________________
સાતસો માનીતિ
અદ્ભુત મીઠાશ હતી. કોઈ ગેબી ફિરસ્તો બોલતો હોય તેવું ક્ષણભર સૈનિકોને લાગ્યું. પોતાના અંતરની વાત મહાત્મા શી રીતે કળી ગયા તે તેમને ન સમજાયું.
પ્રભો ! શાહજાદો અને તેનો ઘોડો ચોંટી ગયા છે. હાલત ઘણી જ કફોડી છે. તેની અજ્ઞાનતા બેવકૂફી તરફ ન જોતાં તેના પર અનુગ્રહ કરો, તેને પુરતી શિક્ષા થઈ ચૂકી છે.’’
“શાહજાદા પર અનુગ્રહ જ છે. તેને કહેજો કે સાધુ સંતોની ફરી કોઈ દિવસ છેડતી ન કરે. જાવ આનંદઘનનો બોલ છે કે બાદશાહકા બેટા ચલેગા.’
ધન્ય પ્રભો! આપનો અમારા પર મોટો અહેશાન થયો. એમ કહી નમસ્કાર કરી તેઓ ગુફાની બહાર નીકળ્યા. મારતે ઘોડે આવીને જીએ છે તો શાહજાદો ચાલવા લાગેલો. આ ચમત્કાર જોઈ સઘળા અજબ થઈ ગયા. આનંદઘનજી વિષે લોકોમાં ઘણી ઘણી વાતો ચાલતી પણ તેમનો પ્રત્યક્ષ અનુભવ ઘણા ઘોડાને જ થતો. આ બનાવથી લોકોમાં ભારે સનસનાટી ફેલાતી ગઈ અને તેમના વિષે તરેહ તરેહની વાતો ચાલવા લાગી. (પૃ.૬)
૪૪૮. આદર્શ જોઉં નહીં.
આદર્શ એટલે અરીસો. અરીસામાં જોવાથી પોતાના રૂપનો જીવને મોહ થાય કે હું રૂપાળો છું અથવા હું સુંદર કેમ દેખાઉં તેના માટે પ્રયત્ન કરે. તેથી પરમકૃપાળુદેવ કહે છે કે અરીસામાં જોઉં નહીં. શ્રી સાકરબેનનું દૃષ્ટાંત – પ.પૂ.પ્રભુશ્રીજીના સમયમાં બ્રહ્મચારી બહેન શ્રી સાકરબેન અગાસ આશ્રમમાં અવારનવાર આવતા. પૂ. પ્રભુશ્રીજીના દેહત્યાગ પછી બે વર્ષે કાયમ માટે આશ્રમમાં આવીને રહ્યા હતાં. તેમણે નક્કી કર્યું હતું કે મારે અરીસો જોવો નહીં. તેથી જીવનપર્યંત એમણે અરીસામાં મોઢું જોયું નહોતું.
૪૪૯. આદર્શમાં જોઈ હતું નહીં.
અરીસામાં જોઈને હસવું તે મોહ વૃદ્ધિનું કારણ છે. આ કાળમાં મોહ બહુ વધ્યો છે. ઘરમાં અનેક અરીસા નખાવે. તે બધા મોહ પોષવાના સાધનો છે. અરીસામાં નીરખી નીરખીને જાએ અને મોહ પામે. શરીર ઉપરની મૂર્છા ઘટાડવા એને બહુ નીરખું નહીં કે એની બહુ સુશ્રુષા કરું નહીં. આત્મજ્ઞાની મુનિઓ તો એ શરીરની બિલકુલ સંભાળ લેતા નથી.
૪૫૦. પ્રવાહી પદાર્થમાં મોઢું જોઉં નહીં.
પાણી વગેરે પ્રવાહી પદાર્થમાં મોઢું જોવાથી પણ દેહભાવ પોષાય કે હું કેવો રૂપાળો છું વગેરે. માટે કોઈ પ્રવાહી પદાર્થમાં પણ મોઢું જોઉં નહીં. ૪૫૧. છબી પડાવું નહીં.
અરીસામાં મોઢું જોવું, પાણીમાં મોઢું જોવું કે ફોટો પડાવવો એ બધા મોહભાવ અથવા દેહભાવ પોષવાના કારણો છે. ફોટો પડાવ્યા પછી તેને ફ્રેમમાં મઢી હૉલમાં કે રૂમમાં મૂકે. હરતાં ફરતાં જુએ અને જે દેô પોતાનો નથી એવા દેહની આકૃતિ જોઈને રાજી થાય અને મોહ કરી કર્મ બાંધે. માટે આ દેશની છબી પડાવવાનો મોહ રાખું નહીં.
૪૫૨. અયોગ્ય છબી પડાવું નહીં.
વર્તમાનમાં લોકો લગ્ન વગેરેના પ્રસંગોમાં એકબીજાને મોહ વધે એવા અયોગ્ય રીતે ફોટાઓ
૩૪૬