________________
સાતસો મનનીતિ
જળથી ધોઈ હતી. તે શાસનદેવીથી સહન થયું નહીં; તેથી તારી જેમ બીજાઓ પણ તેવું અકાર્ય ન કરે તેવા હેતુથી શાસનદેવીએ તને તે કર્મનું ફળ તત્કાળ બતાવ્યું; તેમાં પ્રાસુક જળનો દોષ કિંચિત્ પણ નથી.’’ તે સાંભળીને રજ્જાએ પૂછ્યું કે “હે ભગવન્ ! જો હું યથાવિધિ તેનું પ્રાયશ્ચિત્ત લઉં તો મારું શરીર સારું થાય કે નહીં?’’ કેવળીએ કહ્યું કે “જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સારું થાય.’’ રજ્જા બોલી કે “તમેજ આપો. તમારા જેવો બીજો કોણ મહાત્મા છે?’’ કેવળીએ કહ્યું કે “તું બાહ્ય રોગની શાંતિ માટે ઇચ્છા કરે છે, પણ તારા આત્માના ભાવરોગ વૃદ્ધિ પામ્યા છે, તે શી રીતે જશે? તોપણ હું તો તને પ્રાયશ્ચિત્ત આપું. પરંતુ તેવું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી તારી શુદ્ધિ થાય. કેમકે તે પૂર્વે સર્વ સાધ્વીઓને કહ્યું છે કે “પ્રાસુક જળ પીવાથી મારું શરીર બગડ્યું.' આવું મહાપાપી વાક્ય બોલીને તેં સર્વ સાધ્વીઓના મનને ક્ષોભ પમાડ્યો છે, તેવા વચનથી તેં મોટુ પાપ ઉપાર્જન કર્યું છે, તેથી તારે કુષ્ટ, ભગંદર, જળોદર, વાયુ, ગુલ્મ, શ્વાસનિરોધ, અર્શ, ગંડમાલ વિગેરે અનેક વ્યાધિવાળા દેહ વડે અનંતા ભવોમાં દીર્ઘકાળ સુધી નિરંતર દારિદ્ર, દુઃખ, અપયશ, સંતાપ અને ઉદ્વેગનું ભાજન થવાનું છે.’’ આ પ્રમાણે કેવળીનું વચન સાંભળી બીજી સર્વે સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપીને પોતાનું પાપ તજી દીધું. માટે હે ગૌતમ! જેઓ ભાષાસમિતિ વડે શુદ્ધ એવું વાક્ય બોલે છે તે કેવળજ્ઞાન પામે છે, અને જે ભાષાસમિતિ જાળવ્યા સિવાય જેમ તેમ બોલી જાય છે તે આચારથી ભ્રષ્ટ થયેલી રજ્જા આર્યા જેમ કુગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખસમૂહ ને પામશે, તેમ દુઃખ પામે છે. (પૃ.૨૯૩)
ને
૩૨૭. પૂંઠૌર્ય કરું નહીં.
પૂંૌર્ય એટલે કોઈની પીઠ પાછળ નિંદા કરવી તે. નિંદા કરવાથી આપણને કર્મબંઘનનું કારણ થાય અને સામા વ્યક્તિને મનદુઃખ થાય. માટે પૂંઠચૌર્ય કરું નહીં.
જૈન હિતોપદેશ ભાગ-૧'માંથી :- દુર્જનની પણ કદી નિંદા કરવી નહીં
પરનિંદા કરવાથી કાંઈપણ ફાયદો નથી, પણ ઊલટો નિંદા કરનાર - નિંદકને ભારે મોટો ગેરફાયદો થાય છે. પોતાનો અમૂલ્ય વખત ગુમાવે છે અને તેના બદલમાં પોતે જ મલિન થાય છે. નિંદા એ સામાને સુધારવાનો રસ્તો નથી, પરંતુ કદાચ બગાડવાનો રસ્તો છે. જો કે સજ્જનો તો તેવા નિંદકોથી વધારે વધારે જાગ્રત રહી ગુણ ગ્રહે છે, પણ દુર્જનો તેનાથી પ્રકોપ પામી દુર્જનતાની જ વૃદ્ધિ કરે છે; માટે દુર્જનની નિંદામાં પણ હાનિ જ છે. સંત-સજ્જનોની નિંદાથી, સજ્જનોને તો કાંઈ પણ અવગુણ થતો નથી, તો પણ તેવા ઉત્તમ પુરુષોની નાહક નિંદા કરતાં આશયની મહા મલીનતાથી નિકાચિત્ કર્મ બાંધી નિંદકો નરકાદિ અધોગતિને પામે છે. નિંદા, ચાડી, પરદ્રોહ તથા ખોટાં આળ ચઢાવનારાં, તેમજ હિંસા, અસત્ય ભાષણ, પરદ્રવ્યહરણ તથા પરસ્ત્રી ગમનાદિ અનીતિ કે અન્યાયાચરણ કરનારા અને ક્રોધાંઘ કે રાગાંઘના જે જે માઠા હાલ શાસ્ત્રકારે વર્ણવ્યા છે, તે સંબંધી તિબુદ્ધિથી જે કાંઈ કહેવું તે કાંઈ નિંદા કહેવાય નહીં. હિતબુદ્ધિ વિના માત્ર દ્વેષથી પરને વગોવવાં તે નિંદા કહેવાય છે. માટે નામ લઈને પરને વગોવવા મિથ્યા પ્રયાસ કરવો નહીં. છતાં નિંદા કરવાનું મન થાય તો સાચા મને આપણા દોષોની જ નિંદા કરવી. પરિનંદા કરતાં સ્વનિંદા પણે દર સારી છે.
૩૨૮, અતિથિનો તિરસ્કાર કરું નહીં. (ગૃ૰ઉ૰)
અતિથિ આપણા ઘરે આવ્યો હોય તો આનંદથી તેમની ભોજન વગેરેની વ્યવસ્થા કરું, પણ
૨૨૯