________________
સાતસો મહાનીતિ
નાના બાળકનું દૃષ્ટાંત – કર્તવ્ય નિયમ પ્રત્યે ટેકનું ફળ. પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના વખતમાં એક નાનો છોકરો ત્રણ પાઠ અને માળાનો નિયમ લઈને ગયો. તે રોજ નિત્ય
નિયમ કરતો હતો. એક દિવસ સવારમાં વહેલો ઊઠી શિયાળો હોવાથી ચૂલા પાસે આવીને બેઠો. પછી ત્રણ પાઠ અને માળા કરી. માએ પૂછ્યું કે કેમ આજે આટલી વહેલી ભક્તિ કરી. બાળકે કહ્યું : મારા મનમાં એમ થયું કે આજે હમણાં જ ભક્તિ કરી લઉં. એમ કહી પાછો સૂઈ ગયો.. થોડીવાર પછી એની માએ બોલાવ્યો પણ બોલે જ નહીં. પાસે જઈને જોયું તો એનો દેહ છૂટી ગયો હતો. એમ જેને નિયમ પ્રત્યે આદર સદ્ભાવ છે તથા કર્તવ્ય નિયમ ચૂક્તા નથી, તેને અંત સમયે રહસ્યભૂત મતિ પ્રગટ થાય છે.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– ‘‘સવારમાં ઊઠી ઈર્યાપથિકી પ્રતિક્રમી રાત્રિ-દિવસ જે કંઈ અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હોય, સમ્યક્શાન-દર્શન-ચારિત્ર સંબંધી તથા પંચપરમપદ સંબંધી જે કંઈ અપરાધ થયો હોય, કોઈપણ જીવ પ્રતિ કિંચિત્માત્ર પણ અપરાધ કર્યો હોય, તે જાણતાં અજાણતાં થયો હોય, તે સર્વ ક્ષમાવવા, તેને નિંદવા, આત્મમાંથી તે અપરાધ વિસર્જન કરી નિઃશલ્ય થવું. રાત્રિએ શયન કરતી વખતે પણ એ જ પ્રમાણે કરવું.
શ્રી સત્પુરુષનાં દર્શન કરી ચાર ઘડી માટે સર્વ સાવધ વ્યાપારથી નિવર્તી એક આસન પર સ્થિતિ કરવી. તે સમયમાં ‘પરમગુરુ' એ શબ્દની પાંચ માળાઓ ગણી બે ઘડી સુધી સત્શાસ્ત્રનું અધ્યયન કરવું. ત્યાર પછી એક ઘડી કાર્યોત્સર્ગ કરી શ્રી સત્પુરુષોનાં વચનોનું તે કાયોત્સર્ગમાં રટણ કરી સવૃત્તિનું અનુસંધાન કરવું. ત્યાર પછી અડધી ઘડીમાં ભક્તિની વૃત્તિ ઉજમાળ કરનારાં એવા પદો (આજ્ઞાનુસાર) ઉચ્ચારવાં. અડઘી ઘડીમાં ‘પરમગુરુ' શબ્દનું કાયોત્સર્ગરૂપે રટણ કરવું, અને ‘સર્વજ્ઞદેવ' એ નામની પાંચ માળા ગણવી.'' (વ.પૃ.૬૭૪)
આપણા માટે પ.પૂ.પ્રભુશ્રીજીએ દીર્ઘદૃષ્ટિથી અગાસ આશ્રમમાં ભક્તિસ્વાઘ્યાયના કર્તવ્ય નિયમની યોજના કરી છે, તેમાં ઉપરોક્ત નિત્યનિયમ સમાઈ જાય છે માટે તે ચૂકું નહીં; પણ યથાશક્તિ આરાયું. ૪૫૮. દિનચર્યાનો ગેરઉપયોગ કરું નહીં.
સવારના ઊઠીને વિચારે કે આજે મારે સમયનો દુરઉપયોગ કરવો નથી. સાંજે પોતાની દિનચર્યા તપાસે કે આજે મેં શું શું કર્યું ? ક્યાં ક્યાં ગયો? ત્યાં ન ગયો હોત તો ચાલત કે નહીં? તથા દિનચર્યાની નોટ રાખી તેમાં પોતે આખા દિવસમાં શું શું કર્યું તેની નોંધ રાખે તો ખબર પડે કે આજના દિવસનો ગેરઉપયોગ થયો છે કે નહીં?
‘બોઘામૃત ભાગ-૩’માંથી – “ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતાં પણ મનુષ્યભવની એક પળ પણ વિશેષ મૂલ્યવાન છે. એવા મનુષ્યભવના રત્નચિત આભૂષણ જેવા દિવસોના દિવસો ઉપરાઉપરી ચાલ્યા જાય છે, પણ જીવને તેનો સદુપયોગ કરી લેવાનું સુઝતું નથી એ વારંવાર વિચારવા જેવું છે. આવા ને આવા દિવસો સદાય રહેતા નથી એમ જાણ્યા છતાં, વૃદ્ધાવસ્થા, રોગ અને મરાનું અવશ્ય આવવું છે એમ જાણ્યા છતાં જીવને વિચાર સરખો નથી આવતો કે પૂર્વપુણ્યની કમાણીને લીધે અત્યારે આ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ, ઉત્તમ કુળમાં જન્મ થયો, ધારે તો ઘણો પુરુષાર્થ કરી શકે તેવી શરીર, મન, વચન, ધન, ધર્મ આદિની શુભ જોગવાઈ મળી છે. નિરોગ અવસ્થા અને જુવાનીની સાથે લગી જોગવાઈ ફરી ફરી પ્રાપ્ત ધતી નથી.'' (બો.૩ ૧.૪૨)
૩૫૦