________________
સાતસો મહાનીતિ
રસ અમૃત છે, વસંતઋતુમાં ઘી અમૃત છે અને ગ્રીષ્મઋતુમાં ગોળ અમૃત છે.”
“જમવા માટે જીવવું નથી, પણ જીવવા માટે જમવું છે. આ દેહથી આત્માર્થ સાથવો છે, તેમાં સાથ આપે તે માટે દેહને ખોરાક આપવો છે. માટે સાદું ભોજન કરવું ? અને તે પણ પ્રમાણસર કરવું. સાદું ભોજન પણ અધિક પ્રમાણમાં કરવું નહીં. અધિક ભોજન કરવાથી અજીર્ણ, વમન, વિરેચન વગેરે રોગો થાય છે. કહ્યું છે કે – “હે જીવ! જમવાનું અને બોલવાનું પ્રમાણ તું જાણી લે; કારણ કે અતિ આહાર કરવાનું અને અતિ બોલવાનું પરિણામ દારુણ આવે છે.” વળી કહ્યું છે કે “હિતકારી, મિત અને પક્વ ભોજન કરનાર, ડાબે પડખે સૂનાર, હમેશાં ચાલવાની ટેવવાળો, દસ્ત પેશાબને નહીં રોકનાર અને સ્ત્રીને વિષે મનને વશ રાખનાર એવો પુરુષ સર્વ રોગોને જીતે છે.” (પૃ.૭૯), ૩૯૦. આત્માની જ માત્ર ઘર્મકરણી સાચવું. (મુ)
સાચા મુનિ માત્ર પોતાના આત્માની જ ઘર્મકરણીને સાચવે છે. કારણ શરીરની મૂછનો તેમણે ત્યાગ કરેલ છે. પોતાનો આત્મા સ્વસ્વરૂપમાં કેમ સ્થિત રહે એ જ તેમનો સદૈવ પુરુષાર્થ છે. આત્મધ્યાનમાં વિશેષ ન ટકી શકાય ત્યારે સ્વાધ્યાય કે શાસ્ત્રલેખનમાં આત્મ ઉપયોગને રોકી ફરી ધ્યાનમાં સ્થિત થાય છે. એમ મુનિનો મુખ્ય ઘર્મ આત્મધ્યાન અને સ્વાધ્યાય છે.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪' માંથી :
ક્ષેમર્ષિ મુનિનું દ્રષ્ટાંત - ચિતોડગઢની પાસેના ગામમાં એક નિર્ધન શ્રાવક રહેતો હતો. તે તેલ લઈને વેચવા ચાલ્યો. રસ્તામાં પગ અલન થવાથી તે પડી ગયો. અને તેલનું કુડલું ભાંગી ગયું. લોકોને દયા આવવાથી પાંચ રૂપીયા આપ્યા. તેથી ફરીથી તેલ લઈ વેચવા ચાલ્યો. આ વખતે પણ પડી જવાથી વાસણ ભાંગી ગયું. તેથી યશોભદ્ર ગુરુ પાસે ઉપદેશ સાંભળી વૈરાગ્ય આવવાથી દીક્ષા લીધી. ગુરુ પાસે બઘી શિક્ષા પામી ગીતાર્થ થયા. ગુરુને કહ્યું કે “હે પ્રભુ! મેં વૈરાગ્યથી દીક્ષા લીધી છે માટે મન, વચન, કાયાની શુદ્ધિથી તેની પ્રતિપાલના કરવા ઇચ્છું છું. આપની આજ્ઞા હોય તો જે સ્થાને ઘણા ઉપદ્રવ થવાનો સંભવ હોય તેવા સ્થાને જઈને હું કાયોત્સર્ગે રહું.” ગુરુએ લાભ જોઈને માલવા દેશમાં જવાનું કહ્યું. ગુરુ તથા સંઘને ખમાવી માલવાદેશમાં ગયા. થામણોદ ગામની પાસે સરોવરની પાળ ઉપર કાયોત્સર્ગ કરીને ઊભા રહ્યા ત્યાંના બ્રાહ્મણ પુત્રો આવીને બોલ્યા કે આ ઉપદ્રવ આવ્યો એમ વિચારી લાકડી કે મુષ્ટિથી મુનિને બહુ ઉપદ્રવ કરવા લાગ્યા. ત્યાંના અધિષ્ટાક દેવતાએ બ્રાહ્મણ પુત્રોને બાંધી દીધા. પછી તેમના માતાપિતા ત્યાં આવી મુનિને કહેવા લાગ્યા કે હે ભગવન્! બાળકોને મુક્ત કરો. મુનિ તો ધ્યાનમાં લીન છે. દેવ એક બાળકના શરીરમાં પ્રવેશ કરીને બોલ્યો કે મુનિએ કંઈ કર્યું નથી. તેથી આ મુનિનું ચરણોદક લઈ આ બાળકોને છાંટશો તો તે બંધનથી મુક્ત થઈ જશે. તેમ કરવાથી બાળકો મુક્ત થયા.
ક્ષેમર્ષિમુનિ નિરંતર ઘર્મકરણીમાં જ રહેતા. એવા અભિગ્રહ લેતા કે કોઈ મિથ્યાત્વી રાજા, રાજ્યથી ભ્રષ્ટ થયેલો, મધ્યાહ્ન સમયે કંદોઈની દુકાને, પલાંઠી વાળીને બેઠેલો, પોતાના કાળા કેશને વિખેરતો, તીક્ષ્ણ ભાલાના અગ્ર ભાગવડે એકવીસ માંડા લઈને મને આપશે ત્યારે જ પારણું કરીશ. ત્રણ માસ અને આઠ દિવસે એ અભિગ્રહ પણ પૂરો થયો.
બીજો અભિગ્રહ આલાન સ્થંભને ઉખેડીને દોડેલો હાથી મુનિને જોઈ પ્રસન્ન થાય અને પોતાના સૂંઢ વડે પાંચ લાડવા આપે તો પારણું કરવું. પાંચ માસ અને અઢાર દિવસે એ અભિગ્રહ પણ પૂરો થયો. હાથીએ પાંચ લાડવા વહોરાવ્યા.
૨૮૧