SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મનનીતિ પાઘડીને છેડે કસબ'' એવી કહેવત છે તેમ અનાદિકાળના પરિભ્રમણમાં આ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે તે મહા દુર્લભ વસ્તુ છે. તેની કિંમત જીવને સમજાઈ નથી તેથી ગમે તેમ આ જીંદગીની અમૂલ્ય પળો જીવ વેડફી ઉરાડી દે છે. તેમ ન બને માટે પરમાણુદેવે પ્રથમ જ પુષ્પમાળા-૫માં જણાવ્યું છે કે “વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે.” વળી એક પત્રમાં જણાવ્યું છે કે ચક્વર્તીની સમસ્ત સંપદા કરતાં મનુષ્યભવનો એક સમય વિશેષ મૂલ્યવાન છે, પણ જો તે દેહા ગાળવામાં આવે તો ફૂટી બદામની કિંમતનો પણ નથી. આટલો બધો ભાર દઈને તે પરમકૃપાળુ પ્રભુએ આપણને ચેતાવ્યા છે કે પૈસા પાછળ ચિત્ત દોડાવી પશુ સમાન જીવન ગાળવું સમજુ માણસને પાલવે તેમ નથી. ઉપર જણાવ્યું છે તેમ રત્નચિંતામણિ જેવી ૨,૧૬,૦૦૦ વિપળનો વેપાર દ૨૨ોજ આ ભવમાં મનુષ્યને કરવાનો છે, તો તેની આગળ લક્ષાધિપતિનો પણ હિસાબ નથી. મોક્ષનું સાધન કરવા અર્થે આ મનુષ્યભવ છે એમ જેને સમજાયું હોય તેને નકામો વહી જતો કાળ કેટલો વસમો લાગે? લાખો રૂપિયા વેપારમાં જેને ખોટ આવી હોય અને જેમ ખાવું, પીવું, ગમ્મત કરવી તેને ન ગમે તેમ જેના દિલમાં વૈરાગ્યની જાગૃતિ હોય તેને આ મનુષ્યભવ કેવા પ્રકારે ગાળવો જોઈએ અને કેવી રીતે આજ સુધી કાળ વહ્યો ગયો અને હવે કેમ તેનો દુરુપયોગ ઘટાડવો તેની ચિંતવનામાં તેને તુચ્છ ઇંદ્રિયાધીન સુખોમાં કેમ ગોઠે? કેમ આ ઇંદ્રજાલ જેવા ઠગારા જગતમાં ગમ્મત લાગે ?' (બો૭ પૃ.૫૧) “અઢાર પાપસ્થાનક તમને મુખપાઠ તો હશે, પણ રોજ લક્ષ રાખીને દિવસે થયેલા દોષો તેને અનુસરીને જોઈ જવાનો અભ્યાસ રાખશોજી. દરેક દોષ વખતે આખા દિવસના ભાવો પ્રત્યે નજર નાખી જવાનું બનશે એટલે અઢાર વખત દિવસના કાર્યો તપાસવાનો પ્રસંગ આવશે તો દિવસે દિવસે ભાવ સુથરતા જવાનો સંભવ છેજી, જેને પોતાનું જીવન સુધારવું છે તેને તો પરમકૃપાળુદેવનાં વચનામૃત સર્વોપરી સહાય કરનાર છેજી.'' (બો.૩ પૃ.૬૪૩) = 'મોક્ષમાળા વિવેચન'માંથી – “મુઢ પુરુષો – જેને મો વિશેષ છે તેથી ધર્મ પ્રત્યે મૂઢ બેભાન જેવા છે. તેઓને સમયની કંઈ પડી નથી. તેઓ અમુક વખત ખાવામાં, અમુક વખત કમાવવામાં, અમુક વખત ઊંઘવામાં અને બાકી વખત રહે તો ચાર પ્રકારની વિકથા તથા રંગરાગ એટલે મોજશોખ વગેરેમાં ગુમાવી દે છે. તેથી તેઓને અધોગતિ કે જ્યાં ધર્મ કર્તવ્ય ન થાય એવી ગતિમાં જવું પડે છે.’' (પૃ.૧૧૧) “૨૦ ઘડી-૮ કલાક ઘણા ખરા લોકો નિદ્રામાં ગાળે છે. રાત્રે ૧૦ થી ૬ સામાન્યપણે નિદ્રાકાળ હોય છે. બાકીની ૪૦ ઘડી ઉપાધિ, ટેલટપ્પા વગેરેમાં ગાળે છે, મૂઢના જેવું પ્રવર્તન થાય છે. મોટા ભાગના માણસો હાલમાં આ પ્રમાણે વખત ગાળે છે. તેમાંથી બે ચાર ઘડી જો ધર્મકર્તવ્ય માટે કાઢે તો એનું પરિણામ ઘણું સારું આવે.’’ (પૃ.૧૧૧) ૪૫૯. ઉત્તમ શક્તિને સાધ્ય કરું. જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થવાથી આત્માની અનંતજ્ઞાન શક્તિ પ્રગટ થાય છે. દર્શનાવરણીય કર્મ ક્ષય થવાથી અનંતદર્શનરૂપ આત્મશક્તિ પ્રગટ થાય છે. વેદનીય કર્મ ક્ષય થવાથી અવ્યાબાધરૂપ આત્મશક્તિ પ્રગટે છે. મોહનીય કર્મ ક્ષય થવાથી અનંતસુખરૂપ આત્મશક્તિ પ્રગટ થાય છે. નામકર્મ ક્ષય થવાથી અમૂર્તિરૂપ દિવ્યશક્તિ પ્રગટ થાય છે. ગોત્રકર્મ ક્ષય થવાથી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ પ્રગટે છે. ૩૫૧
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy