________________
સાતસો મહાનીતિ
પડાવે છે અને મોહને પોષે છે. ટેલીવીઝનમાં પણ અયોગ્ય રીતે ફોટાઓ લઈ આખી દુનિયાને બતાવે. તેથી જગતવાસી જીવો પણ મોહાંધ બની રહે છે. માટે પરમકૃપાળુદેવ કહે છે કે ફોટાઓનો મોહ ન છૂટતો હોય, તો પણ અયોગ્ય રીતે છબી પડાવું નહીં. ૪૫૩. અધિકારનો ગેરઉપયોગ કરું નહીં.
કોઈપણ જાતનો આપણને અધિકાર મળ્યો હોય તો વિચારવું કે મારાથી સ્વાર્થવશ કોઈ અન્યાય તો થતો નથી. સજનોની રક્ષા અને દુર્જનને શિક્ષા એ ન્યાયીપુરુષનો ઘર્મ છે. અધિકારનો ગેર ઉપયોગ થવાથી સંસારની વૃદ્ધિ થાય છે.
“શ્રીમદ રાજચંદ્રમાંથી :- “અઘિકારથી પરતંત્રતા કે અમલમદ અને એથી જાલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે; કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે.” (વ.પૃ.૬૯)
ઐશ્વર્ય પ્રાપ્ત થતાં તેને ઘક્કો મારીને પાછું કાઠું કે આ મારે જોઈતું નથી. મારે આને શું કરવું છે?” કોઈ રાજા પ્રધાનપણું આપે તોપણ પોતે લેવા ઇચ્છે નહીં.“મારે એને શું કરવું છે? ઘરસંબંધીની આટલી ઉપાધિ થાય તો ઘણી છે.” આવી રીતે ના પાડે; ઐશ્વર્ય પદની નિરિચ્છા છતાં રાજા ફરી ફરી આપવા ઇચ્છે તેને લીધે આવી પડે, તો તેને વિચાર થાય કે “જો તારે પ્રઘાનપણું હશે તો ઘણા જીવોની દયા પળાશે, હિંસા ઓછી થશે, પુસ્તકશાળાઓ થશે, પુસ્તકો છપાવાશે.” એવા ઘર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્યભાવનાએ વેદે તેને ઉદય કહેવાય. ઇચ્છાસહિત ભોગવે અને ઉદય કહે તો તે શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય.” (વ.પૃ.૧૯૫)
નમુચિ મંત્રીનું દ્રષ્ટાંત – દુષ્ટ બુદ્ધિ મંત્રીએ સત્તાનો દુરુપયોગ કર્યો. હસ્તિનાપુરમાં પક્વોત્તર રાજા ચક્રવર્તી હતા. તેમનો મંત્રી નમુચિ દુષ્ટ બુદ્ધિનો હતો. તે એકવાર લડાઈ કરીને જીત મેળવી આવ્યો. તેથી ખુશ થઈ રાજાએ વરદાન માંગવા જણાવ્યું. તે તેણે થાપણ રાખ્યું. હવે સાતસો મુનિઓ પોતાના ગુરુ સુવ્રતાચાર્ય સાથે આ નગરમાં આવ્યા જાણી પૂર્વનું વેર વાળવા તેણે રાજા પાસે વરદાનમાં સાત દિવસ માટેનું રાજ્ય માંગ્યું. ત્યારે પક્વોત્તર રાજા વચનબદ્ધ હોવાથી તે આપવું પડ્યું. તેણે રાજ્ય સત્તાનો દુરુપયોગ કરી આ સાધુઓને કહ્યું કે તમે મારા રાજ્યમાંથી ચાલ્યા જાઓ. એમણે કહ્યું અમે ચોમાસું બેસી જવાથી વિહાર કરી શકીએ એમ નથી. નમુચિને કોઈપણ રીતે એમને મારવાનો ઇરાદો હતો. તેથી એક મુનિએ લબ્ધિઘારી એવા વિષ્ણુકુમાર મુનિ પાસે જઈ આ બધી વાત કરી. તેમણે આવીને તે ઉપસર્ગ દૂર કર્યો હતો. એમ મળેલ અધિકારનો દૂર ઉપયોગ કરું નહીં પણ સઉપયોગ કરી બીજાને સુખી કરું.
પહેલાના વખતમાં રાજા, મંત્રી વગેરે છૂપા વેશે રાત્રે ગામમાં ફરતા અને પોતા વિષે કે રાજ્ય સંબંધી લોકોનો શો અભિપ્રાય છે અથવા શું ચાલી રહ્યું છે તે જાણતા, અને કોઈ દુઃખી હોય તેને મદદ કરતા; પણ સત્તાનો ગેર ઉપયોગ કરતા નહીં. ૪૫૪. ખોટી હા કહ્યું નહીં.
મારાથી કરી શકાય એવા કામની જ હા કહ્યું. નહીં તો ખોટી હા ભરું નહીં. વચન આપીને તે ન
૩૪૭