________________
સાતસો માનીતિ
કરવાથી પોતાની કિંમત ઘટે અને સામા માણસને પણ દુઃખનું કારણ થાય. માટે ખોટી હા કહ્યું નહીં.
૪૫૫. ક્લેશને ઉત્તેજન આપું નહીં.
ક્લેશના નિમિત્ત બની આવે તો પણ તેને ઉત્તેજન આપું નહીં. જેમકે ચાર જણ બેઠા હોય. ત્યાં કોઈ નવીન વ્યક્તિ આવીને ગમે તેમ બોલી જાય, તે વખતે જેના કષાય તીવ્ર હોય તે ક્લેશને ઉત્તેજન આપી મોટું રૂપ કરી દે. બીજાને વળી થોડો ક્લેશ થાય કે આણે આમ કહેવું ન જોઈએ. ત્રીજાને એમ પણ થાય કે એણે કહ્યું એમાં આપણું શું બગડી ગયું, એનું જ મોઢું ખરાબ થયું અને ચોથાને કે જેના કષાય ઘણા મંદ હોય તેને એમ થાય કે ભગવાન એને શાંતિ આપે જેથી એ પણ સુખી થાય. એમ હું પણ વિચારીને ક્લેશને ઉત્તેજન આપ્યું નહીં.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– “કોઈપણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.’’
“પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસરે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં) થન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો હું નિઃસ્પૃહી થઈ શકીશ.'' (વ.પૃ.૧૬૫)
“જે વસ્તુનું માહાત્મ્ય દૃષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી.'' (પૃ.૭૭૮)
'ઉપદેશામૃત'માંથી – “પ્રભુશ્રી – કોઈએ ગાળ દીધી. એક કહે, મને ગાળ લાગતી નથી; અને બીજો કહે, મને ગાળ લાગી, અને મારામારી કરી. ગાળ ક્યાં લાગવાની હતી? એકે અજ્ઞાનભાવ કર્યો તેથી અજ્ઞાની કહેવાયો; બીજાએ જ્ઞાનભાવ કર્યો તેથી જ્ઞાની કહેવાયો. ફેરવવાનું શું છે? સમજણ. એકે દેને પોતાનો માન્યો, ઘર કુટુંબ પોતાનું માન્યું. 'મારું' કહેવા છતાં તેનું થયું નથી, થતું નથી, માત્ર માન્યું છે તેથી અજ્ઞાની કહેવાયો. તે માન્યતા જેને ન હોય તે જ્ઞાની કહેવાય. બેય આત્મા. એકને જ્ઞાની કહ્યો, એકને અજ્ઞાની કહ્યો. વિચારી જુઓ, આત્મા ક્યાં રહ્યો છે? માન્યતા ફેરવવાની છે, શ્રદ્ધા કરવાની છે. કરોડો રૂપિયા મળે તેથી પણ સમજણ વધારે કિંમતની છે. સત્સંગથી સમજણ ફરે છે. તેની કિંમત કહેવાય તેવી નથી. રૂપિયા મળ્યા તે સાથે આવવાનાં નથી; સમજણ સાથે આવે છે. તેની કિંમત અપાર છે. તે કરી લેવાની છે.’’ (પૃ.૪૫૦)
‘બોઘામૃત ભાગ-૩'માંથી – “ક્લેશનાં કારો નિર્મૂળ કરવા તરફ દરેક મુમુક્ષુએ લક્ષ રાખવા યોગ્ય છેજી. કુટુંબમાં, મંડળમાં, ગામમાં, નાતમાં, દેશમાં જેમ ક્લેશ ઓછો થાય તેમ કરવાની વૃત્તિ રાખવાથી ધર્મ પ્રગટવાનું કારણ બને છેજી. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ નાસિકના બોધમાં છેલ્લી એ જ શિખામણ દીધી છે – “સંપ રાખવો અને સત્સંગ કરવો.'' (પૃ.૩૫૨)
‘ધર્મામૃત’માંથી :- ભયંકર ક્લેશિત પરિણામવાળા જીવો નરકે જાય
ગોપવતીનું દૃષ્ટાંત - ગોપવતી બહુ દુષ્ટ સ્વભાવની હતી. તેના પતિ સિંબલે તેને પૂછ્યા વિના સિંહસેન ચૌધરીની પુત્રી સુભદ્રા સાથે બીજું લગ્ન કર્યું. આથી ગુસ્સે થઈને ગોપવતી રાત્રે સુભદ્રાને ત્યાં જઈ તેનું માથું કાપીને સંતાડી રાખ્યું. પછી સિંહબલ સુભદ્રાના મરણથી બહુ ઉદાસ રહેવા લાગ્યો
૩૪૮