________________
સાતસો મહાનીતિ
I
S
A
પંડિતે તેને સર્વ
તે સાંભળીને અતિ ક્રોધયુક્ત થઈ રાજા બોલ્યો કે “અરે ઘનપાળ! આવાં વચન બોલતાં તારી જિલ્લાના સહસ્ત્ર કકડા કેમ ન થયા? તે સાંભળી ઘનપાળ નિઃશંકપણે બોલ્યો કે –
બે મુખવાળા, નિરક્ષર અને લોહમતિવાળા હે નારાચ (ત્રાજવું) અમે તને કેટલું કહીએ! તે ચણોઠીની સાથે સુવર્ણને તોળ્યું ! તે કરતાં તે પાતાળમાં કેમ ન ગયો?”
આ પ્રમાણે પોતાની નિંદા સાંભળીને રાજાએ અતિ ક્રોધથી તે ગ્રંથને બાળી નાખ્યો.
ઘનપાળ રાજાના ભયથી અને ગ્રંથના નાશથી ઉદ્વેગ પામી શોકસહિત ઘેર આવ્યો. ત્યાં તેની તિલકમંજરી નામની પુત્રીએ પૂછ્યું કે “હે પિતા! તમે આજ શોકાતુર કેમ છો?” ત્યારે પંડિતે તેને સર્વ વૃત્તાંત કહ્યું. પુત્રી
બોલી “હે પિતા! ટેલ તેમ જ ફિકર કરો નહીં, જો કે , આ ( કે છે મારે મુખે તે આખો (
રે ગ્રંથ છે, આપ લખી લ્યો.” તે સાંભળીને હર્ષ પામી પંડિતે તે ગ્રંથ લખી લીધો અને પુત્રીના નામની યાદગીરી માટે તેણે તે ગ્રંથનું નામ તિલકમંજરી રાખ્યું. પછી રાજાના ભયથી ઘનપાળ પોતાના કુટુંબ સહિત અન્ય ગ્રામે જઈને રહ્યો.
એકદા ભોજરાજાની સભામાં કોઈ પંડિતે આવી સર્વ વિદ્વાનોનો પરાજય કર્યો; તેથી ખેદ પામીને રાજાએ જાતે જઈ ઘનપાળને મનાવી આદરસત્કારપૂર્વક પોતાની નગરીમાં આણ્યો. ઘનપાળને આવેલો સાંભળતાંજ તે વિદેશી પંડિત ભય પામીને રાત્રિને સમયે ગુપ્ત રીતે નાસી ગયો. લોકમાં જૈનઘર્મની ઘણી પ્રશંસા થઈ. ઘનપાળ રાજાની પાસે સુખેથી રહ્યો અને ઘર્મનું આરાધન કરી અંતે સ્વર્ગે ગયો.
“દ્રવ્યથી મિથ્યાત્વીઓનો પરિચય છતાં પણ ભાવથી પાપસંગના નાશની સ્પૃહાવાળા ઘનપાળે સર્વ દોષરહિત સમકિતને દ્રઢ ઘારણ કર્યું. (પૃ.૭૭)
મરણાંત ભયને પણ ગણ્યા વિના રાજાના કહેવાથી મિથ્યાદેવની સ્તુતિ ઘનપાળે કરી નહીં, તેમ સમકિતને દ્રઢ કરવા પ્રયત્ન કરું. ૪૬૫. ખોટા દેવ સ્થાપું નહીં.
રાગદ્વેષથી યુક્ત તે સર્વ ખોટા દેવ છે. રાગદ્વેષ રહિત વીતરાગ તે જ સાચા દેવ છે. માટે ખોટા દેવની સ્થાપના કરું નહીં. તેથી મિથ્યાત્વ ગાઢ થાય છે.
“શ્રી યશોવિજયજી કૃત ચોવીશીના અર્થમાંથી - “હું અડગ શ્રદ્ધાથી કહું છું કે હવે પછી શ્રી વીતરાગ પ્રભુ વિના અન્ય કોઈપણ દેવની પૂજા-સેવા-આરાઘના ક્યારે પણ કરવાનો નથી. હૃદય પ્રેમથી ભરેલા આવા ઉદ્ગારો તેમના સાચા સમ્યત્વની પ્રાપ્તિ સૂચવે છે. એવા જીવને ઘર્મરંગ અસ્થિમજ્જામાં પરિણમેલો હોય છે. તેના રગેરગમાં ઘર્મના અંગે અપૂર્વ વિર્ષોલ્લાસ પ્રગટ દેખાય છે.
૩૫૭