________________
સાતસો મહાનીતિ
એવા જીવો આત્મજાતિના પુરુષાર્થમાં આવી પડતાં અનેક વિદ્ગોને દૂર કરી અલ્પકાળમાં સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે.
સુખ દુઃખ માત્ર કર્મના જ વિપાકો છે. એ હકીકતને માનનારા છતાં કેટલાએક જૈન ભાઈઓ જરા કષ્ટ કે આપત્તિ પ્રાપ્ત થયે ગભરાઈ જઈ મનોબળને નબળું કરી હિંમત ગુમાવી બેસી અન્ય ગમે તે દેવ દેવી સંબંધી ગમે તે પ્રકારની માન્યતા સ્વીકારવા તૈયાર થઈ જાય છે અને તેમ કરીને પોતાના જૈનત્વને ભૂલી જાય છે. એવાઓએ આ હકીકત ઉપરથી ઘડો લઈ બહુ સમજવા જેવું છે. આવે વખતે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો પુણ્યોદય હશે તો કોઈ કાંઈપણ કષ્ટ આપવા સમર્થ નથી અને પાપોદય હશે તો કોઈપણ દેવ કે દેવી તેના ફળ-પરિણામને રોકવા શક્તિમાન નથી. આમ વિચારી શ્રદ્ધામાં શિથિલ ન થતાં ઘર્મનું સવિશેષ સેવન કરવું કે જેથી અશુભનો ઉદય સર્વથા નાશ પામી જીવનું કલ્યાણ થાય.”
“સમાધિસોપાન'માંથી :- સૂર્ય, ચંદ્ર, મંગલ આદિ ગ્રહોને સોના-રૂપાના બનાવી ગળામાં પહેરવા, ગ્રહ નડે નહીં માટે દાન દેવું, ઉત્તરાયણ,વ્યતિપાત, સોમવતી અમાસ માની દાન કરવું, સૂર્ય ચંદ્રને અર્ધ્વ આપવું, ઊમરો પૂજવો, સાંબેલું પૂજવું, વિનાયક નામે ગણેશ પૂજવા, દીવાની જ્યોતિ પૂજવી, દેવની બાધા રાખવી, જટા કે ચોટલી રાખવી, દેવતાને ભેટ મૂકવાના કરારથી પોતાનાં સંતાન જીવશે એમ માનવું, છોકરા દેવે આપ્યાં એમ માનવું, પોતાને લાભ થાય કે કાર્ય સફળ થાય માટે એવી વિનંતી કરવી કે જો મારાં સંતાનનો રોગ મટી જશે કે મને સંતાન પ્રાપ્ત થશે કે આટલો મને લાભ થશે કે શત્રુનો નાશ થઈ જશે તો હું તમને છત્ર ચઢાવીશ, મકાન બનાવીશ કે આટલું ઘન ભેટમાં મૂકીશ એવી શરત કરીને દેવતાને લાંચ આપીને કાર્ય સફળ થવાની ઇચ્છા રાખવી, રાતે જાગરણ કરવું, અપવિત્ર દેવીને પૂજવી, શીતળા પૂજવી, લક્ષ્મી-પૂજન કરવું, સોનું રૂપું પૂજવું, ખડિયો પૂજવો, પશુની પૂજા કરવી, અન્નની, જળની પૂજા કરવી, શસ્ત્ર પૂજવા તથા અગ્નિને દેવ માનીને પૂજવો એ લોકમૂઢતા છે. તે બધું મિથ્યાદર્શનના પ્રભાવથી શ્રદ્ધાનું વિપરીતપણું છે, તે ત્યાગવા યોગ્ય છે.” (પૃ.૧૬૦)
“જે રાગી, દ્વેષી, કામી, ક્રોધી, લોભી, શસ્ત્ર આદિ સહિત, મિથ્યાત્વ સહિત છે તેમનામાં સમ્યઘર્મ નથી હોતો, તેથી કુદેવ છે તે અનાયતન છે.” (પૃ.૧૬૧)
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - પુણ્ય વગર કોઈ દેવ પણ આપી શકે નહીં
ભોગસારનું દ્રષ્ટાંત – કાંડિલ્યપુરમાં ભોગસાર નામે બાર વ્રતને ઘારણ કરનારો શ્રાવક રહેતો હતો. તેણે શ્રી શાંતિનાથ સ્વામીનો પ્રાસાદ કરાવ્યો હતો. ત્યાં હમેશાં નિષ્કામ ભાવથી તે ભગવાનની ત્રણ કાળ ભક્તિપૂર્વક પૂજા કરતો. એકદા તેની સ્ત્રી આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી. ત્યારે “તે સ્ત્રી વિના ઘરનો નિર્વાહ ચાલશે નહીં” એમ માની તે બીજી સ્ત્રી પરણ્યો. તે સ્ત્રી સ્વભાવે અતિ ચપળ હતી, તેથી ગુપ્ત રીતે ઘન એકઠું કરીને જુદી ગાંઠ કરવા લાગી અને પોતાની ઇચ્છા પ્રમાણે ખાવા પીવા લાગી. અનુક્રમે શ્રેષ્ઠીનું સર્વ ઘન નાશ પામ્યું, તેથી તે બીજા ગામમાં રહેવા ગયો. પણ બન્ને પ્રકારની જિનપૂજા કદી ભૂલતો નહીં. તેમાં પણ ભાવ પૂજા તો હમેશાં ત્રિકાળ કરતો. એકદા તેની સ્ત્રીએ તથા બીજા લોકોએ તેને કહ્યું કે “હે શ્રેષ્ઠી!નિગ્રહ કે અનુગ્રહરૂપ ફળને નહીં આપનાર એવા વીતરાગ દેવને તમે શા માટે ભજો છો? તેની ભક્તિ કરવાથી તો ઊલટું તમને પ્રત્યક્ષ દારિદ્ર પ્રાપ્ત થયું. માટે હનુમાન, ગણપતિ, ચંડિકા, ક્ષેત્રપાળ વિગેરે પ્રત્યક્ષ દેવોની સેવા કરો, કે જેથી તેઓ પ્રસન્ન થઈને તત્કાળ ઇચ્છિત તો પૂર્ણ કરે.”
૩૫૮