________________
સાતસો મહાનીતિ
‘કોઈને વિત્ત (ઘન) હોય, કોઈને ચિત્ત હોય અને કોઈને તે બંને વાનાં હોય; પણ ચિત્ત, વિત્ત ને પાત્ર એ ત્રણ વાનાં તો પુષ્પવડે જ પ્રાપ્ત થાય છે.’’
કર્ણરાજાનું દૃષ્ટાંત – કર્રરાજા ઘણો દાતાર હતો. દાન કરવાથી મોક્ષ વગેરે સુખ મળે છે એવું માની તે હમેશાં પ્રભાતે સો ભાર સુવર્ણ આપીને પછી સિંહાસનથી ઊઠતો હતો. એક વખતે રાજા કર્ણને સત્પાત્રને દાન આપવાની ઇચ્છા થઈ. તે દિવસે પ્રભાતે કોઈ બે ચારણ કે જેમાં એક શ્રાવક હતો અને એક મિથ્યાત્વ ધર્મથી વાસિત હતો તે પ્રથમ આવ્યા. તેમને જોઈ કર્ણે વિચાર્યું કે આજે મારે પ્રથમ સત્પાત્રને દાન આપવું છે; કારણ કે તેથી સદ્ગતિ મળે છે. કહ્યું છે કે –
“અન્ન આપનારના હાથ નીચે તીર્થંકર પણ હાથ ધરે છે. તેવું દાન જો પાત્રને આપેલું હોય તો તે મહાફળ આપે છે.’’ આવા વિચારથી પાત્રની પરીક્ષા કરવા માટે કર્ણે દાન આપ્યું નહીં. એટલામાં તેમાંથી એક ચારણ બોલ્યો –
‘રાજા કર્ણ! પાત્રની પરીક્ષા શું કરો છો? જે માગવા આવે તેને આપો; વરસાદ વરસે છે તે શું સારું સ્થાન કે નઠારું સ્થાન જોઈને વસે છે?' તે સાંભળી કર્ણે કહ્યું –
અમૃત્ત
“વરસાદ ભલે જ્યાં ત્યાં વરસે, પણ તેના ફળ જુઓ. થેંતુરાને વિષે વિષ થાય છે અને શેરડીમાં જેવો રસ થાય છે. એટલો અંતર કુપાત્ર અને સુપાત્ર દાનમાં સમજવો.' સર્વ જ્ઞાનમાં અન્નનું દાન અતિ મોટું છે. કહ્યું છે કે -
‘‘સર્વ પ્રાણીઓના પ્રાણ અન્ન વડે જ રહેલા છે તેથી અન્નદાન કરનાર પૃથ્વીમાં શ્રેષ્ઠ છે અને તેને વિદ્વાનો પ્રાણદાતા કહે છે.’’ વળી “પ્રાણીઓના પ્રાણ અન્ન છે, અન્ન તે જ અનેક સુખનો સાગર છે; તેથી અન્નદાન જેવું કોઈ બીજું દાન થયું નથી અને થશે પણ નહીં’’ “પાત્રમાં સર્વથી ઉત્તમ પાત્ર મુનિ છે, મધ્યમ પાત્ર ઉત્તમ શ્રાવક છે અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગ્દષ્ટિ છે.’’ સત્પાત્રનો યોગ થાય તો તેને આપીને પછી જમવું, અને જો તેવો યોગ ન થાય તો ભોજન વખતે ઘરની બહાર આવી દિશાવલોકન કરીને પછી જમવું. આ પ્રમાણે અતિધિને આપેલું સ્વલ્પ દાન પણ ચંદનબાળા, શ્રેયાંસ અને નયસારની જેમ બહુ ફળને આપનારું થાય છે.’' (પૃ.૬૯,૭૧)
૩૨૯. ગુપ્ત વાત પ્રસિદ્ધ કરું નહીં. (ગૃ॰ઉ)
કોઈપણ વ્યક્તિની ગુપ્ત વાત હોય તે કોઈને કહ્યું નહીં. ગુપ્તવાત એટલે જે ન કહેવા યોગ્ય એવી વાત. તે કહેવાથી કોઈના મરણનું કારણ પણ થઈ જાય.
‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – ગુપ્ત વાત પ્રગટ ક૨વાનું ફળ પુણ્યસારનું દૃષ્ટાંત – “વર્ણપુર નામના નગરમાં પુણ્યસાર નામે શ્રેષ્ઠ રહેતો હતો. એક વખતે તે પોતાની સ્ત્રીનું આણું વાળવા સસરાને ઘેર ગયો. તે સ્ત્રી કોઈ બીજા પુરુષ સાથે રાગી થયેલી હતી, તેથી જવાને આનાકાની કરતી હતી. તથાપિ પુણ્યસાર શેઠે તેને હઠ કરીને લીધી. માર્ગમાં તે વણિક તૃષાત્ત થવાથી કોઈ કૂવા ઉપર પાણી ભરવા ગયો. તે કૂવામાંથી જળ ખેંચતો હતો એવામાં પછવાડે રહેલી સ્ત્રીએ તેને કૂવામાં નાખી દીધો, અને પોતે પાછી પિતાને ઘેર આવી ગઈ. પિતાએ તરતમાં જ પાછી આવવાનું કારણ પૂછ્યું, એટલે કહ્યું કે, “માર્ગમાં મારા પતિને ચોરોએ લુંટી લીધા અને તેને માર્યા હશે કે શું થયું હશે તેની ખબર નથી. હું તો નાસીને અહીં આવી છું.’’ પછી તે સ્ત્રી પિતૃગૃહમાં રહી સ્વેચ્છાએ વર્તવા લાગી.
૨૩૨