________________
સાતસો મહાનીતિ
નહીં. પણ પોતે કોઈનું ભલું કર્યું હોય તે ભૂલી જવા કહ્યું. જેમ ચંદન વૃક્ષને કોઈ કાપે તો
તે કાપનારને પણ સુગંઘ જ આપે. એવો સ્વભાવ સત્પરુષોનો હોય છે.
- “જૈન હિતોપદેશ'માંથી :- કતજ્ઞી માણસ કરેલા ઉપકારને કદાપિ વિસરતો નથી, જે ઉપકારને વિસરે છે તે કૃતધ્રી કહેવાય છે. વળી ઉપકારીનું પણ ઊલટું અહિત કરવા ઘારે તેને મહા કૃતધ્ર સમજવો. માતા, પિતા, સ્વામી અને ઘર્મગુરુના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી, છતાં કૃતજ્ઞ માણસ તેમની બનતી અનુકૂળતા સાચવી, તેમને ઘર્મકાર્યમાં સહાયભૂત થવા પૂરતો પ્રયત્ન કરે તો કદાપિ અનૃણી થઈ શકે. સર્વજ્ઞ ભાષિત સત્યઘર્મ પમાડનાર ગુરુનો ઉપકાર સર્વોત્કૃષ્ટ છે, સુવિનીત શિષ્ય તેમની પવિત્ર આજ્ઞાને અનુસરવા પૂર્ણ કાળજી રાખે છે; તેથી વિરુદ્ધ વર્તનાર ગુરદ્રોહી–મહાપાપી ગણાય છે. (પૃ.૫૬)
ઉત્તમ માણસો અવગુણ ઉપર પણ ગુણ કરે છે. મધ્યમ માણસો સામાએ ગુણ કર્યો હોય તો પોતે પણ વખતે પોતાથી બનતો બદલો વાળવા ઘારે છે. પરંતુ અઘમ માણસો તો કર્યા ગુણનો લોપ કરે છે. આવી અઘમ વૃત્તિવાળા અજ્ઞાની અવિવેકીજનો કરતાં કૂતરાં પણ સારાં ગણાય છે, કે જેઓ કિંચિત્ માત્ર ભોજનના બદલામાં પોતાની પૂછડી હલાવી ખુશ થઈ પોતાનું કૃતજ્ઞપણું જાહેર કરી ઘરની રાતદિવસ ચોકી કરે છે. કૃતધ્ર માણસો શ્વાન કરતાં પણ હલકા ગણાય છે. એમ સમજી કૃતજ્ઞતાને આદરી કાંઈ પણ ઘર્મ આરાઘન કરી માનવપણું સાર્થક કરું. અન્યથા માતાની કુખને લજવી ભૂમિને કેવળ ભારરૂપ થયા એમ માનું. કૃતજ્ઞી એવા વિવેકી રત્નોની માતા રત્નકુક્ષી કહેવાય છે. આવું ન્યાયનું રહસ્ય સમજી સ્વપર હિતકારી એવા કરેલા ઉપકારને કદી ઓળવું નહીં. (પૃ.૬૫) ૪૬૪. મિથ્યા સ્તુતિ કરું નહીં.
કોઈની ગુણ વગર સ્તુતિ એટલે પ્રશંસા કરું નહીં.
ભોજરાજાના દરબારમાં એક ઘનપાળ નામના કવિ હતા. તે દ્રઢ જૈનધર્મી હતા. તેમણે આદિનાથ ભગવાનનું ચરિત્ર રચ્યું. તેમાં ભગવાનના ગુણગાન અર્થે સ્તુતિ આવે. તે સાંભળી ભોજરાજા બોલ્યો કે તેવી સ્તુતિ તું મહાદેવની કર. તેના વિષે ઘનપાળ કવિ જણાવે છે –
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી - મિથ્યાદેવની સ્તુતિ કદી કરું નહીં
ઘનપાળકવિ તથા તિલકમંજરીનું દ્રષ્ટાંત-એકદા ઘનપાળનું ચિત્ત વ્યગ્ર જોઈને ભોજરાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “હું હાલમાં યુગાદીશનું ચરિત્ર રચું છું, તેથી મન તેમાં વ્યસ્ત રહે છે.” પછી તે ચરિત્ર પૂર્ણ થયું ત્યારે રાજાએ તેનું શ્રવણ કરવા માંડ્યું. તેનો અત્યભુત રસ સાંભળતા રાજાએ વિચાર્યું કે “ આનો અર્થરૂપ રસ ભૂમિ પર ન પડો.” એમ ઘારીને તે પુસ્તકની નીચે એક મોટો સુવર્ણનો થાળ રખાવ્યો. એવી રીતે તે ચરિત્રના રસનું પાન કરતાં તે રાજાને રાત દિવસની પણ ખબર પડી નહીં. તે ચરિત્ર પૂર્ણ સાંભળ્યા પછી રાજાએ ઘનપાલને કહ્યું કે “હે પંડિત! જો તું આ ગ્રંથમાં અયોધ્યાનગરીને સ્થાને અવંતિ નગરી, ભરતચક્રીને સ્થાને મારું નામ અને આદીશ્વરને સ્થાને મહાદેવનું નામ સ્થાપન કરે, તો હું તને એક કરોડ સોનામહોર આપું” તે સાંભળીને ઘનપાળ બોલ્યો કે –
“હે રાજા! મેરુ પર્વત અને સરસવના કણમાં, હંસ અને કાગડામાં તથા ગઘેડા અને ગરુડમાં જેટલું અંતર છે તેટલું અંતર (અનુક્રમે) અવંતિ, તું અને મહાદેવ તથા અયોધ્યા, ભરત અને આદીશ્વરમાં છે.”
૩૫૬