________________
સાતસો મહાનીતિ
ફળસ્વરૂપ શ્રી આનંદઘનજી મહારાજે લોકસંગનો ત્યાગ કર્યો. એમ પરાધીનપણે ઘર્મ આરાઘન થઈ શકે નહીં, માટે આત્મસ્વતંત્રતા ખોઉં નહીં.
બોઘામૃત ભાગ-૩'માંથી :
સાધ્વી અવિચલશ્રીનું વૃષ્ટાંત – “પ્રારબ્ધ બે ડગલાં આગળનું આગળ હોય છે. નાની ખાખર રહો કે મોટી ખાખર, ક્યાંય માહાભ્ય રાખ્યા વિના, આત્મા એકલો જ છે, એકલો આવ્યો છે ને એકલો જવાનો છે, એ એત્વભાવના દ્રઢ કરી એકલવિહારીપણે વર્તવું પડે તો પણ નહીં ગભરાતાં, પરમકૃપાળુદેવ નિરંતર સમીપ જ છે એમ જાણી સમાધિભાવમાં વિક્ષેપ આણવો ઘટતો નથી. મૂળ પ્રમાદી સ્વભાવ તમારો, તેને તે પૈસાદાર કુટુંબ દ્વારા પોષણ મળે તે આત્માને અહિતનું કારણ જાણી પરમકૃપાળુદેવે દેહ છૂટતાં પહેલાં તેવી સગવડથી દૂર કર્યા. તે તેની પરમકૃપા માની, ફરી પૈસાદાર કુટુંબોનો સહવાસ સ્વપ્ન પણ ન હો એવી ભાવના શ્રી ઋભુરાજાએ ભગવાન પાસે કરેલી માગણી પ્રમાણે કર્તવ્ય છેજી. જેમ જેમ કહેવાતા ભાગ્યશાળી (પરમાર્થે અનાથ) કુટુંબોનો પરિચય ઓછો રહેશે તેમ તેમ અનાથતા દૂર થઈ પરમકૃપાળુદેવને નાથ તરીકે સહેલાઈથી સ્વીકારી સુખી થવાશે, એમ અનુભવ કરેલી વાત દર્શાવું છુંજી.
ભવિષ્યની એક પળનો પણ વિચાર કર્યા વિના વર્તમાનમાં જેમ નિર્મળ પરિણામ રહે તેમ એકલા વિચરી શકો તો વિશેષ શાંતિ અને આત્મબળ પ્રતીતિમાં આવશે. પછી જેવા સંયોગ ઉપસ્થિત થાય તેમ વર્તવામાં હરકત નથી. બીજા કોઈને માટે જીવવું નથી. એક પરમકૃપાળુદેવને શરણે નિઃસ્પૃહપણે જીવવું છે અને તેને જ શરણે નિર્ભયપણે દેહ પણ ત્યાગ કરવો છે. સદ્ગત શ્રી....નો બોજો લઈને ફરતાં હતાં તેથી હવે તો હલકાં થયાં છો. લોકલાજ દૂર કરી એક પરમકૃપાળુદેવને જ સહયોગી ગણી આટલો ભવ પૂરો કરવો છે; એમ કરવાથી વધારે સ્વતંત્ર અને સુખી થશો. જેને ગરજ હશે તે તમારો સહવાસ શોધશે. તમારે હવે કોઈની પાસેથી કંઈ લેવું નથી. મીરાંબાઈની પેઠે જૈન મીરાં બની જીવો, તેના ગુણગાનમાં મસ્ત બનો.” (પૃ.૬૯૧) ૩૯૩. બંઘનમાં પડ્યા પહેલાં વિચાર કરું. (સા)
જે સાઘક છે તે ત્રિવિઘ તાપરૂપ બંઘનમાં પડ્યા પહેલાં વિચાર કરે છે કે સંસારમાં પડવાથી મારા આત્માને શું શું નુકશાન છે અને શું શું ફાયદા છે તે બરાબર વિચાર કર્યા પછી લાગે કે હું સંપૂર્ણ ત્યાગ કરીશ તો પણ મને વાંધો આવે એમ નથી, કેમકે મારા ભાવ સારા રહે છે. એમ પૂરેપૂરી પોતાના મનની ચકાસણી કરી બ્રહ્મચારી વગેરે રહેવા માટેની છૂટક છૂટક પ્રથમ પ્રતિજ્ઞા અંગીકાર કરે, અથવા સંપૂર્ણ ત્યાગની મારી શક્તિ નથી તો ઘર્મકાર્યમાં અંતરાયરૂપ ન થાય એવું યોગ્ય પાત્ર શોથી ગૃહસ્થાશ્રમ અંગીકાર કરી મર્યાદાપૂર્વક જીવન જીવી, સવાર સાંજ ભક્તિ-ભજન, સ્વાધ્યાયમાં કાળ ગાળી જીવનને પવિત્ર રાખે. એમ ગૃહસ્થાશ્રમરૂપ બંઘનમાં પડ્યા પહેલા પૂર્ણ વિચાર કરું. ૩૯૪. પૂર્વિત ભોગ સંભારું નહીં. (મુગૃ૦)
પૂર્વે સંસાર અવસ્થામાં ભોગ ભોગવ્યા હોય તેની, મુનિપણું લીઘા પછી સ્મૃતિ કરું નહીં. નહીં તો વ્રત ભાંગવાનો અવસર આવે અથવા ગૃહસ્થ અવસ્થામાં પણ ઉંમર થયે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું હોય તો પૂર્વિત ભોગ સંભારું નહીં કે જેથી મન ઢીલું થઈ વ્રતમાં આંચ આવે.
૨૮૩