________________
સાતસો મહાનીતિ
ત્યાં થોડીવારે દામનક કાગળ લઈને ઘેર આવ્યો. તે વાંચીને સમુદ્રદત્તે પોતાની બહેનને તરત જ મુહૂર્ત લઈ તેની સાથે પરણાવી દીધી. શેઠ ઘરે આવ્યા અને વિષાના લગ્નની વાત જાણીને ખેદ પામ્યા. હવે પણ મારી પુત્રી ભલે વિઘવા થાય પણ એને , મરાવવો એમ વિચારી ચંડાલને બોલાવીને મારવાનો હુકમ કર્યો. રાત્રે એ મંદિરે આવશે ત્યારે મારી નાખવો એમ નક્કી કર્યું. પછી શેઠે દામનકને કહ્યું કે તારે રાત્રે મંદિરે પૂજાની સામગ્રી લઈને જવું. મંદિરે જતાં રસ્તામાં સાળો મળ્યો. તેણે કહ્યું તમે ન જાઓ, હું જઈને આવું છું; એમ કહી શેઠનો પુત્ર સમુદ્રદત્ત ગયો. ચંડાળોએ મંદિરમાં પેસતાં જ તેને મારી નાખ્યો. એ સાંભળીને શેઠનું હૃદય ફાટી ગયું અને તે પણ મૃત્યુ પામ્યો. પછી દામનક એ ઘરનો સ્વામી થયો.
પૂર્વે પોતે માંસ અને મદિરાનો નિયમ સગુરુ ભગવંત પાસે લીધો હતો. તેનું આ ભવમાં ફળ મળ્યું. પૂર્વભવમાં દુષ્કાળના વખતમાં કુટુંબીઓના કહેવાથી તે માંડ માંડ જાળ લઈને માછલાં પકડવા ગયો પણ એક પણ માછલું પકડી ન શક્યો. બીજે દિવસે એક પકડાયું તેની પાંખ તુટી ગઈ. તે જોઈને તેને બહુ દુઃખ થયું અને છોડી મૂક્યું; અને ઘરે આવી કુટુંબીઓને કહ્યું કે મારાથી આવું કામ કદી થશે નહીં. એમ કહી તેણે અનશન લઈ લીધું. ત્યાંથી મરીને આ દામનક થયો. પૂર્વભવમાં માછલીની એક પાંખ તૂટવામાં તે નિમિત્ત બન્યો તેથી આ ભવમાં એની ટચલી આંગળી કપાઈ ગઈ.
આ પ્રમાણે ગુરુ પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળી દામનક વિશેષ ઘર્મની રુચિવાળો થયો. અનુક્રમે તે મરણ પામી દેવલોકે ગયો. ત્યાંના સુખ ભોગવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ક્રમે કરીને સિદ્ધિપદને પામશે. (પૃ.૧૫૭) આમ કોઈને દુઃખ આપવા અયોગ્ય લેખ લખું નહીં. ૪૪૪. આશુપ્રજ્ઞનો વિનય જાળવું.
જેની બુદ્ધિ તીક્ષ્ણ છે, હાજર જવાબી છે, જવાબ આપવામાં જેને વિચાર પણ કરવો પડતો નથી તેવા આશુપ્રજ્ઞનો વિનય જાળવું.
વજસ્વામીનું દ્રષ્ટાંત – વજસ્વામી પાંચ વર્ષની વયે ઘોડીયામાં સૂતા સૂતા જ અગ્યાર અંગ ભણી ગયા. કેવી એમની તીવ્ર બુદ્ધિ હશે. આઠ વર્ષની વયે ગુરુએ તેમને આચાર્ય પદવી આપી. જ્ઞાનમાં વૃદ્ધ હોવાથી મોટા મોટા મુનિઓ પણ એમનો વિનય કરતા હતા.
બોઘામૃત ભાગ-૩'માંથી - “ “આશુપ્રજ્ઞ' શબ્દનો અર્થ આપે પૂક્યો છે તેનો અર્થ એમ સમજાય છે કે જે પૂર્વના આરાધક જીવને આ ભવમાં સામાન્ય જનો કરતાં વિશેષ પ્રજ્ઞા એટલે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે અને મોક્ષમાર્ગ શું? આત્મા શું? શું ગ્રહણ કરવા યોગ્ય છે? શું તજવા યોગ્ય છે? તેવા પ્રશ્નોનો નિકાલ જેને સહેજે થઈ જાય છે એવા મોક્ષમાર્ગે ચાલતાં બુદ્ધિશાળી સ્વ-પરને ઉપકારી મહાપુરુષ પરમકૃપાળુદેવ જેવા “આશુપ્રજ્ઞ” કહેવા યોગ્ય છેજી. જેને સહજમાત્રમાં ભેદવિજ્ઞાન પ્રગટ થાય તેવી બુદ્ધિ હોય, જેને પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રોમાં ખોળવા, શોઘવું પડતું નથી, પણ પ્રશ્ન પૂછતાં પહેલાં જેને ઉત્તર સૂઝી આવે એવી આચાર્યને યોગ્ય જેની બુદ્ધિ હોય તેને “આશુપ્રજ્ઞ” કૃપાળુદેવે કહ્યા હોય તેવું સમજાય છેજી. એવા પ્રજ્ઞાવંત જીવોના સહવાસથી આપણને શંકા-સમાઘાનનું નિમિત્ત બને છે, મોક્ષમાર્ગમાં મદદ મળે છે અને નિઃશંક થવાનું બને છે. તેથી તેમનો વિનય આપણને હિતકારી જાણી પરમકૃપાળુદેવે વિનય જાળવવાનું કહેલું જણાય છેજી. પૂર્વનાં ઘણા પુરુષાર્થના ફળરૂપે તે મહાપુરુષે જે શક્તિ પ્રગટ કરી છે તે
૩૪૧