SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ અહિઁ પુણ્યસાર કૂવામાં થોડું જળ હોવાથી ઉપર જ રહ્યો. તેને કોઈ મુસાફરોએ ખેંચીને બહાર કાઢ્યો. તે ફરીવાર પાછો શ્વસુરગૃહે ગયો. સર્વ લોકોએ માર્ગની વાર્તા પૂછી; ત્યારે તેણે કહ્યું કે, ‘મને ચોરોએ લૂંટી લીધો પણ જીવતો મૂક્યો અને મારી સ્ત્રી નાસીને અહીં આવતી રહી તે સારું થયું.' આ પ્રમાણે તેણે પોતાની સ્ત્રીનું ગુહ્ય (મર્મ) ઢાંકીને વાર્તા કહી, તેથી તે સ્ત્રી તેના પર વિશેષ રાગવાળી થઈ. પછી તેને લઈને તે વણિક ઘેર આવ્યો. ગાઢ પ્રેમી થયેલા દંપતીને એક પુત્ર થયો. અનુક્રમે પુત્ર મોટો થયો. એક વખતે પુણ્યસાર શેઠ ભોજન કરતા હતા તેવામાં પ્રચંડ પવનનો વંટોળિયો આવવાથી તેના ભાણામાં રજ પડવા માંડી, ત્યારે સ્ત્રીએ આવીને પોતાના વસ્ત્રનો છેડો આડો રાખ્યો. તે વખતે પુણ્યસારને તેનું પૂર્વ ચરિત્ર યાદ આવ્યું, તેથી કાંઈક હાસ્ય થયું. પુત્રે એકાંતે જઈને પિતાને હાસ્યનું કારણ પૂછ્યું. પુત્રનો ઘણો આગ્રહ થવાથી પિતાએ તેની પાસે માતાનું પૂર્વ ચરિત્ર કહી દીધું. અન્યદા સાસુવહુને પરસ્પર કલહ થયો. એટલે એકબીજાની મર્મની વાતો ઉઘાડી કરવા માંડી. તે પ્રસંગે વહુએ પોતાના પતિ પાસેથી સાંભળેલી વાત મહેણાના રૂપમાં કહી દીધી. તે સાંભળતા જ સાસુના મનમાં વિચાર આવ્યો કે, ‘અહો ! મારા પતિએ આટલા વખત સુધી મારી ગુહ્ય વાત ગુપ્ત રાખી છેવટે આ વહુ આગળ પ્રગટ કરી, તેથી મારે હવે જીવીને શું કરવું? આવું ચિંતવી ગળે ફાંસો બાંઘી તે મૃત્યુ પામી. તે । જોઈ પુણ્યસાર શેઠે પણ દેહત્યાગ કર્યો. તેવો બનાવ જોઈ શ્રેષ્ઠીપુત્રને વૈરાગ્ય થયો, તેથી તે પોતાની સ્ત્રીને છોડી દઈ દીક્ષા લઈને ચાલી નીકળ્યો. ઉપરની કથા સાંભળી કોઈએ કોઈની ગુપ્ત વાત પ્રગટ કરવી નહીં. જેઓ બીજાના ગુહ્યને ઢાંકે છે તેઓ ખરેખર ધન્ય છે.’’ (પૃ.૫૫) ‘ધર્મામૃત”માંથી – જૈન ધર્મની નિંદા અટકાવવા ચોરના પણ દોષો ઢાંક્યા જિનેન્દ્રભક્તનું દૃષ્ટાંત – ‘સૌરાષ્ટ્ર દેશમાં પાટલીપુત્ર નગરમાં રાજા યશોધર અને રાણી સુમિત્રાનો પુત્ર સુવીર નામે હતો. તે સાત વ્યસનનો સેવનારો થયો તેથી પોતાના જેવા વ્યસની અને ચોરોનો આગેવાન થયો. તેવામાં તેના સાંભળવામાં આવ્યું કે પૂર્વ તરફ ગૌડ પ્રાંતમાં તામ્રલિસ નગરીમાં જિનેન્દ્રભક્ત શ્રેષ્ઠીએ એક અત્યંત કિંમતી વૈઙૂર્યમણિની પાર્શ્વનાથની પ્રતિમા કરાવીને સાત માળવાળા મકાનમાં ઉપરના માળે ઘણા રક્ષકો સહિત રાખી છે. સુવીરે લોભથી પોતાના માણસોને પૂછ્યું કે કોઈ તે મણિ લાવી આપે તેવો છે ? ત્યારે સૂર્ય નામનો ચોર બોલ્યો કે એમાં શું છે ? હું તો કહો તો ઇન્દ્રના મુગટનો મણિ પણ લાવી આપું. પછી તે ચોરે કપટથી ક્ષુલ્લકનો વેષ ધારણ કર્યો અને ઘણા કાયક્લેશ પૂર્વક ગામ નગર વટાવતો લોકોમાં પૂજ્યબુદ્ધિ ઉપજાવતો નામાંકિત થતો તામ્રલિપ્ત નગરે પહોંચ્યો. તેની ખ્યાતિ સાંભળીને જિનેન્દ્રભક્ત શેઠ તેને જોવા ગયા અને તેના વચનથી તેના પર શ્રદ્ધા થવાથી જિનેન્દ્રભક્ત શ્રેષ્ઠીએ તેને પોતાને ત્યાં રાખ્યો અને પછી તેણે માયાથી ના પાડવા છતાં પોતાની પાર્શ્વનાથ પ્રતિમાનો રક્ષક બનાવ્યો. એક વખત ક્ષુલ્લકને પૂછીને તે શ્રેષ્ઠી સમુદ્રયાત્રા કરવા માટે જવા તૈયાર થયા, અને એ રીતે ગામ બહાર ઉદ્યાન સુધી પહોંચી ત્યાં રાત્રિ રહ્યા. અહીં ઘરના માણસો સામાન ફેરવવા વગેરેમાં રોકાયેલા જાણી તે ક્ષુલ્લકે અર્ધી રાતે મણિની પ્રતિમા લઈને જવા માંડ્યું. પરંતુ તે મણિના તેજથી રસ્તામાં કોટવાલ તેને પકડવા પાછળ પડ્યો અને બૂમો પાડી. તેથી નાસી જવાનું અશક્ય થવાથી તે જિનેન્દ્રભક્ત હતા ત્યાં જઈ તેમને શરણે ગયો. શ્રેષ્ઠી બધો કોલાહલ સાંભળીને સમજી ગયો અને તેને ચોર જાણીને પણ ૨૩૩
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy