________________
સાતસો મહાનીતિ
એટલે મુનિઓએ ત્યાંથી બીજે જઈને વિધિવડે તેનો આહાર કર્યો. ભોજન કરીને નયસાર
, 3 4 મુનિઓની પાસે આવ્યો. પ્રણામ કરી કહ્યું
છે કે, “હે ભગવંત! ચાલો હું તમને નગરનો છે
માર્ગ બતાવું.” પછી તેઓ તેની સાથે ચાલ્યા અને નગરીને માર્ગે આવ્યા; એટલે એક વૃક્ષની નીચે બેસીને તેઓએ નયસારને ઘર્મ સંભળાવ્યો. તે સાંભળીને આત્માને ઘન્ય માનતા નયસારે તેજ વખતે સમતિ પ્રાપ્ત કર્યું. પછી તેમને વાંદીને તે પાછો વળ્યો અને બધા કાષ્ઠો રાજાને મોકલાવી
પોતે પોતાના ગામમાં આવ્યો. પછી મોટા મનવાળો નયસાર સદા ધર્મનો અભ્યાસ કરતો, સાત તત્વને ચિંતવતો અને સમકિતને પાળતો કાળ નિર્ગમન કરવા લાગ્યો. એ પ્રમાણે આરાધના કરતો નયસાર અંત સમયે પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મૃત્યુ પામી સૌઘર્મ દેવલોકમાં એક પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો.” (પૃ.૧)
એ જ નયસાર આગળના સત્તાવીસમાં ભવમાં ભગવાન મહાવીર બની લાખો જીવોનું કલ્યાણ કરી મોક્ષે પઘારશે.
“સમાધિસોપાન'માંથી :- વ્યવહાર વિનય - “કોઈ જીવનું મારાથી અપમાન ન થાઓ. જે અન્યનું સન્માન કરે છે તે પોતે જ સન્માન પામે છે. જે પરનું અપમાન કરે છે તે પોતે જ અપમાન પામે છે. સર્વ સાથે મીઠાં વચને બોલવું તે વિનય છે. કોઈ જીવનો તિરસ્કાર ન કરવો તે પણ વિનય જ છે. પોતાને ઘેર આવે તેનો યથાયોગ્ય સત્કાર કરવો. કોઈને સામે જઈ તેડી લાવવા. કોઈને દેખીને ઊભા થવું. કોઈને એક હાથ માથે ચઢાવી સલામ ભરવી. કોઈનું “આવો, આવો, આવો!” એમ ત્રણવાર કહી સ્વાગત કરવું. કોઈને માન આપીને પાસે બેસારવા. કોઈને બેસવા આસન આપવું. કોઈને ‘આવો, બેસો’ કહેવું. કોઈને કુશળતા પૂછવી. કોઈને કહેવું કે “અમે આપના છીએ, કોઈ આજ્ઞા-સેવા ફરમાવો, જમવા પધારો, પાણી લાવું? આ આપનું જ ઘર છે. આ ઘર આપના પઘારવાથી પાવન થયું. આપની કૃપા અમારા ઉપર સદાય છે તેવી રહો.' ઇત્યાદિ વ્યવહારવિનય છે.” (પૃ.૧૭૧)
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી :- “અતિથિને અન્ન, નિવાસ, વસ્ત્ર અને પાત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું તે અતિથિસંવિભાગ નામે વ્રત કહેવાય છે.”
અતિથિને ભક્તિપૂર્વક નિર્દોષ અન્નદાન આપે,પણ અનાદરથી આપે નહીં. કહ્યું છે કે
અનાદર, વિલંબ, મુખ બગાડવું, અપ્રિય વચન બોલવું અને પશ્ચાત્તાપ કરવો – એ પાંચ દાતા સંબંઘી દાનના દૂષણો છે.” તથા -
“ઘર્મમાં દાનધર્મ મહા તેજસ્વી છે; તે જો સુપાત્રે આપ્યું હોય તો સ્વાતિ નક્ષત્રનું છીપમાં પડેલું જળ જેમ મોતી થાય છે તેમ તે સફળ થાય છે.” વળી કહ્યું છે કે
“આનંદના અશ્રુ આવે, રોમાંચ ખડા થાય, બહુમાન કરે, પ્રિય વચન બોલે અને સુપાત્રની અનુમોદના કરે – એ પાંચ દાનનાં આભૂષણ છે.” આત્માને તારવાની બુદ્ધિથી દાન આપીને પછી જમવું તે દેવભોજન છે અને તે સિવાયનું પ્રેતભોજન છે.
દાનમાં પણ જે સુપાત્રદાન છે તે મોટા ફળને આપનારું છે. કહ્યું છે કે –
૨૩૧