________________
સાતસો મહાનીતિ
‘મોક્ષમાળા વિવેચન’માંથી – “જ્ઞાન થવાને અનુકૂળ દેશ, કાળ અત્યારે છે? ઉપર કહ્યું તેમ કર્મભૂમિમાં પણ આર્યભૂમિ જેમાં છે એવો આ ભારત દેશ અનુકૂળ છે. આ પંચમકાળમાં મતિ, શ્રુત, અવઘિ થઈ શકે. પણ પરમાવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન આ ક્ષેત્રે પરંપરાસ્નાયથી જોવામાં આવતા નથી. એ રીતે કાળ પરિપૂર્ણ અનુકૂળ નથી. તો પણ આત્મજ્ઞાન થવા માટે તો દેશ કાળ અનુકૂળ છે.’’ (પૃ.૧૮૪) ૪૬૨. કૃત્યનું પરિણામ જોઉં.
કાર્યની શરૂઆત કરતા પહેલાં તેનું શું પરિણામ એટલે ફળ આવશે તે પ્રથમ વિચારું. જેથી પસ્તાવાનો સમય ન આવે.
ઝેર ખાઈશ તો તેનું ફળ મરણ આવશે. તેમ ક્રોધ કરીશ તો તેનું ફળ દુઃખ આવશે. માન કરીશું તો તેનું ફળ હલકી ગતિ થશે. માયા કરીશ તો તેનું ફળ તિર્યંચગતિ વગેરે આવશે અને લોભ કરીશ તો તેનું ફળ નરક આદિ ગતિઓમાં રઝળવું પડશે વગેરે દરેક કાર્ય કરતા પહેલાં જ તેના ફળનો વિચાર કરું કે જેથી દુઃખના કારણો ઊભા થાય નહીં.
મુનિએ વિચાર્યું કે હું વેશ્યાને ત્યાં જઈશ તો લોકો મારી નિંદા કરશે. એ નૃત્યનું પરિણામ ભયંકર આવશે એમ વિચારી ત્યાં જવાનું માંડી વાળ્યું. એ વિષે પરમકૃપાળુદેવ જણાવે છે –
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– ‘કોઈ મુનિ વિષય–ઇચ્છાથી વેશ્યાશાળામાં ગયો; ત્યાં જઈને તેને એમ થયું કે ‘મને લોક દેખશે તો મારી નિંદા થશે. માટે અહીંથી પાછું વળવું.' એટલે મુનિએ પરભવનો ભય ગણ્યો નહીં, આજ્ઞાભંગનો પણ ભય ગણ્યો નહીં, તો ત્યાં લોકલાજથી પણ બ્રહ્મચર્ય રહે તેવું છે તે માટે ત્યાં લોકલાજ ગણી પાછો ફર્યો, તો ત્યાં લોકલાજ રાખવી એમ કહ્યું છે, કેમકે આ સ્થળે લોકલાજનો ડર રાખવાથી બ્રહ્મચર્ય રહે છે, જે ઉપકારક છે.’’ (વ.પૃ.૭૦૨)
‘બોઘામૃત ભાગ-૨’માંથી :– “હું કરું છું એનું ફળ શું આવશે? એનો વિચાર કરી પગલું મૂક. ફળ ખરાબ આવશે એમ લાગે તો ન કરવું. જ્ઞાનીની આજ્ઞા વગર જે કંઈ કરે તે બધું ઊંધું જ થાય છે.'' (પૃ.૧૭)
૪૬૩. કોઈનો ઉપકાર ઓળવું નહીં.
કરેલા ઉપકારને કદી ઓળવું નહીં. એના જેવો બીજો કોઈ મોટો દોષ જણાતો નથી.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “કૃતવ્રતા જેવો એક્કે મહા દોષ મને લાગતો નથી.’’ (વ.પૃ.૧૫૮) “અહો! મને તો કૃતઘ્રી જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે!’’ (વ.પૃ.૧૫૭) શ્રીપાળ રાજાનો રાસ'માંથી :– કરેલા ઉપકારને ઓળવવાથી ઘવળશેઠ નરકે ગયો ધવળશેઠનું દૃષ્ટાંત – ધવળશેઠને મિત્રોએ કહ્યું તમે ચિંતિત જણાઓ છો, તમારું દુઃખ અમને કહો તો તેનો ઉપાય વિચારીને તમને ચિંતાથી મુક્ત કરીએ. ત્યારે ધવળશેઠે શરમ છોડીને મનમાં ચિંતવેલ હતું તે કહ્યું. તે સાંભળીને મિત્રો કહેવા લાગ્યા કે – અરે શેઠ! ધિક્કાર છે! તમે આ શું બોલ્યા!
વળી પરસ્ત્રીગમન જેવું બીજું કોઈ પાપ નથી. એનાથી તો ભવોભવમાં ડૂબી મરવાનું છે. તથા આ શ્રીપાળકુંવર તો જગતમાં કેવડાના વૃક્ષની જેમ અન્યનો ઉપકારી છે. તથા એનો આટલો બધો પ્રભાવ તમે પ્રત્યક્ષ જોયો છે તો તેને કેમ મરાય? કલ્પવૃક્ષની શાખાને કુહાડીથી કેમ છેદાય?
૩૫૪