________________
સાતસો મહાનીતિ
દર્શનની નિંદા ન થવા તેનો દોષ ઢાંકવા બોલ્યા કે, આણે મારા કહેવાથી અહીં મણિ આણેલો છે. તમે બઘાએ આ મહા તપસ્વીની વિડંબના કરીને ભૂલ કરી છે. ત્યારે તેઓ
બધા ક્ષુલ્લકને નમીને જતા રહ્યા; અને શ્રેષ્ઠીએ ત્યાર પછી તે ક્ષુલ્લક ચોરને રાતોરાત રજા આપી. આ મુજબ અન્ય સમ્યકદ્રષ્ટિએ પણ બળહીન અને અજ્ઞાન સાઘર્મીઓ વડે ઘર્મમાં લગાડેલા દોષોનું પ્રચ્છાદન કરવું જોઈએ.” (પૃ.૯૩) ૩૩૦. પ્રસિદ્ધ કરવા યોગ્ય ગુપ્ત રાખું નહીં.
જેમાં સર્વનું હિત રહ્યું હોય તે વાત પ્રસિદ્ધ કરવી. જેમકે ઘરમાં આગ લાગી હોય અથવા ચોરી થઈ હોય તો એવી વાત શીધ્ર પ્રસિદ્ધ કરવાથી તેનો ઉપાય થઈ શકે પણ ગુપ્ત રાખવાથી નહીં.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'ના આઘારે :
ભદ્રિક નોકરનું દ્રષ્ટાંત - “એક ભદ્રિક છોકરો હતો. તે એક ઠાકોરને ત્યાં નોકરી કરતો હતો. એક દિવસ ઠાકોરની સ્ત્રીએ ઠાકોરને જમવા માટે બોલાવવા તેને મોકલ્યો. તેણે સભામાં આવી જોરથી કહ્યું કે ઘેંસ બની ગઈ છે માટે તમને જમવા બોલાવે છે. તે સાંભળી ઠાકોરને શરમ આવી. તેથી તે છોકરાને ઠાકોરે કહ્યું કે આવી વાત સભામાં મારા કાનમાં કહેવી. પછી એક દિવસ ઘરમાં આગ લાગી. તેથી ઠાકોરની સ્ત્રીએ કહ્યું કે જા ઝટ ઠાકોરને બોલાવી લાવ. ત્યારે સભામાં આવી તે ઠાકોરના કાનમાં કહેવા લાગ્યો કે ઘરમાં આગ લાગી છે માટે બોલાવે છે. ત્યારે ઠાકોરે તેને કહ્યું કે આવી વાત તો દોડીને દરથી જ કહેવી. પણ એનામાં બુદ્ધિ નહીં હોવાથી ફરી આવી ભૂલો તે કર્યા કરતો તેથી તેને કાઢી મૂક્યો. એમ પ્રસિદ્ધ કરવા યોગ્ય વાતને ગુપ્ત રાખું નહીં. (પૃ.૧૦૬). ૩૩૧. વિના ઉપયોગ દ્રવ્ય રહ્યું નહીં. (ગૃ૦ઉ બ્ર૦)
વિના ઉપયોગ એટલે પ્રયોજન વગર દ્રવ્ય રજું નહીં એટલે જો ઉપજીવન સુખે ચાલી શકતું હોય તો આત્માર્થીને તેનું કોઈ વિશેષ પ્રયોજન નથી. માટે વિના ઉપયોગ દ્રવ્ય રળે નહીં.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “૧. જેને ઘર્મ સંબંઘી કંઈ પણ બોથ થયો છે, અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ.
૨. જેને ઘર્મસંબંઘી બોઘ થયો છે, છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. (સર્વસંગપરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી.).
૩. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું; તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ.” (વ.પૃ.૧૭૯)
જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે.” (વ.પૃ.૭૬)
૨૩૪