માટે પરમહંસને બાહ્યક્રિયાની કોઈ જરૂર નથી. પરમકૃપાળુદેવ પોતાની તેવી દશા એક પત્રમાં જણાવે છે. તે નીચે પ્રમાણે :
શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું; નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તો પણ ભલે અને ન હો તો પણ ભલે એ કંઈ દુઃખના કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જ સમે છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે.” (વ.પૃ.૨૨૪)
“એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન
૨૭૮