________________
સાતસો મહાનીતિ
ત્રીજો અભિગ્રહ કાળી ખાંધવાળો, નાક પૂછ વિનાનો (નાક તૂટેલો અને બાંડો) બળદ
શીંગડા વડે ગોળ આપે તો પારણું કરવું. નહીં તો નહીં. તે અભિગ્રહ પણ પૂરો થયો.
? એવા અભિગ્રહ શા માટે લેતા હશે. પોતાને માત્ર આત્માની જ ઘર્મકરણીમાં રહેવું છે. આહાર મળે તોય ભલે ન મળે તોય ભલે. (પૃ.૩૦૪). ૩૯૧. અયોગ્ય માર, બંઘન કરું નહીં.
અયોગ્ય રીતે કોઈને મારું નહીં કે બાઘુ નહીં. શિષ્ય હોય કે પુત્ર હોય તેને સમજાવવા છતાં ન માને તો સુઘારવા માટે કદાચ થપ્પડ વગેરે આપે અથવા તેના હાથપગ બાંધે છતાં માતાપિતાના કે શિક્ષકના અંતરમાં દયાભાવ છે કે જો એને આમ શિક્ષા કરવામાં ન આવે તો એનું ભવિષ્ય બગડશે એમ વિચારીને જે કરવામાં આવે તે યોગ્ય છે.
પણ કોઈને એવી ટેવ પડી ગઈ હોય અને વગર કારણે માર મારે તે અયોગ્ય છે. ભૂલ થઈ ગઈ હોય ત્યારે શિક્ષા કરવામાં આવે તો તે ભૂલાય નહીં, અને ફરીવાર તેવી ભૂલ કરે નહીં એ આશયથી શિક્ષા કરવામાં આવે તો તે યોગ્ય શિક્ષા છે પણ અયોગ્ય રીતે કોઈને દુઃખ આપું નહીં.
શ્રી પુષ્પમાળા વિવેચનમાંથી - “જે જીવ, પ્રાણીને વઘ બંઘન કરવામાં તેમજ મારવામાં નિરંતર તત્પર હોય છે, અને જીવોને અતિ દુઃખ આપનાર હોય છે તે મૃગાવતીના પુત્રની જેમ સઘળા દુઃખના સ્થાનરૂપ થાય છે.” વઘ એટલે તાડનાદિ કરવા વડે પીડા ઉપજાવવી અને બંઘ એટલે દોરડા વગેરેથી સખત બંઘન કરવું તે.
રાષ્ટ્રકૂટનું દ્રષ્ટાંત – શતદ્વાર નગરમાં ઘનપતિ નામના રાજાનો રાષ્ટ્રકૂટ નામે એક સેવક હતો. તે પાંચસો ગામના અધિપતિ હતો. તે સાતે વ્યસન સેવવામાં ઘણી આસક્તિવાળો હતો. તે ઘણા આકરા કરોથી લોકોને પીડતો અને કાન, નેત્ર વગેરે છેદીને લોકોને ખૂબ હેરાન કરતો. તેથી તે જ ભવમાં તેના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, પેટમાં શૂળ, ભગંદર, હરસ, અજીર્ણ, નેત્રભ્રમ, મુખે સોજા, અન્ન પર દ્વેષ, નેત્રપીડા, ખુજલી, કર્ણવ્યાધિ, જલોદર અને કોઢ. એ દુઃખ ભોગવી તે પહેલી નરકે ગયો. ત્યાંથી આવી મૃગાવતીના પુત્રરૂપે અવતર્યો. એને મુખ નહીં હોવાથી એની માતા તેના શરીર ઉપર રાબ બનાવીને રેડે. તે શરીરના છીદ્ર દ્વારા અંદર પેસી પરુ અને રુધિરપણાને પામી પાછી બહાર નીકળે. ઘણા ભવોમાં આમ રખડીને પછી એક શેઠને ઘેર પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યાં સાધુના સંગથી ઘર્મ પાળી મરણ પામીને દેવતા થશે. ત્યાંથી ચવી અનુક્રમે સિદ્ધિપદને પામશે. માટે કોઈને અયોગ્ય માર કે બંઘન કરું નહીં. -ઉ.પ્રા.ભા.ભા.૧ (પૃ.૨૧) ૩૯૨. આત્મસ્વતંત્રતા ખોઉં નહીં. (મુગૃબ્ર) “સઘળું પરવશ તે દુખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ.” - આઠ દૃષ્ટિની સઝાય
પરાથીન સપને હું સુખ નાહીં.” મુનિ હોય કે બ્રહ્મચારી હોય તે કોઈના આઘારે જીવવાનું રાખે તો જેના આધારે રહ્યા હોઈએ તે જેમ કહે તેમ કરવું પડે. એના હાથ નીચે રહેવું પડે, તે મરણ જેવું દુઃખ છે. જેમ શ્રી આનંદઘનજી મહારાજને શેઠે કહ્યું કે અમે છીએ તો તમે છો. અમે પહેરવાના કપડાં, ખાવાપીવા વગેરેનું સાધન આપીએ છીએ તો તમારું જીવન ચાલે છે. તેથી અમારા આવ્યા પહેલાં વ્યાખ્યાન ચાલુ કરી શકાય નહીં. તેના
૨૮૨