________________
સાતસો મહાનીતિ
નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્ર-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી; અમે દેહદારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્ય નથી. (વ.પૃ.૨૯૦)
“અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવસંતાપ” (નિત્યક્રમ) ૩૮૬. ધ્યાન વિના એકાંતે રહું નહીં. (મુગૃબ્રઉ૫૦)
નિર્વિકલ્પ ધ્યાન જ્ઞાની પુરુષો કરે છે. જ્યારે મુમુક્ષુઓ માટે વિચારરૂપ ધ્યાન કરવા કહ્યું. વિષયકષાય વડે ચિત્ત ભ્રમિત હોય ત્યારે એકાંતમાં રહું નહીં, પણ સત્સંગ કરું. વિષય કષાય મંદ હોય અને સ્વરૂપ ચિંતવન કરવું હોય કે પુરુષના વચનનું વિચારરૂપ ધ્યાન કરવું હોય તો એકાંત સ્થળમાં રહું કે જેથી વિક્ષેપ ઓછો રહે.
શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોઘની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોઘસ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દ્રઢ કરીને લાગે છે.” (વ.પૃ.૩૫૭)
“બોઘામૃત ભાગ-૧'માંથી - “શાસ્ત્રોમાં ધ્યાનના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. તેમાં શાસ્ત્રઆમ્નાય પ્રમાણે વર્ણન હોય, પરંતુ મુખ્ય ધ્યાન તો સપુરુષનાં વચનોમાં ચિત્ત રહે, મંત્રમાં ધ્યાન રહે કે પુસ્તકનું વાંચન કરીએ તેમાં એકાગ્રતા રહે, તે બધું ઘર્મધ્યાન જ છે. અમુક પ્રકારે અમુક આસનથી જ થાય તો ઠીક એવું કંઈ નથી. કષાય ઉપર સંસારનો બધો આધાર છે. અંતરાત્મા કષાય નિવારવાનું જ કાર્ય કર્યા કરે છે. હરતાં ફરતાં એમાં મન રહે તો તે ધ્યાન જ છે. અભ્યાસની ખાસ જરૂર છે. પરમકૃપાળુદેવને ઘણા ભવનો અભ્યાસ હતો એટલે સહેજે ધ્યાનમાં જ રહેતા હતા.” (પૃ.૩૧)
સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. ધ્યાન કરવા બેસે તો મને ક્યાંય તરંગમાં ચઢી જાય. ધ્યાન કરવાની ઇચ્છા હોય તો પ્રથમ ધ્યાન સમજવું જોઈએ. આત્મસ્વરૂપ ઓળખી અને બધા આત્માને સમાન દ્રષ્ટિથી જોઈ પછી ધ્યાન કરશો તો જે ધ્યાનની ઇચ્છા છે, તે પૂરી થશે. કોઈના દોષ જોવા નથી. સમજણપૂર્વક ધ્યાન થાય તો શુક્લધ્યાન થાય એવું છે.” (બો.૧ પૃ.૨૪૭)
પરમાત્મામાં ચિત્તને રોકવું એ મહાન ધ્યાન છે. જે ધ્યાન છૂટે નહીં તે શુક્લધ્યાન કહેવાય છે, એટલે મોક્ષ આપે એવું ધ્યાન. જ્યાં એકાગ્રતા હોય ત્યાં ધ્યાન છે. કેવલી ભગવાનની વૃત્તિ અખંડપણે આત્મામાં જ રહે છે. ઉપદેશ આપે તો પણ વૃત્તિ આત્મામાં જ રહે છે.” (બો.૧ પૃ.૧૭૩)
“મુમુક્ષુ – ધ્યાનમાં શું કરવું? પૂજ્યશ્રી – “ઔષઘ વિચાર ધ્યાન” એમ કહ્યું છે. પ્રથમ આત્મા છે. આત્મા મને દેહથી ભિન્ન
૨૭૯