________________
સાતસો મહાનીતિ
મનમાં બીજો ભાવ લાવું નહીં કે આ ક્યાંથી આવ્યા? “અતિથિ દેવો ભવ” અતિથિને
દેવ સમાન માનું. - પરમકૃપાળુદેવ પણ કોઈ મહેમાન આવ્યા હોય તો તેમને પાસે બેસીને જમાડતા અને આગ્રહપૂર્વક પીરસાવતા હતા.
“મોક્ષમાળા વિવેચન'માંથી – “અતિથિ એટલે મહેમાન અથવા આગંતુકનું યથાયોગ્ય સન્માન કરે. અતિથિ પ્રત્યે સારા ભાવથી વર્તે તે સન્માન કહેવાય છે. ઓળખાણ ન હોય તો પણ મહેમાનગિરિ કરે, માન, પાન, આસન, શયન અને સંપત્તિ પ્રમાણે અન્ન આપે.” (પૃ.૩૦)
પ્રવેશિકા'માંથી – “ભોજનકાળે આવેલા સાધુઓને ન્યાયથી પેદા કરેલ તથા નિર્દોષ ચતુર્વિધ આહાર, પાત્ર,વસ્ત્ર અને રહેઠાણ વગેરેનું દાન કરવું તે “અતિથિ સંવિભાગ' વ્રત કહેવાય. મહાવ્રતી ઉત્તમ પાત્ર છે, અણુવ્રતી મધ્યમ પાત્ર છે અને જે શ્રદ્ધાનંત છે, પણ વ્રત ઘારી શકતા નથી તે કનિષ્ઠ પાત્ર છે. કુતપ કરનાર કુપાત્ર છે અને શ્રદ્ધા તથા વ્રત વિનાના દાનને પાત્ર નથી; અપાત્ર ગણાય છે.” (યોગશાસ્ત્ર) (પૃ.૩૮)
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ ૧૦'માંથી - અતિથિ સત્કારનું ફળ સમકિત
નયસારનું દ્રષ્ટાંત - “પૃથ્વીપ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક સ્વામીભક્ત ગ્રામચિંતક હતો. તે સાધુજનના સંબંઘ વિનાનો હતો. તથાપિ અપકૃત્યથી પરાભુખ, બીજાના દોષને જોવામાં વિમુખ અને ગુણ ગ્રહણમાં તત્પર હતો. એક વખતે રાજાની આજ્ઞાથી તે મોટા કાષ્ઠો લેવા માટે પાથેય (ભાતું) લઈ કેટલાક ગાડાં સાથે એક મહાટવીમાં ગયો. ત્યાં વૃક્ષો છેદતાં તેને મધ્યાહ્ન સમય થયો, એટલે ઉદરમાં જઠરાગ્નિની જેમ સૂર્ય આકાશમાં અધિક પ્રકાશવા લાગ્યો. તે વખતે તે નયસારના સમય જાણનારા સેવકો મંડપાકાર વૃક્ષની નીચે તેને માટે ઉત્તમ રસવતી લાવ્યા. પોતે સુઘા તૃષાથી આતુર હતો છતાં પણ કોઈ અતિથિ આવે તો હું તેને ભોજન કરાવીને પછી જમું’ એમ ઘારી નયસાર આમતેમ જોવા લાગ્યો. તેવામાં ક્ષઘાતુર, તૃષાતુર, શ્રાંત, પોતાના સાર્થને શોધવામાં તત્પર અને પસીનાથી જેમના સર્વ અંગ વ્યાસ થઈ ગયા છે, એવા કેટલાક મુનિઓ તે તરફ આવી ચડ્યા. ‘આ સાધુઓ મારા અતિથિ થયા તે બહુ સારું થયું' એમ ચિંતવતા નયસારે તેમને નમસ્કાર કરીને પૂછ્યું કે, “હે ભગવંત! આવી મોટી અટવીમાં તમે ક્યાંથી આવી ચડ્યા? કેમકે શસ્ત્રધારી પણ એકાકીપણે આ અટવીમાં ફરી શકે તેમ નથી.” તેઓ બોલ્યા-અમે પૂર્વે અમારા સ્થાનથી સાર્થની સાથે ચાલ્યા હતા પણ માર્ગમાં કોઈ ગામમાં ભિક્ષા લેવાને પેઠા, તેવામાં સાર્થ ચાલ્યો ગયો; અમને ભિક્ષા કંઈ મળી નહીં, તેથી અમે તે સાર્થની પછવાડે પછવાડે ચાલ્યા પણ તે સાર્થ તો મળ્યો નહીં અને આ અટવામાં આવી ચડ્યા.' નયસાર બોલ્યો-“અહો! એ
{É સાથે કેવો નિર્દય!કેવો પાપથી પણ અભીરૂ!કેવો વિશ્વાસઘાતી!
કે તેની આશાએ સાધુઓ સાથે ચાલેલા તેમને લીધા વગર તે પોતાના સ્વાર્થમાંજ નિષ્ફર બનીને ચાલ્યો ગયો; પરંતુ આ વનમાં મારા પુણ્યથી તમે અતિથિરૂપે પધાર્યા તે બહુ ઠીક થયું.” આ પ્રમાણે કહીને નયસાર તે મહામુનિઓને જ્યાં પોતાનું ભોજનસ્થાન હતું ત્યાં લઈ ગયો. પછી પોતાને માટે તૈયાર કરી લાવેલા અન્નપાનથી તેણે તે મુનિઓને પ્રતિલાભિત કર્યા
૨૩૦