________________
સાતસો મહાનીતિ
/ Tી અર્થ કહેશે.” તેણે પૂછ્યું કે “તે ગુરુ ક્યાં છે? ત્યારે સાધ્વી તેને લઈને ગુરુ પાસે ગયા. ત્યાં
દેરાસર હતું, તેની અંદર પ્રથમ તેઓ ગયા. ત્યાં શ્રી વીતરાગ દેવની મૂર્તિ જોઈને હરિભદ્ર સ્વયમેવ સ્તુતિ કરી કે –
“वपुरेव तवाचष्टे, भगवन् वीतरागताम्
હિ વોટરસંઘેડની, તર્મવતિ શાસ્ત્રમ્ '' ૧il. ભાવાર્થ – “હે ભગવાન! તમારું શરીર જ (મૂર્તિજ) તમારા વીતરાગપણાને બતાવી આપે છે; કેમ કે વૃક્ષના કોટરમાં જો અગ્નિ રહેલો હોય તો તે વૃક્ષ નવપલ્લવ દેખાય જ નહીં.”
એ પ્રમાણે સ્તુતિ કરીને તે ગુરુ પાસે ગયો. ગુરુને નમન કરીને તેણે ગાથાનો અર્થ પૂછ્યો, ત્યારે ગુરુએ તેનો નમ્રતાપૂર્વક અર્થ કહ્યો. એટલે પ્રથમ પ્રતિજ્ઞાથી બંધાયેલા તે હરિભદ્ર ગુરુ પાસે દીક્ષા લીધી. ત્યાં તેણે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કર્યો, તેથી તેનું સમકિત દૃઢ થયું. અનુક્રમે તેને યોગ્ય જાણી ગુરુએ આચાર્યપદ આપ્યું. (પૃ.૧૧૮)
એમ નમ્ર વીરત્વથી ગુરુએ તત્ત્વ બોધ્યું તો હરીભદ્ર બ્રાહ્મણ જિન દીક્ષા ગ્રહણ કરીને જૈન ઘર્મના પ્રભાવક આચાર્ય બન્યા. ૪૪૭. પરમહંસની હાંસી કરું નહીં.
પરમહંસ એટલે જેને કંઈ જોઈતું નથી એવા નિઃસ્પૃહ મહાત્મા હોય તેમની હાંસી કરે તો અનંત સંસાર વધી જાય. એવા પરમહંસને શ્રીપાળ રાજાએ પૂર્વભવમાં પાણીમાં ઝબોળ્યા હતા તેથી આ ભવમાં સમુદ્રમાં પડવું પડ્યું. તથા આ સાધુ તો ડુંબ જેવા છે તેથી આપણને અપશુકન થયા એમ કહેવાથી આ ભવમાં તેમને ‘ડુબ’નું પણ કલંક આવ્યું અને કેટલાય દુ:ખ ભોગવવા પડ્યા. વિશેષ કમો ભોગવવા પડત પણ રાણીના કહેવાથી પૂર્વભવમાં મુનિને પાછા ખમાવ્યા. પશ્ચાત્તાપ કર્યો હતો. તોય આ ભવમાં કોઢ રોગની વેદના વગેરે દુઃખો ભોગવવા પડ્યા. જ્યારે આવા ઉત્તમ પુરુષોની ભક્તિ કરવામાં આવે તો અનંત સંસારનો નાશ થઈ જાય. માટે પરમહંસની કદી હાંસી કરું નહીં.
“શ્રી આનંદઘનજીના જીવનચરિત્ર'માંથી – મહાત્માની હાંસીનું ફળ
શ્રી આનંદઘનજીનું દ્રષ્ટાંત – ઘીમે ઘીમે દશા વઘતાં આનંદઘનજી આત્માની મસ્તીમાં જ રહેવા લાગ્યા. વેશ ને ગચ્છનો મોહ ઓછો થઈ ગયો. માન અપમાનનાં કૃત્રિમ ઘોરણો પણ તે ભૂલી ગયા ને બથી દશામાં એક સરખો આનંદ લેવા લાગ્યા.
માણસો તેમને અવધૂત-યોગી તરીકે ઓળખવા લાગ્યા.
એક દિવસ શાહજાદાએ તેમની મશ્કરી કરી. “કેમ, સાંઈબાવા!મફતની રોટી પચાવવા જંગલમાં ઘૂમો છો કે? જાવાનીમાં છકેલા આ મુસલમાન ઘોડે સ્વારે મશ્કરીમાં પૂછ્યું. તેને મન સઘળા સાધુ સંતો અને ફકીરો ઢોંગી હતા. મફતના માલમલીદા ખાઈ પૃથ્વીને ભાર રૂપ થનાર હતા.
ના ભાઈ! ખુદાને ઢંઢનારો હું તો માત્ર ખુદાનો અદનો સેવક છું.” મેલા ઘેલા અને વિચિત્ર છતાં તેજસ્વી લાગતા અવધૂત આનંદઘનજીએ જવાબ આપ્યો.
“અહાહાહા ખુદા? ખુદા વળી છે જ ક્યાં? અને હોય તો પણ તમારા જેવા જોગટાઓને મળતો હશે? તે ઉદ્ધત યુવાન છોકરવાદીપણાનું પ્રદર્શન કર્યું.
૩૪૪