________________
સાતસો મહાનીતિ
ત્યારે એક દિવસ ગોપવતીએ ચિડાઈને તેની થાળીમાં સુભદ્રાનું માથું લાવીને નાખ્યું, તે જોઈને ભય પામી સિંહબલ નાસવા લાગ્યો, તેની પાછળ દોડતી ગોપવતીએ ભાલો મારીને તેને પણ મારી નાખ્યો. (પૃ.૧૫૪)
‘દ્રષ્ટાંતશતક'માંથી - કેટલાક પુરુષો સ્ત્રીજિત હોય છે. તેઓ સ્ત્રીઓના ખેલ ન સમજીને તેમનાં મીઠાં વચનથી ભોળવાઈ જાય છે અને પછી જેમ નચાવે તેમ નાચે છે. આવા સ્ત્રીવશ પુરુષો મિત્રતા કરવા યોગ્ય નથી; કેમકે સ્ત્રીના કહેવાથી કયે વખતે શું કરશે એનો કાંઈ નિયમ નથી. ગમે તેવું અઘટિત કાર્ય તેઓ પોતાની ઇચ્છા વગર પણ સ્ત્રીની ઇચ્છાને આધીન થઈને કરે છે. બીજી એક વાત પણ આ દ્રષ્ટાંત પરથી ફલિત થાય છે કે, ખરાબ સ્ત્રીઓ પોતાના સ્વાર્થ માટે પોતાના ઘણીને, મિત્ર, ભાઈ, બહેન અને ટૂંકમાં બઘા જ સંબંધીઓ સાથે હરકોઈ પ્રકારે વેર કરાવે છે અને હરકોઈ બહાને તેના કાનમાં ઝેરના ટીપાં નાખ્યા જ કરે છે. આમ ક્લેશના કારણો ઊભા કરીને પોતાના ઘણીને ઘણીવાર ભારે અગવડમાં મૂકી દે છે અને પોતાનું પણ નુકસાન કરે છે. માટે સ્ત્રીના મોહમાં પડી ફ્લેશના કારણોને ઉત્તેજન આપું નહીં. (પૃ.૮૮)
જૈન હિતોપદેશ ભાગ-૧'માંથી - કલહ એ કેવળ દુઃખનું જ મૂળ છે. જે ઘરમાં નિત્ય ક્લેશ થાય છે, ત્યાંથી લક્ષ્મી પણ દૂર થઈ જાય છે. માટે બનતા સુઘી ક્લેશ થવા દેવો નહીં, છતાં થયો તો તેને વઘવા નહીં દેતાં સમાવી દેવો. નાનાએ મોટાની ક્ષમા માગવી, છતાં નાના માન મૂકીને ક્ષમા માગે નહીં તો મોટાએ પોતે જઈ નાનાને ખમાવવો, જેથી લઘુને શરમાઈને અવશ્ય ખમવું અને ખમાવવું પડે. ક્લેશને નિવારવાની “ક્ષમાપના” કે ખામણા કરવારૂપ જિન શાસનની નીતિ અતિ ઉત્તમ છે. જેઓ તે મુજબ વિવેકથી વર્તે તેમને સર્વત્ર સુખ છે અને જેઓ તેથી વિરુદ્ધ વર્તે તેમને સર્વત્ર દુઃખ છે. (પૃ.૭૧) ૪૫૬. નિંદા કરું નહીં.
જે પોતાને મોટા માને તે પરની નિંદા કરે. માટે કોઈની નિંદા કરું નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “પરનિંદા એ જ સબળ પાપ માનવું. (વ.પૃ.૧૪) પૂ.શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી ૧૯ ક'માંથી -
“પરનિંદા પરનારી અરૂ, પરદ્રવ્યનકી આશ; છોડી તીનો બાતમું, ભજો એક અવિનાશ. કંચન તજવો સુલભ હૈ, સુલભ ત્રિયા કો નેહ; નિંદા સ્તુતિ ત્યાગવો, તુલસી દુર્લભ એહ. લેનેકું હરનામ હૈ, દેનેલું અન્ન દાન;
તરનેકું આવીનતા, બુડનેકું અભિમાન.” (પૃ.૩૨) ૪૫૭. કર્તવ્ય નિયમ ચૂકું નહીં.
પ્રતિદિન કરવા યોગ્ય નિયમ લીઘો હોય તે ચૂકું નહીં. જેમકે દિવસમાં ૧૫ મિનિટ વાંચન કરવાનો કે અમુક ભક્તિ કરવાનો નિયમ લીધો હોય તો તે આપણું કર્તવ્ય સમજી કદી ચૂકું નહીં. અથવા સાત વ્યસન કે સાત અભક્ષ્યનો અથવા કંદમૂળનો કે રાત્રિભોજન આદિના ત્યાગનો નિયમ લીધો હોય તો તેને દ્રઢતાપૂર્વક પાળું. પણ કર્તવ્ય નિયમ ચૂકું નહીં.
૩૪૯