________________
સાતસો મહાનીતિ
પોતાનું અને ઘણા જીવોનું હિત થાય તેવું કામ સદ્ભાગ્યે મળી આવ્યું છે તે આપણા જીવતાં કરી લેવું. એવો ઉત્સાહ દરેક મુમુક્ષુના મનમાં વસતાં એ કામ તો રમતમાં થઈ જવા જેવું છેજી. પરમાર્થના કામમાં મન પાછું પડે તે પોતાના હિતમાં હાનિ કરવા તુલ્ય , છે એમ સમજી આવેલા અવસરનો પૂરેપૂરો લાભ લઈ લેવા આગળ થવું, તત્પર થવું. આમાં કોઈને કહેવું ન પડે તેમ પોતાનું હિત સમજી દરેકે પોતાના આત્માના ઉદ્ધાર માટે લોભ, સ્વાર્થ અને સુખશીળિયો સ્વભાવ તજવો ઘટે છેજી. બને તેટલું ઘસાઈ છૂટવું. જાત મહેનતથી થશે તેટલું બીજા કશાથી નહીં બને. પારકી આશ સદા નિરાશ.” (પૃ.૨૨૪) ૪૪૬. નમ્ર વીરત્વથી તત્ત્વ બોધું.
નમ્રતાપૂર્વક શૂરવીરપણે ભગવાને કહેલા નવતત્ત્વાદિ કે છ પદ વગેરેનો જિજ્ઞાસુને બોઘ કરું. મનસુખભાઈ કીરતચંદના પ્રસંગમાંથી -
શ્રી દુલ્લભજીનું દ્રષ્ટાંત – અહંભાવરહિતપણે નમ્રતાથી શૂરવીરપણે જિજ્ઞાસુને તત્ત્વનો બોઘ કરું કે જેથી સામા વ્યક્તિને સચોટ અસર કરી જાય. “મોરબીમાં કીરતચંદભાઈ સાથે પોસ્ટઑફિસમાં કપાળુદેવ, મનસુખભાઈ વગેરે બેઠા હતા. ત્યાં કારકુન તરીકે એક મોરબીના દુલ્લભજી હતા. તેને બીડી પીવાની તલપ થઈ. એ બીડી સળગાવવા જતા હતા ત્યાં તો કપાળુદેવે પુછ્યું કે પાઈની કેટલી બીડી આવે? તેણે કહ્યું : ચાર. ત્યારે કપાળદેવે કહ્યું : તો પા પાઈની એક બીડી થઈ. એવી પા પાઈની બીડી માટે હજાર રૂપિયાના રોજવાળો બેરિસ્ટર પણ પોતાને વેચે અર્થાત તલપ થતાં આકુળ-વ્યાકુળ થઈ જાય. શ્રી દુલ્લભજી ઉપર આ વચનોની સચોટ અસર થઈ અને તેણે બીડી એકદમ ફેંકી દીઘી તથા ફરી નહીં પીવાની પણ પ્રતિજ્ઞા કરી.” એવું જ્ઞાનીપુરુષના બોધમાં વીરત્વ છે.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી :- કહેલું ન સમજાય તેનો હું શિષ્ય થાઉં
શ્રી હરિભદ્રસૂરિનું દૃષ્ટાંત - ચિત્રકૂટ (ચિતોડગઢ) માં હરિભદ્ર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ચૌદ વિદ્યામાં નિપુણ હતો, સર્વ શાસ્ત્રાર્થને જાણનાર હતો, તેથી જાણે પોતાનું પેટ ફાટી જાય તેવી બીક રાખતો હોય તેમ પોતાના પેટપર લોઢાનો પાટો બાંધી રાખતો હતો અને “જો હું કોઈનું બોલેલું ન સમજું તો હું તેનો શિષ્ય થાઉં એવી પ્રતિજ્ઞા કરીને તે ફરતો હતો. એકદા તે નગરમાં ફરતો હતો તેવામાં યાકિની નામની સાથ્વીના મુખથી તેણે આ પ્રમાણેની એક ગાથા સાંભળી –
"चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की ।
સવ વવ વેસવ, કુવી સિ સ વ ” ૧. ભાવાર્થ – “પ્રથમ બે ચક્રવર્તી, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રી, પછી એક વાસુદેવ, પછી એક ચક્રી, પછી એક કેશવ (વાસુદેવ) પછી એક ચક્રી પછી એક કેશવ, પછી બે ચક્રી, પછી એક કેશવ અને પછી એક ચક્રી એ પ્રમાણે બારચક્રી અને નવ વાસુદેવ આ ચોવીશીમાં થયેલા છે.
આ ગાથા સાંભળીને તેનો અર્થ નહીં સમજવાથી તે હરિભદ્ર સાધ્વી પાસે જઈને કહ્યું કે “હે માતા!આ શું ચિકચિક કરો છો? સાધ્વીએ જવાબ આપ્યો કે “જે નવું હોય તે ચિકચિક શબ્દ કરે છે; પરંતુ આ તો જૂનું છે.” તે સાંભળીને હરિભદ્રે વિચાર્યું કે “અહો! આ સાધ્વીએ મને ઉત્તર આપતાં જ જીતી લીઘો.” પછી તેણે સાધ્વીને કહ્યું કે “હે માતા! આ ગાથાનો અર્થ મને કહો.” ત્યારે તે બોલ્યા કે મારા ગુરુ તમને તેનો
૩૪૩