________________
સાતસો મહાનીતિ
આયુષ્યકર્મ ક્ષય થવાથી અક્ષયસ્થિતિરૂપ આત્મશક્તિ પ્રગટ થાય છે. અંતરાયકર્મ ક્ષય
થવાથી અનંત દાન શક્તિ પ્રગટે છે. આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ
2 અને અનંતવીર્ય આદિ શક્તિઓ રહેલી છે. તેને પ્રગટ કરવા માટે ભક્તિ, સ્વાધ્યાય વગેરેનો પુરુષાર્થ કરું. એમ આત્માની જે અનંત શક્તિઓ છે તેને સાધ્ય એટલે પ્રાપ્ત કરવા માટે હમેશાં પ્રયત્નશીલ રહું. ગજસુકુમાર જેવા પોતાની આત્મશક્તિને બે ઘડીમાં સાધ્ય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તે નીચે મુજબ –
“શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ ૮'માંથી - ગજકુમારની ઉત્તમ ક્ષમા
ગજસુકુમારનું દ્રષ્ટાંત – દેવકી બોલ્યાં – હે કૃષ્ણ! તમે બાળપણામાં નંદને ઘેર મોટા થયા, અને તમારા અગ્રજ છ સહોદર નાગસાર્થવાહને ઘેર ઉછર્યા; મેં તો સાતમાંથી એક પુત્રને પણ બાલ્યકાળમાં લાલિત કર્યો નહીં; તેથી હે વત્સ! બાળકનું લાલનપાલન કરવાની ઇચ્છાવાળી હું પુત્રને ઇચ્છું છું. માતાનાં આવાં વચન સાંભળી “હું તમારો મનોરથ પૂરો કરીશ” એમ કહી કૃષ્ણ સૌઘર્મ ઇંદ્રના સેનાપતિ નૈગમેલી દેવની આરાધના કરી. દેવ પ્રત્યક્ષ થઈને બોલ્યો – “હે ભદ્ર! તમારી માતાને આઠમો પુત્ર થશે, પણ જ્યારે તે યુવાવસ્થા પામશે ત્યારે દીક્ષા લેશે.” તેના આ પ્રમાણેના કથન પછી સ્વલ્પ વખતમાં એમ મહર્બિક દેવ સ્વર્ગમાંથી ચ્યવીને દેવકીના ઉદરમાં ઉત્પન્ન થયો, અને સમય આવતાં પુત્રરૂપે અવતર્યો. તેનું ગજસુકુમાર નામ પાડ્યું. જાણે બીજા કૃષ્ણ હોય તેવા એ દેવ સમાન પુત્રનું દેવકી લાલનપાલન કરવા લાગ્યાં. માતાને અતિ વ્હાલો અને ભ્રાતાને પ્રાણ સમાન કુમાર બન્નેના નેત્રરૂપ કુમુદને ચંદ્રરૂપ થયો. અનુક્રમે યૌવનવયને પામ્યો એટલે પિતાની આજ્ઞાથી દ્રુમ રાજાની પુત્રી પ્રભાવતીને પરણ્યો. વળી સોમશર્મા બ્રાહ્મણની ક્ષત્રિયાણી સ્ત્રીથી ઉત્પન્ન થયેલી સોમા નામની કન્યાને પણ જો કે તે ઇચ્છતો ન હતો તોપણ માતા અને ભ્રાતાની આજ્ઞાથી પરણ્યો. તેવામાં શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં સમવસર્યા. તેમની પાસે સ્ત્રીઓ સહિત જઈને ગજસુકુમારે સાવઘાનપણે ઘર્મ સાંભણ્યો, તેથી અપૂર્વ વૈરાગ્ય ઉત્પન્ન થતાં બંને પત્નીઓ સહિત માતા પિતાની આજ્ઞા મેળવીને તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી. જ્યારે ગજસુકુમારે દીક્ષા લીધી ત્યારે તેના વિયોગને નહીં સહન કરી શકતા એવા તેના માતાપિતાએ અને કૃષ્ણ પ્રમુખ ભાઈઓએ ઊંચે સ્વરે રૂદન કર્યું.
જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ગજસુકુમાર મુનિ પ્રભુની આજ્ઞા લઈ સાંયકાળે સ્મશાનમાં જઈને કાયોત્સર્ગધ્યાને રહ્યા. તેવામાં કાંઈક કારણે બહાર ગયેલા સોમશર્મા બ્રાહ્મણે તેમને દીઠા. તેમને જોઈ તે સોમશર્માએ ચિંતવ્યું કે, “આ ગજસુકુમાર ખરેખરો પાખંડી છે, તેનો આવો વિચાર છતાં માત્ર વિટંબના કરવાને એ દુરાશય મારી પુત્રીને પરણ્યો હતો.” આમ ચિંતવી એ મહા વિરોથી બુદ્ધિવાળા સોમશર્માએ અતિ ક્રોધાયમાન થઈને માથા ઉપર ચીકણી માટીની પાળ કરી તેમાં ઘનઘખતા અંગારા ભર્યા; પરંતુ સમભાવ પરિણામી ગજસુકુમારને કિંચિત્માત્ર પણ ક્રોઘ કે દ્વેષ હૃદયમાં જન્મ પામ્યો નહીં. પણ સવળું લીધું કે મને મોક્ષની પાઘડી બંધાવી. તે ભાવોના ફળસ્વરૂપ કૈવલ્યજ્ઞાન પામી તેઓ મોક્ષે સિધાવ્યા. “ગજસુકુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોઘ કરે છે!” ૪૬૦. શક્તિ વગરનું કૃત્ય કરું નહીં.
જે કામ કરવાની મારી શક્તિ નથી તે કામ હાથમાં લઉં નહીં. પોતાની શક્તિ, સમય અને
૩૫૨