________________
સાતસો મહાનીતિ
પછી તડકાને લીધે કઠણ થયેલું આÁ ચામડું ખેંચાવાથી નસોના ખેંચાણને લીધે તે
સાઘુનાં બને નેત્રો બહાર નીકળી આવ્યાં, તેથી પર ઘણું દુઃખ ઉત્પન્ન થયા છતાં પણ તેમણે તેના ઉપર રોષ આપ્યો નહીં. ક્ષમાના ગુણથી સઘળાં કર્મનો ક્ષય કરી ત્યાંજ કેવળજ્ઞાન પામીને મેતાર્યમુનિ મોક્ષે પધાર્યા. તે સમયે લાકડાનો બોજો પડવાથી ઉત્પન્ન થયેલા શબ્દના ભયથી વ્યાકુળ થયેલા પેલા પક્ષીએ સઘળા જવો વમી નાખ્યા. તે જવોને જોઈ ભય પામેલો સોની વિચાર કરવા લાગ્યો કે “અરે! મેં બહુ ખરાબ કામ કર્યું! મેં શ્રેણિક રાજાના જમાઈ મેતાર્ય નામના મુનિને હણ્યા. જો રાજા આ વાત જાણશે તો જરૂર મારો સહકુટુંબ નાશ કરશે.” પછી ભયના માર્યા તેણે પરિવાર સહિત મહાવીર સ્વામી પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર પાળી, પાપની આલોચના કરીને તે સદગતિએ ગયો. એ પ્રમાણે અન્ય મુનિઓએ પણ ક્ષમા રાખવી એવો આ કથાનો ઉપદેશ છે. ૪૪૩. અયોગ્ય લેખ લખું નહીં.
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા×૪'ના આઘારે - કોઈ પાપ બુદ્ધિવાળો અયોગ્ય લેખ લખે પણ જેનું પુણ્ય બળવાન હોય તેને તે સવળું પરિણમે છે.
- દામનક શેઠપુત્રનું દ્રષ્ટાંત – પુણ્યબળે અવળા લેખ પણ સવળા પરિણમે. રાજગૃહી નગરમાં મણિકાર શેઠને એક પુત્ર થયો. તેનું નામ દામનક રાખ્યું. એ આઠ વર્ષનો થયો ત્યારે મારીના ઉપદ્રવથી સર્વ કુટુંબ નાશ પામ્યું. તેથી તે પણ રોગના ભયથી ઘરમાંથી નાસી ગયો. નગરીમાં ફરતાં ફરતાં સાગરદત્ત શેઠને ત્યાં નોકરીમાં રહ્યો.
એ શેઠને ત્યાં બે મુનિ ગોચરી માટે પધાર્યા. દામનકને જોઈ મોટા મુનિએ બીજા મુનિને કહ્યું કે આ શેઠનો સેવક આ ઘરનો સ્વામી થશે. એ વાત ભીંતના ઓથે રહેલા સાગરદત્તશેઠે સાંભળી લીધી. તેથી શેઠને બહુ દુઃખ થયું.
પછી શેઠે ચંડાળને બોલાવી બહાનું કરી દામનકને મારવા માટે તેને આપ્યો. પણ ચંડાળને એનું સુંદર રૂપ જોઈ દયા આવી. તેથી તેની ટચલી આંગળી કાપીને તેને કહ્યું કે તું અહીંથી નાસી જા. તે નાસી જઈ બીજા ગામે આ શેઠનું ગોકુળ હતું ત્યાં જ ગયો. જે ગોકુળનો રક્ષપાળ હતો તેણે આનો વિનય જોઈ પોતાના પુત્ર તરીકે રાખ્યો. તે યુવાન થયો. એક દિવસ શેઠ પોતાના ગોકુળમાં આવ્યો ત્યારે છેદેલી આંગળીવાળા દામનકને જોઈ ઓળખી લીધો. તેથી શેઠે પોતાના પુત્ર ઉપર કાગળ લખીને દામનકને મોકલ્યો કે “આ કાગળ લાવનારને વગર વિલંબે તરત જ વિષ આપજે. તેમાં કાંઈપણ સંદેહ કરીશ નહીં.” દામનક રાજગૃહી પહોંચ્યો. પણ થાકને લીધે બગીચામાં સૂઈ ગયો. તેટલામાં સાગરદત્તની પુત્રી વિષા ત્યાં આવી. તે દામનકના રૂપથી મોહિત થઈ, અને પાસે પડેલ કાગળ પિતાની મુદ્રાવાળો જોઈને વાંચ્યો. તો તેમાં આવનારને વિષ આપજે એમ લખેલું હતું, ત્યાં તેણીએ વિષને બદલે વિષા કરી દીધું. તે હર્ષિત થઈ પોતાને ઘેર ગઈ.
૩૪૦