________________
સાતસો મનનીતિ
જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લોભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેનો તે પુરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભોગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્યદેહ એ નિર્મૂલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે. (વ.પૂ.૧૦૬)
‘બોઘામૃત'ભાગ-૧'માંથી :- આ ભવનું ભેગું કરેલું અહીં જ પડ્યું રહે
સિકંદરનું દૃષ્ટાંત – “સિકંદરે ઘણી લડાઈઓ કરી, દેશો જીત્યા, અઢળક ઘન એકઠું કર્યું. છેવટે રોગ થયો. કેટલાય વૈદ્યો આવ્યા, કોઈ મટાડી ન શક્યા. પછી તેણે પશ્ચાત્તાપ કર્યો. આવું થવાનું જાણ્યું નહોતું, નહીં તો હું આટલું બધું શા માટે કરત? સાથે આવે એવું કંઈ ન કર્યું! પછી ભંડારીને બોલાવી હીરા માણેક બધું કઢાવ્યું. સિકંદરની આંખોમાંથી આંસુ આવવા લાગ્યાં. પછી તેણે વિચાર્યું કે મારે તો એવું થયું, પણ હવે બીજા જીવો ન ભૂલે એવું કરવું. તે માટે તેણે રાજ્યના માણસોને કહ્યું કે હું મરું ત્યારે મને સ્મશાને લઈ જતી વખતે મારા હાથ બહાર રાખજો, જેથી લોકોને લાગે કે બાદશાહ ખાલી હાથે
આવ્યો અને ખાલી હાથે ગયો. અને વળી કહ્યું કે હકીમો હોય તેનાં ખભા ઉપર મારી ઠાઠડી મૂકજો જેથી લોકોને લાગે કે આટલા બધા હકીમો હોવા છતાં મરી ગયો, હકીમો કંઈ ન કરી શક્યા. એથી વૈરાગ્ય થશે. પણ અનાર્ય દેશ એટલે કોઈને એવું ન લાગ્યું. એવું આપણું ન થાય એ સાચવવું, લક્ષ થઈ જાય કે આ જ કરવું છે, તો ભલે આજીવિકા માટે કરવું પડે, પણ નવરાશ મળે ત્યારે સત્સંગ કરે. મારે
મોટો જવું છે એવું ધ્યેય હોય તો એ થાય.'' (બી.૧ પૃ.૧૯૫) મોક્ષમાળા વિવેચન'માંથી :
:
સરસ્વતીચંદ્રનું દૃષ્ટાંત – ‘‘સરસ્વતીચંદ્ર'ના લેખક શ્રી ગોવર્ધનરામે ચાલીશમા વર્ષે વકીલાત છોડવી એમ નક્કી કરેલું. ચાલીશમાં વર્ષે વકીલાત જામી ત્યારે છોડી દીધી. મર્યાદાવાળાને કલ્પના વધે નહીં. મર્યાદા કરી હોય તો વધારેના સંકલ્પ વિકલ્પ અટકી જાય.'' (પૃ.૬૩)
‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – પરિગ્રહમાં આસક્ત પ્રાણી કયું પાપ ન કરે! ચાર મિત્રોનું દૃષ્ટાંત – “વસંતપુરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક અને સોની એ ચાર જ્ઞાતિના ચાર મિત્રો હતા. તેઓ દ્રવ્ય મેળવવાને માટે દેશાંતર ચાલ્યા. માર્ગમાં રાત્રિ પડતાં એક ઉદ્યાનમાં વડવૃક્ષની નીચે વિશ્રાંત થયા. ત્યાં તે વૃક્ષની શાખા સાથે લટકતો એક સુવર્ણનો પુરુષ તેઓના જોવામાં આવ્યો. તે સુવર્ણ પુરુષ બોલ્યો કે, હું અર્થ છું પણ અનર્થને આપનાર છું.' તે સાંભળી તેઓએ ભય પામીને તેનો ત્યાગ કર્યો. પરંતુ સોનીથી તેનો લોભ મૂકાયો નહીં, એટલે સોનીએ તે પુરુષને ‘પડ’ એમ કહ્યું, એટલે તે પડ્યો. સોનીએ બીજાઓથી છાનો તેને એક ખાઈમાં ગોપવ્યો, પણ સર્વની દૃષ્ટિ તેના પર પડી. પછી આગળ ચાલતાં બે જણ કોઈ ગામની બહાર રહ્યા અને બે જણને ગામમાં ભોજન લેવા મોકલ્યા. જે બે બહાર રહ્યા હતા તેમણે ચિંતવ્યું કે, ‘આપણે ગામમાં ગયેલા બે આવે કે તેમને મા૨ીને પેલું
૨૩૫