________________
સાતસો મહાનીતિ
Tી લાગે છે કે કેમ? એમ વિચારવું, તે ધ્યાન છે. આત્મસિદ્ધિમાં છ પદ છે તેનો વિચાર કરવો.
આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ છ પદને વિચારી
છઠ્ઠા પદમાં પ્રવર્તવાનું છે. વિચારરૂપ ધ્યાન થયા પછી નિર્વિકલ્પ ધ્યાન થાય છે. નહીં તો ધ્યાન ન થાય, કલ્પના થાય. જેટલો આપણાથી બને તેટલો પુરુષાર્થ કરવો.” (બો.૧ પૃ.૨૮૬)
વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ,
રસ સ્વાદત સુખ ઊપજૈ, અનુભૌ યાકો નામ.” - બનારસીદાસ બોઘામૃત ભાગ-૩'માંથી – “હાથપગ જોડી બેસી રહેવું તે ધ્યાન નથી. ચિત્તની વૃત્તિ સારા વાચનમાં, મુખપાઠ કરવામાં, મુખપાઠ કરેલું બોલી જવામાં કે વિચાર કરવામાં રોકવી તે ધર્મધ્યાન છે. આ પ્રકારે સ્વાધ્યાય-ધ્યાન એ મહાન તપ છે. આત્મા સંબંધી જ્ઞાનીપુરુષે છપદના પત્રમાં; આત્મસિદ્ધિમાં કહેલ છે તેનો વિચાર કરી “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજાં કહીએ કેટલું? કર વિચાર તો પામ” એવી કડીઓમાં મનને રોકવું, મંત્રમાં ચિત્તને રોકવું તે પણ ધ્યાન છે. પરમકૃપાળુદેવનાં ચિત્રપટ આગળ બેસી તેમના ઉત્તમ ગુણો, પરોપકાર, આત્મલીનતા, અસંગતા, પરમાર્થચિંતન વગેરે “જીવનકળામાંથી જે વાંચ્યું હોય તેના વિચાર વડે પરમકૃપાળુદેવમાં લીનતા કરવી તે પણ ધ્યાન છે.” (બો.૩ પૃ.૬૪૯) ૩૮૭. લઘુશંકામાં તુચ્છ થાઉં નહીં.
લઘુશંકા એટલે મૂત્ર વિસર્જન કરવાની ઇચ્છા થઈ હોય તેને રોકવી નહીં. રોકવાથી શરીરને નુકસાન થાય, તેમજ ચિત્તની સ્થિરતામાં પણ બાળક થાય. એવી હાજતોને બહુ રોકવામાં આવે તો મરણ પણ થઈ જાય. પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરતા હોય તો પણ ઊઠીને શંકા નિવારણ કરવા મહાપુરુષોએ છૂટ આપી છે.
એક મુનિનું દ્રષ્ટાંત - એક મુનિને અર્ધી રાત્રે માતરું જવાની ઇચ્છા થઈ, પણ બહુ અંધારું હતું. જગ્યા શોધીને રાખેલી નહીં. રહેવાય નહીં પણ કરે શું? તે વખતે દેવે સૂર્યનો પ્રકાશ કર્યો તેથી લઘુશંકા દૂર કરીને આવ્યા. પછી પાછી રાત થઈ ગઈ. તે જોઈ મુનિ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે દિવસે જગ્યા શોધીને ન રાખી તેનું આ પરિણામ છે. માટે લઘુશંકા નિવારણમાં વિલંબ કરું નહીં. ૩૮૮. દીર્ઘશંકામાં વખત લગાડું નહીં.
દીર્ઘશંકા એટલે મળત્યાગ અર્થાત સંડાસ જવામાં વધુ વખત લગાડું નહીં. મોટે ભાગે પેટમાં અજીર્ણ હોય તો મળત્યાગ થતાં વાર લાગે. માટે સરળતાથી પચે એવું સાદું ભોજન કર્યું. જેથી શીધ્ર મળત્યાગ થાય અને શરીર સ્વસ્થ રહે. માટે દીર્ઘશંકામાં વધુ વખત જાય નહીં એવો ઉપાય કરું. ૩૮૯. ઋતુ ઋતુના શરીરધર્મ સાચવું. (ગૃ૦)
શરદીની કે ગરમીની કે ચોમાસાની ઋતુમાં પોતાના શરીરને કયો આહાર અનુકૂળ આવે છે, તે વિચારી આહાર ગ્રહણ કરું. જેથી શરીર બગડે નહીં અને શરીરમાં સ્ફર્તિ રહે. એમ આરોગ્યતા સાચવી વિશેષ ઘર્મધ્યાન કરું. શરીર સ્વસ્થ રહે એ પણ એક પ્રકારની સમાધિ છે. એમ કૃપાળુદેવે જણાવ્યું છે.
“ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી :- “ગૃહસ્થ ભોજન કરતી વખતે મંત્ર સ્મરણ કરી તથા પચખાણ સંભારીને ભોજન કરવું. ભોજન કરવાના સમયનું ઉલ્લંઘન કરવું નહીં. તેમાં પણ ચાલતી ઋતુને યોગ્ય આહાર લેવો. કહ્યું છે કે – “વર્ષાઋતુમાં લવણ અમૃત છે, શરદઋતુમાં આમળાનો
૨૮૦