________________
સાતસો મહાનીતિ
આ કુંવરે જ તમને એક વખત બબ્બરરાજાના હાથથી અને બીજી વખત કનકકે, રાજાના હાથથી, એમ બબ્બે વખત છોડાવ્યાં છે, તથા એ સાથે હતો તેથી તમારો માલ સામાન અને ઘન બધું બચી ગયું છે. વળી એણે જ તમારા થંભી ગયેલા છે વહાણ આગળ આવીને ચલાવી આપ્યાં છે. માટે આના જેવો પુરુષરત્ન તો જગતમાં બીજે ક્યાંય મળશે નહીં. જો આના ઉપર દ્રોહ કરીને તેનું બુરું ચિંતવશો તો આયુષ્ય પૂર્ણ નહીં થયે છતે ક્યાંક મરી જશો!વળી એને એના ભાગ્યથી બઘી ઋદ્ધિ મળી છે, તેમાં આટલી બધી દુર્બુદ્ધિ તમારે ગળે કેમ વળગી છે.
છેવટે બીજા મિત્રની સલાહથી શ્રીપાળકુંવરને ઘવળશેઠે સમુદ્રમાં નાખી દીધો. ઉપકારનો બદલો અપકારરૂપે આપી તે સાતમી નરકે ગયો. માટે કોઈના કરેલા ઉપકારને કદી ઓળવું નહીં.
ભગવાન મહાવીર પાસે ગોશાળે તેજો વેશ્યા શીખી અને પાછી ભગવાન ઉપર જ તે મૂકી. એમ ઉપકારનો બદલો અપકાર આપે તે કૃતધ્રી કહેવાય.
કલ્પસૂત્ર'માંથી - કૃતઘ્ની બની તેજોવેશ્યા મૂકી તો તે પોતાને જ બાળનાર થઈ
ગોશાળાનું દ્રષ્ટાંત - ગોશાળો ક્રોધથી ઘમઘમતો જ હતો. તેણે આવતાવેત જ પ્રભુને ઉદ્દેશી આક્ષેપક વાણીમાં કહ્યું કે:- અરે કાશ્યપ!તું એમ કેમ બોલ્યા કરે છે કે આ ગોશાળો તો કંખલીનો પુત્ર છે. તે તારો શિષ્ય તો ક્યારનોય મરી ગયો. હું તો એક જુદો જ માણસ છું તેની મને ખબર નહીં હોય. અલબત્ત, આ શરીર ગોશાળાનું છે પણ તે તો મેં પરિષહ સહન કરવાને ખાતર પસંદ કર્યું છે. ગોશાળાનું શરીર પરિષહો વેઠવામાં ઠીક કામ આવશે એમ ઘારીને જ મેં તે શરીરને મારું પોતાનું બનાવ્યું છે, બાકી હું પોતે કંઈ મંખલિપુત્ર ગોશાળો નથી.!”
ગોશાળાની તોછડાઈ અને અમર્યાદા જોઈ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓ ભગવાનનું આ રીતે અપમાન થતું જોઈ ન શક્યા. તેઓ વચમાં ઉત્તર આપવા જતા, ગોશાળે તેજ વખતે તેજલેશ્યા છોડી બન્ને સાથુને બાળી નાખ્યા. સાઘુઓ તો કાળ કરી સ્વર્ગે ગયા.
પ્રભુએ પોતાની અતિ શાંત, મૃદુ અને હિતકારક વાણીમાં ગોશાળાને સંબોઘી કહ્યું કે – “કોઈ માણસ ચોરી કરતાં પકડાઈ જાય અને તે વખતે કીલ્લો, પર્વત કે ગુફા જેવું છુપાવાનું સ્થાન ન મળતાં પોતાની આંગળી કે મોટું કોઈ તણખલા નીચે સંતાડવાનો પ્રયત્ન કરે તો શું તે છુપાવી શકે? તારો બચાવ
પણ બરાબર તેવો જ છે. તું તે જ ગોશાળો છે, તું બીજો કોઈ જ નથી. ખોટી રીતે શા માટે તારા આત્માને છૂપાવે છે?' આવી રીતે સમભાવપૂર્વક યથાસ્વરૂપ કહેવા છતાં તે દુરાત્માએ ક્રોઘ કરી ભગવંત ઉપર પણ તેજોલેશ્યા મૂકી. પરંતુ એવા દુરાત્માની, તેજોલેશ્યા પ્રભુ જેવા મહા પ્રતાપી, તપસ્વી અને સંયમી પુરુષને શી અસર કરે? તેજોલેશ્યા પ્રભુની આસપાસ ત્રણવાર પ્રદક્ષિણા દઈ, પાછી ગોશાળાના શરીરમાં જ દાખલ થઈ ગઈ. તેનું આખું શરીર અંદરથી દાઝવા લાગ્યું અને તેથી સાત દિવસ સુધી ભયંકર વેદના વેઠી સાતમી રાત્રીએ તે મરણને શરણ થયો. (પૃ.૬૬) કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય તેને કદી ભૂલું
પ
turn
injur
૩૫૫