________________
સાતસો મહાનીતિ
આર્દ્રકુમારના પૂર્વભવનું દૃષ્ટાંત – પૂર્વભોગની સ્મૃતિથી વ્રત ભાંગવાની ઇચ્છા. આર્દ્રકુમારના જીવે પૂર્વભવમાં દીક્ષા લીધી હતી. તેની પત્નીએ પણ દીક્ષા લીધેલી. છતાં પૂર્વ ભોગોની સ્મૃતિ થવાથી તેને આર્દ્રકુમારના જીવે કહ્યું કે આપણે પાછા ઘરે જતા રહીએ. તે સાંભળીને સાધ્વી થયેલ પત્નીએ અનશન ગ્રહણ કરી દેહનો ત્યાગ કર્યો અને સ્વર્ગે ગઈ. જ્યારે આર્દ્રકુમારનો જીવ ભોગોની સ્મૃતિ થવા વિષેનું પ્રાયશ્ચિત્ત લીધા વિના દેહ ત્યાગ કરી દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવીને અનાર્યદેશમાં આર્દ્રકુમાર નામે રાજપુત્ર થયો. તેના પ્રતિબોધ અર્થે અભયકુમારે પંચધાતુની જિન પ્રતિમા મોકલી જાગૃતિ આપી. જેથી અનાર્યદેશમાંથી આર્ય દેશમાં આવીને દીક્ષા લઈ આર્દ્રકુમારે કલ્યાણ સાધ્યું.
ન
જંબુકુમારના પૂર્વભવનું દૃષ્ટાંત – પૂર્વિત ભોગોની સ્મૃતિથી ચિત્તમાં સ્થિરતાનો અભાવ. જંબુસ્વામીનો જીવ પૂર્વભવમાં ભવદેવ નામે હતો તથા ભવદત્ત તેનો ભાઈ હતો. ભવદત્તે સુસ્થિત આચાર્ય પાસે દીક્ષા લીધી. એક વખતે ભવદત્તમુનિ ભવદેવને ત્યાં વહોરવા આવ્યા. વળાવા આવતાં ભવદેવને તેઓ ઉપાશ્રયે લઈ આવ્યા. અને ગુરુને કહ્યું કે આને દીક્ષા આપો. ગુરુએ ભવદેવને પૂછ્યું કે તારે દીક્ષા લેવી છે? ભવદેવે વિચાર્યું કે મારા મોટાભાઈનું વચન ખોટું ન પડે તેથી કહ્યું કે હા લેવી છે. દીક્ષા લીઘી પણ મનમાં તો પોતાની સ્ત્રી નાગિલાના વિચાર આવ્યા કરતા અને પૂર્વિત ભોગોની સ્મૃતિ રહ્યા કરતી. જ્યારે મોટાભાઈ ભવદત્ત મુનિ સ્વર્ગે ગયા ત્યારે પોતે પોતાના ગામમાં આવ્યા અને એક બાઈને નાગિલાના સમાચાર આપવા જણાવ્યા. પણ તે પોતે જ નાગિલા હતી. તેણે કહ્યું કે હું પોતે જ નાગિલા છું. પણ તેણે મુનિનો અયોગ્ય આશય જાણી કહ્યું કે હે મહાત્મા મારા દેહમાં તમે શું લાવણ્ય જુઓ છો? ઇત્યાદિ ઘણો ઉપદેશ આપ્યો. તો પણ મુનિની આકિત મટી નહીં તેથી નાગિલાએ યુક્તિથી પોતાની સખીના પુત્ર । પાસે એક વાસણમાં દૂધ પીવડાવી વમન કરાવ્યું. પછી તે પુત્ર કહે છે કે હે માતા ! હું હમણાં બીજે જમવા જાઉં છું. પણ જ્યારે ભૂખ લાગશે ત્યારે હું આ વમન કરેલી ખીર ખાઈશ. તે સાંભળીને ભવદેવ મુનિ બોલ્યા – હે બાળક! વમન કરેલું તો શ્વાન ખાય. તે સાંભળીને નાગિલા બોલી – હે મહાત્મા ! તમે આવું જાણો છો છતાં વમન કરેલી એવી મને પાછી કેમ ચાહો છો? તમને લજ્જા કેમ આવતી નથી ? દુર્ગંધમય એવા મારા દેહમાં તમે સારું શું જાઓ છો? ઇત્યાદિ નાગિલાના યુક્તિયુક્ત વચનો સાંભળી પ્રતિબોધ પામેલા મુનિ ગુરુ પાસે જઈને ફરીથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી દૃઢતાથી પાળ્યું. તેથી પૂર્વિત ભોગોની સ્મૃતિ કરું નહીં.
૩૯૫. અયોગ્ય વિદ્યા સાધું નહીં. (મુગૃ‰૦૩૦)
જે વિદ્યા વડે આત્માનું હિત નથી તે વિદ્યાને સાધ્ય કરું નહીં.
આ કાળમાં સાધુઓ પણ એવી મેલી વિદ્યા સાધ્ય કરીને લોકોને ચમત્કાર બતાવે છે તથા તેમની સાંસારિક ઇચ્છાઓને પોષે છે. તેના માટે મંત્ર, તંત્ર, દોરાધાગા પણ કરી આપે. જેથી લોકો તેની પાછળ ફર્યા કરે. એવા કહેવાતા સાધુઓથી હમેશાં દૂર રહેવું. તેમનો કદી પણ સંગ કરવો નહીં. ૩૯૬. બોધું પણ નહીં.
અયોગ્ય વિદ્યાને સાધુ નહીં તેમજ તેનો બીજાને બોધ પણ કરું નહીં કે જેથી તે એવી વિદ્યા પ્રાપ્ત
કરી કર્મ બાંધે.
૨૮૪