________________
સાતસો મનનીતિ
“અય મદોન્મત જાવાન! સાધુ સંતોની હાંસી કરવાનું પરિણામ સારું નથી આવતું. માટે ડાહ્યો થઈ ગુપચુપ તારે માર્ગે ચાલ્યો જા.''
વાહ! તમે તો ભારે ચબરાક ને પાણીવાળા લાગો છો. મહારાજ કાંઈ જાદુ બાદુ કરી હેરાન ન કરતા હો!'' આનંદઘનજીની મશ્કરી કરતાં તે બોલ્યો.
શા માટે બાલચેષ્ટા કરે છે? સંતો અને ફકીરોને પજવીને તું શું સાર કાઢીશ?”... “અય સાંઈબાબા ! જોયા જોયા, તમારા જેવા સંત ને ફકીરો. તમે મને શું કરવાના હતા? તમારા જેવા સેંકડોને મેં સીધા કરી દીધા છે સમજ્યા? મને ઓળખો છો? હું દીલ્હીના તખ્તે તાજનો શાહજાદો (બાદશાહનો પુત્ર) તમારાથી થાય તે કરી લો,''
“હું મારે માર્ગે જાઉં છું. તેમાં શા માટે દખલ કરે છે? તું શાહજાદો હોય કે ખુદ બાદશાહ હોય તેની મને કાંઈ પરવાઇ નથી."
“હં પરવાહ નથી? આમ કહી તે વધુને વધુ મશ્કરી કરવા લાગ્યો. આનંદઘનજીએ મનમાં વિચાર કર્યો કે ઘનસત્તા ને જોબનથી અંધ બનેલ આ શાહજાદો એમ માનવાનો નથી. અન્ય સાધુ સંતોને પણ તે રીતે હંમેશાં પજવતો હશે માટે તેને જરા પરચો બતાવવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈનું નામ ન
લે.
આમ વિચારી તેમણે પોતાનો જમણો હાથ ઊંચો કર્યો અને બોલ્યા : “બાદશાહકા બેટા ખડા
રહે
અધધધ ! આ શો ચમત્કાર ! એમના મુખમાંથી શબ્દો નીકળતાં જ શાહજાદાનો ઘોડો એકાએક અટકી પડ્યો. ગમે તેટલા ચાબુક મારવા છતાં ઘોડો ન માલી શકે કે ન ચાલી શકે.
ઘોડાની પીઠ પર શાહજાદો પણ ચોંટી ગયો. ઊંચો નીચો થવા ઘણાંય ફાંફા મારે પણ ચકાય
શાનું ! કલાક થયો, બે કલાક થયા, ત્રણ કલાક થયા એટલે શાહજાદાના અંગરક્ષકો તેને શોધવા નીકળ્યા. આવીને જુએ તો શાહજાદો ને ઘોડો બંને સ્થિર થઈ ગયા છે. કારણ પૂછતાં શાહજાદે જણાવ્યું કે એક તિની મશ્કરી કરતાં આ દશા થઈ છે અને તે તો બાદશાહકા બેટા ખડા રહે' એમ કહી ઉત્તર તરફ ચાલ્યા ગયા છે. એ હકીકત સાંભળી સૈનિકોએ પોતાના ઘોડા તે દિશામાં મારી મૂક્યા. તપાસ કરતાં તેમની નજરે એક માંગી તૂટી ગુફા પડી.
ત્યાં જઈ અંદર જુએ છે તો કોઈ મહાત્મા પદ્માસન લગાવીને ઘ્યાન ધરી રહ્યા છે. એમના મુખ પર કોઈ અજબ પ્રકારની રોશની ઝળકી રહી છે. તેમને જોતાં જ પેલા સૈનિકોને લાગ્યું કે શાહજાદાએ જેમની છેડતી કરી હતી તેજ આ મહાત્મા હોવા જોઈએ. તેઓ ઘણી જ નમ્રતાથી યતિની પાસે ગયા. સાષ્ટાંગ પ્રણામ કરી તેમની આજુબાજુ બેસી ગયા. મહાત્માનું ધ્યાન પુરુ થયું ને આંખો ઊઘડી ને આજાબાજી સિપાઈઓને જોઈ તે બોલ્યા :
‘વત્સો! શાહજાદા પાસેથી આવ્યા લાગો છો. કહો શું સમાચાર છે.' મહાત્માના અવાજમાં
૩૪૫