________________
સાતસો મહાનીતિ
આપણને માત્ર વિનય જેવા નજીવા સાઘનથી ઉપકારનું કારણ બને છે. અનેક પ્રકારના
ગૂંચવાડામાંથી આપણને બચાવી સીઘા મોક્ષમાર્ગ ઉપર લાવી શકે તેવી શક્તિ તેમનામાં
- હોય છે. ઉત્તરાધ્યયન શાસ્ત્રમાં પહેલું અધ્યયન વિનય વિષે છે તેનું આરાધન કરનાર ક્રમે મોક્ષે જાય છે એમ પણ તે જ શાસ્ત્રમાં છે. વિનય ઘર્મનું મૂળ છે.” (પૃ.૧૦૭)
પરમકૃપાળુદેવની નાની ઉંમર હોવા છતાં અનેક ભવની સાધનાના બળે ઉત્તમ જ્ઞાની પુરુષ હોવાથી પ.પૂ.પ્રભુશ્રીજી કે પૂ.શ્રી સોભાગભાઈ પણ તેમનો વિનય કરતા હતા. ૪૪૫. ઘર્મકર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરું.
ઘર્મના કામમાં ઘન આપતા માયા કરું નહીં. જેમકે મંદિરના કામમાં પૈસા આપવા પડશે એમ વિચારી કહે કે અમારી પાસે આટલા ક્યાં પૈસા છે કે મંદિરમાં આપીએ; વગેરે બહાના કાઢીને માયા કરી થન આપે નહીં. એમ ઘર્મ કર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા કરું નહીં.
બોઘામૃત ભાગ-૩'માંથી - ઘર્મકાર્યમાં તન મન ઘનથી યથાશક્તિ ભાગ લઉં
એક પુરાણી દંતકથા સ્મૃતિમાં આવવાથી લખું છું તે વિષે સર્વ વિચાર કરીને પોતાનાથી બને તેટલું પોતાનું હિત કરવા ચૂકશો નહીં.
એક રાજાનું દ્રષ્ટાંત – એક રાજા હતો. તેણે પોતાની રાજધાનીમાં રહેતા અમીર ઉમરાવોને કોઈ ઉત્સવના પ્રસંગે જમવા આમંત્રણ આપ્યું. પરંતુ તેમને ડર લાગ્યો કે રાજાના આમંત્રણમાં જઈશું તો તે કોઈ કીમતી વસ્તુ માગશે તો આપવી પડશે એમ વિચારી દરેકે કંઈને કંઈ બહાનું કાઢી પરગામ જવાનું નક્કી કર્યું. રાજાએ રસોઈ તથા વરઘોડાની તૈયારી કરાવી છતાં કોઈ અમીર ઉમરાવ કે તેમના પરિવારમાંથી જણાયા નહીં તેથી નગરજનોને રાજાએ કહેવરાવ્યું કે બધા સામાન્ય માણસોને વરઘોડામાં આવવાનું તેમ જ રાજાને ત્યાં જમવાનું આમંત્રણ છે તેથી લોકો રાજી થઈ વરઘોડામાં જવા લાગ્યા. પરંતુ કેટલાક લોકો ફાટેલાં અને કાળાં કપડાં પહેરી આવ્યા હતા તેમને વરઘોડાની શોભા બગાડનારા છે એમ જાણી રાજાએ કેદમાં પૂર્યા. બીજા બઘાને જમાડી વિદાય કર્યા.
આ સાદી દંતકથામાં જણાવ્યા પ્રમાણે ઉમરાવો ન આવ્યા તો બીજા બધાને ઉત્તમ જમણનો લાભ મળ્યો, તેમ પૂર્વના પુણ્યને લઈને જેમને વિશેષ લક્ષ્મી મળી છે તેવા મોટા શેઠિયા ઘામણ રાજમંદિરના કામમાં ભાગ ન લે તો સામાન્ય ત્યાંના રહેનારને ઉત્તમ જમણની પેઠે તેમને માટે કરેલી રસોઈ આરોગવાનો લાભ મળી ગયો છે એમ જાણી પોતાની પાસે જે સારાં કપડાંરૂપ યથાશક્તિ સામગ્રી હોય તે ઘારણ કરીને વરઘોડામાં જવું અને એ મહા કલ્યાણકારી પુણ્યના કામમાં બને તેટલો ટેકો કરવો. તેથી મોટા માણસોને મળવાનો લાભ આપણને અનાયાસ મળી જશે. પણ મેલાં કપડાં પહેરીને જનારથી રાજા નાખુશ થયા ને તેમને કેદમાં પૂર્યા, તેમ તે કામ કરતાં મન મેલાં રાખનારને હાનિ થવાનો સંભવ છે એમ જાણી ઉજ્વળ અંતઃકરણે જો કામ કરવા લાગશો તો શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના મંદિરનું ઉત્તમ પુણ્યદાયક કામ કરવાને સદભાગી થશો. ફરી ફરી આવાં કામ થતાં નથી અને જ્યાં સુધી તેમાં ભક્તિ કરનારા લાભ લેશે ત્યાં સુથી તેમાં મદદ કરનારને પુણ્યનો હિસ્સો મળ્યા કરશે. આવા સત્કાર્યમાં પોતાના ઘરનાં કામ કરતાં વઘારે કાળજી રાખવી ઘટે છેજી. કાવિઠામાં કાળજી રાખીને કામ કરનાર મુમુક્ષુઓએ કેવું પ્રભાવનાયોગ્ય દેરાસર કરાવ્યું તે દરેકની નજર આગળ ખડું છે. માત્ર સંપ અને સાચા દિલની લાગણીથી કામ કરનારને
૩૪૨