________________
સાતસો મહાનીતિ
સુવર્ણ લેવું'. બે જણા જે ગામમાં ગયા હતા તેમણે ચિંતવ્યું કે, “આપણે અન્નમાં વિષ ભેળવીને લઈ જવું કે જે ખાઈને બહાર રહેલા બે મૃત્યુ પામે તો આપણને બેને બધું
સુવર્ણ મળે.’ આવા વિચારથી તેઓ વિષાન્ન લઈને બહાર આવ્યા. જેવા તેઓ પેલા બેની પાસે આવ્યા કે તે બંનેએ સંકેત પ્રમાણે તેમને ખડુગથી મારી નાખ્યા. પછી પેલું વિષાત્ર તેઓ જમ્યા કે તેઓ પણ મૃત્યુ પામી ગયા. આ પ્રમાણે ચારે મૃત્યુ પામ્યા. આવી જે ઋદ્ધિ તે પાપઋદ્ધિ સમજવી.
ઉપરનું દ્રષ્ટાંત સાંભળી ભવિ પ્રાણીઓએ હમેશાં પોતાની સમૃદ્ધિ ઘર્મકાર્યમાં વાપરવી. “મારી પાસે અલ્પ ઘન છે.' ઇત્યાદિ કારણને લઈને ઘર્મકાર્ય કરવામાં વિલંબ કરવો નહીં. કહ્યું છે કે,
થોડામાંથી થોડું પણ ઘર્મકાર્યમાં વાપરવું. વઘારે દ્રવ્ય થવા ઉપર મુલતવી રાખવું નહીં. કારણ કે ઇચ્છા પ્રમાણે દ્રવ્યની શક્તિ ક્યારે થશે તેનો કોઈ નિશ્ચય નથી.” વળી કહ્યું છે કે,
“આવતી કાલનું કામ આજ કરવું, અને મધ્યાન્હ કરવાનું હોય તે સવારે કરવું, કારણકે મૃત્યુ એવી રાહ જોતું નથી કે આણે સુકૃત્ય કર્યું છે કે નથી કર્યું?”
કેટલાક જીવો કૃપણતાથી દ્રવ્યની હાનિના ભયવડે ઘર્મકાર્યમાં દ્રવ્યનો વ્યય કરતા નથી તેમજ પરિગ્રહનું પરિમાણ પણ કરતા નથી, તેઓને મૃત્યુ અચાનક આવીને ઉપાડી જાય છે. તેઓ બધું અહીં જ મૂકી પરિગ્રહની મૂચ્છ વડે દુર્ગતિને સાથે છે. માટે વિના ઉપયોગ દ્રવ્ય રજું નહીં. ૩૩૨. અયોગ્ય કરાર કરાવું નહીં. (ગૃ૦)
અયોગ્ય રીતે કોઈની પાસે કરાર એટલે કબુલાત અથવા દસ્તાવેજ વગેરે કરાવું નહીં. જેમ કંસે કર્યું હતું તેમ કબુલાત કરાવું નહીં.
‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'ના આઘારે -
વસુદેવનું દ્રષ્ટાંત - બનનાર તે ફરનાર નહીં. “વસુદેવના લગ્ન દેવકી સાથે થયા પછી કંસે પોતાની નગરીમાં આવી તે નિમિત્તે ઉત્સવ માંડ્યો. દેવકી કંસની બહેન હતી. તે વખતે કંસના ભાઈ અતિમુક્ત મુનિ કંસને ત્યાં વહોરવા પઘાર્યા. ત્યારે કંસની સ્ત્રી જીવયશા દારૂ પીધેલી હતી. તેથી બોલી કે આવો દેવરજી નૃત્ય કરો, એમ કહી તે મુનિને ગળે વળગી પડી. ત્યારે મુનિ બોલ્યા જેનો તમે આ ઉત્સવ કરો છો તેનો સાતમો ગર્ભ આ કંસ અને જરાસંઘનો નાશ કરનાર થશે. તે સાંભળીને જીવયશાનો નશો ઉતરી ગયો અને કંસને જઈને કહ્યું કે મુનિએ એમ કહ્યું છે કે દેવકીનો સાતમો ગર્ભ તે તમને મારનાર થશે.
પછી કંસ વસુદેવ પાસે અયોગ્ય કરાર એટલે વચન લેવા માટે આવ્યો અને કહ્યું કે હે મિત્ર! તમારા જે પુત્રો થાય તે મને આપવા. તે સાંભળી વસુદેવને ખબર ન હોવાથી તેમણે વચન આપી દીધું. તેથી છ પુત્રોને કંસે પત્થર ઉપર અફાળીને મારી નાખ્યા. પણ ખરી રીતે તે છએ પુત્રો નાગશેઠને ત્યાં મોટા થયા. દેવતાએ સુલતાના મૃતક પુત્રોને દેવકી પાસે મુક્યા અને દેવકીના જીવંત પુત્રોને સુલતાને ત્યાં મૂક્યા. તેમાં સાતમો પુત્ર શ્રી કૃષ્ણ ગોકુળમાં નંદને ત્યાં મોટો થયો. માટે જે બનનાર છે તે ફરનાર નથી એમ જાણીને કોઈ પાસે અયોગ્ય કરાર કરાવું નહીં. ૩૩૩. વધારે વ્યાજ લઉં નહીં.
વઘારે વ્યાજ લેવાથી સામાની મૂડી જ ખવાઈ જાય એવું વ્યાજ લઉં નહીં. પૈસાની જરૂર પડ્યે
૨૩૬