________________
સાતસો મહાનીતિ
એકદા રાજસભામાં રાજા પોતાની પુત્રી સાથે બેઠેલા છે. ત્યાં ઋષભદત્ત નામનો સાર્થવાહ રાજાને ભેટશું થરવા આવ્યો. તેને અચાનક છીંક આવી ત્યારે હમેશની જેમ “નમો રિહંતાણ’ એ પદનો ઉચ્ચાર કર્યો. તે સાંભળી રાજાની પુત્રી વિચારવા લાગી , કે આ શબ્દ તો મેં ક્યાંય સાંભળ્યા છે. એમ વિચારતાં વિચારતાં જાતિસ્મરણજ્ઞાન થયું. જેથી પૂર્વભવ નિહાળ્યો.
પછી પિતાની આજ્ઞા લઈ પુત્રી ભરુચ આવી. પોતે જ્ઞાનમાં જોયું હતું તે ઝાડ જોઈ વિશેષશ્રદ્ધા થઈ. મુનિ મહાત્માઓના સત્સંગ અર્થે પછી અહીં જ રહેવા લાગી. બારવ્રતો લઈ સાધુજીવન ગાળવા લાગી. ભરુચમાં વીસમા તીર્થંકર મુનિસુવ્રત સ્વામીએ પોતાના પૂર્વભવના મિત્ર અશ્વ(ઘોડા)ને પ્રતિબોઘ પમાડ્યો હતો, એમ મુનિવરો પાસે સાંભળી તેણીએ–ભરુચમાં એક ભવ્ય જિન મંદિર બંઘાવ્યું. અને પોતાના પૂર્વભવની સ્મૃતિ જાળવવા “શકુનિકા વિહાર’ એવું મંદિરનું નામ રાખ્યું. તેમાં મુનિસુવ્રત ભગવાનની મૂર્તિ સ્થાપીને પ્રતિદિન ભાવપૂર્વક તે પ્રભુપૂજન કરવા લાગી. અંતે સમાધિપૂર્વક દેહ ત્યાગી ઈશાન દેવલોકમાં મહર્દિક દેવપણે ઉત્પન્ન થઈ. એમ પરદુઃખે દાઝી ઉપકાર કરવાનું પરિણામ ઉત્તમ આવ્યું. ૪૪૨. અપરાધી પર પણ ક્ષમા કરું.
મને કોઈ દુઃખ આપે, તો તે મારા પૂર્વકર્મનો જ દોષ છે એમ જાણી અપરાધી પર પણ ક્ષમા કરું,
એક સોનીએ મેતાર્યમુનિનો ભયંકર અપરાધ કર્યો, મરણાંત ઉપસર્ગ કર્યો. છતાં મુનિએ તેના પ્રત્યે ક્ષમા જ રાખી, ક્રોધ ન કર્યો. એ પુરુષોની કેવી અદ્ભુત સમતા, ક્ષમા અને ઘીરજ; તે સદા પ્રશંસનીય છે. ઉપદેશમાળા'માંથી - મરણાંત ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ ક્ષમા
મેતાર્યમુનિનું દ્રષ્ટાંત - મેતાર્યમુનિ વિહાર કરતાં પિન કો કરતાં એક દિવસ માસક્ષમણને પારણે રાજગૃહ નગરમાં
ભિક્ષાને માટે ભમતાં એક સોનીને ઘેર જઈને થર્મલાભ આપ્યો. ત્યારે તે સોની, શ્રેણિક રાજાની આજ્ઞાથી જિનભક્તિને અર્થે ઘડેલા એકસો આઠ સોનાના જવ બહાર મૂકીને ઘરમાં ગયો. તે સમયે કોઈ એક ક્રૌંચ પક્ષી ત્યાં આવી તે સર્વ જવ ગળી ગયો. મેતાર્યમુનિએ તે જોયું અને ક્રૌંચ પક્ષી પણ ઊડીને એના આંગણામાં જ ઝાડ પર જઈને ઊંચે બેઠું. સોની બહાર આવ્યો અને મુનિને વહોરાવ્યા પછી જવ નહીં જોવાથી સાધુને તે વિષે પૂછ્યું. સાઘુએ વિચાર કર્યો કે “જો હું પક્ષીનું નામ લઈશ તો આ સોની તેને મારી નાખશે.” તેથી દયાને લીધે મૌન ધારણ કરીને ઊભા રહ્યા. સાઘુઓને તે યોગ્ય જ છે.
સાધુને વારંવાર પૂછતાં છતાં પણ જવાબ ન દેવાથી * “આ ચોર છે' એમ માની સોનીએ ક્રોઘવશ થઈ લીલા
ચામડાથી તેમનું માથું વીંટીને તેમને તડકામાં ઊભા રાખ્યા.
૩૩૯